Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મોદીજીની BJP સરકાર 20 વર્ષ પહેલા જ આવી જવી જોઈતી હતી': પત્રકાર...

    ‘મોદીજીની BJP સરકાર 20 વર્ષ પહેલા જ આવી જવી જોઈતી હતી’: પત્રકાર અંજના ઓમ કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ‘ધ કેબ સ્ટોરી’, કર્ણાટકના ટેક્સી ચાલકની ‘મન કી બાત’

    જોકે કેટલાક લોકોને આ સામાન્ય ટેક્સી ડ્રાઈવરની વાત ગળા નીચે ન ઉતરી હોય તેમ આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં તેમને અને અંજનાને "અંધ ભક્ત" ચોક્કસ કહ્યા.

    - Advertisement -

    કર્ણાટકમાં ચૂંટણી કવર કરવા માટે ગયેલા લોકપ્રિય મહિલા પત્રકાર પત્રકાર અંજના ઓમ કશ્યપને સ્થાનિક લોકોથી એવા અનુભવો થયા કે તેઓ તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા વગર રહી ન શક્યા. વાસ્તવમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે અંજના મતદારોનો મિજાજ જાણવા રાજ્યમાં કવરેજ કરવા પહોંચ્યા છે. તેવામાં એક ટેક્સી ડ્રાઈવર સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

    અંજનાએ શેર કરેલા આ વિડીયો પર તેમણે ‘ધ કેબ સ્ટોરી’ લખેલું છે, અને વીડિયોના કેપ્શનમાં અંજના લખે છે કે, “ચૂંટણી કવરેજ માટેની મુસાફરી દરમિયાન મારા માટે સૌથી રસપ્રદ ક્રિયા-પ્રતિક્રિયાઓ કેબ ડ્રાઇવરો સાથે છે!” આ વિડીયો તેમણે મંગળવાર 9 મે 2023, એટલેકે કર્ણાટક ચૂંટણીના એક દિવસ પહેલા શેર કર્યો હતો.

    આ વિડીયોમાં જોઈ શકાય છે કે અંજના એક ટેક્સીમાં મુસાફરી કરી રહ્યાં છે. આ મુસાફરી દરમિયાન તેઓ ટેક્સી ડ્રાઈવર સાથે સામાન્ય વાતચીત કરી રહ્યાં છે, તેવામાં આ ટેક્સી ચાલક વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી વિશે પોતાના વિચારો રજુ કરે છે. આ ટેક્સી ચાલક જણાવે છે કે, “મોદીજીની BJP સરકાર 20 વર્ષ પહેલા જ આવી જવી જોઈતી હતી, જો તેમ થયું હોત તો આપણું ભારત વધુ પ્રગતિ કરીને વિશ્વમાં નંબર 1 પર આવી ગયું હોત.”

    - Advertisement -

    ટેક્સી ચાલકની આ વાત પર અંજનાએ “તમને આવું શા માટે લાગી રહ્યું છે?” સવાલ પૂછતાં કર્ણાટકમાં અંજના ઓમ કશ્યપને સામાન્ય ડ્રાઈવર ખુલ્લા મને પોતાની વાત કરતા જણાવે છે કે, “બાળપણથી અમે જોતા આવ્યાં છીએ કે કોંગ્રેસના રાજમાં કોઈ પ્રકારનો વિકાસ નથી થયો. હવે જે રોડ-રસ્તાઓ બની રહ્યાં છે, શિક્ષણ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, આ સિવાય લોકોને તેમના બેંકના ખાતામાં જે સબસીડી વગેરેના પૈસા મળી રહ્યાં છે, આ બધું ડાઈરેકટ લોકોને મળી રહ્યું છે.”

    ડ્રાઈવર અંજના સાથેની પોતાની વાત આગળ વધારતા કહે છે કે, “હવે જે રસ્તાઓ બની રહ્યાં છે, તેમાં જમીનો જઈ રહી છે, તો લોકોને સીધા તેમના ખાતામાં પૈસા મળે છે, પહેલા આવું નહોતું થતું. હવે લોકોને તેમના પુરા પૈસા તેમના ખાતામાં મળે છે.” આ વચ્ચે તેઓ ડીજીટલ ઇન્ડિયાના મુદ્દાને આવરીને સરળ ઈ-બેન્કિંગ વિષે કહે છે, “હવે જે રીતે ફોન પે આવી ગયું, તો બધું ખુબ સરળ બની ગયું છે. લોકોના હિસાબ-કિતાબ અને બેન્કિંગ બધું સરળ થઈ ગયું છે. હવે બધા લોકો ટેક્સ વગેરે ભરે છે. પહેલા ઘણા લોકો ટેક્સ ચોરી કરતા હતા, હવે નાના નાના બીઝનેસમેનોને ફાયદો પણ થઈ રહ્યો છે, અને બીઝનેસ પણ સારો થઈ રહ્યો છે.”

    કર્ણાટકમાં અંજના ઓમ કશ્યપને એક સામાન્ય કેબ ડ્રાઈવરે એકદમ સીધી અને સરળ ભાષામાં વડાપ્રધાન મોદીના આવ્યાં બાદ દેશમાં આવેલા મોટા ફેરફારો ખુબ જ ટૂંકમાં જણાવી દીધા. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એજ્યુકેશનથી માંડીને સાવ સામાન્ય ધંધાદારી વ્યક્તિને મળતી સુવિધાઓ અને આસપાસ થઇ રહેલા વિકાસને આ ટેક્સી ડ્રાઈવરે એટલી સહજ રીતે વર્ણવી દીધો કે અંજના પોતે તેમની આ વાતને પોતાના ઈન્સ્ટાગ્રામ પર મુક્યા વગર રહી ન શક્યા.

    જોકે કેટલાક લોકોને આ સામાન્ય ટેક્સી ડ્રાઈવરની વાત ગળા નીચે ન ઉતરી હોય તેમ આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં તેમને અને અંજનાને “અંધ ભક્ત” ચોક્કસ કહ્યા, પરંતુ જયારે એક સામાન્ય નાગરિક ચહેરા પર સ્મિત સાથે પોતે સત્તા પર બેસાડેલા પોતાના પ્રતિનિધિના કાર્યો પર ગર્વથી ચર્ચા કરે ત્યારે આંખ આડા કાન ન જ કરી શકાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં