Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમોહરમના દિવસે વડોદરાના તાંદલજાના મહાદેવ મંદિર પાસેથી મળી આવ્યો મૃત પશુનો પગ:...

    મોહરમના દિવસે વડોદરાના તાંદલજાના મહાદેવ મંદિર પાસેથી મળી આવ્યો મૃત પશુનો પગ: પોલીસે શરૂ કરી કાર્યવાહી, FSL રિપોર્ટની રાહ

    કોથળીમાં અજુગતું લગતા મહિલાએ અંદર તપાસ કરી હતી. ખોટાની સાથે જ અંદરથી મૃત પશુનો પગ નીકળતા મહિલા ડઘાઈ ગઈ હતી અને લોકોને તેના વિશે જાણ કરી હતી. મંદિરને અપવિત્ર કરવાનો કારસો જોઈ સ્થાનિક હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.

    - Advertisement -

    ગત 17 જુલાઈના રોજ વડોદરાના તાંદલજા ખાતે આવેલા મહાદેવના મંદિરમાંથી મૃત પશુનો પગ મળી આવતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મોહરમ અને દેવપોઢી એકાદશી બંને સાથે હોવાથી મામલો વધુ ગંભીર બન્યો હતો. ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ દોડી આવી હતી અને પશુના પગને કબજામાં લઇ FSLમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક મહિલાની ફરિયાદ પર પોલીસે જાણવાજોગ અરજી નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર મોહરમના (17 જુલાઈ, 2024) રોજ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી યોગી કુટીર સોસાયટીમાં આવેલા યોગેશ્વર મહાદેવના મંદિરમાંથી મૃત પશુનો કપાયેલો પગ મળી આવ્યો હતો. તે દિવસે દેવપોઢી એકાદશી પણ હોવાથી મંદિરમાં ગીતાપઠન કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એક સ્થાનિક મહિલા પરિસરમાંથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે એક સફેદ થેલી નજરે પડી હતી. કોથળીમાં અજુગતું લાગતાં તેમણે અંદર તપાસ કરતાં અંદરથી મૃત પશુનો પગ મળી આવ્યો હતો. ત્યારબાદ તેમણે આ મામલે લોકોને જાણ કરી હતી.

    મંદિરને અપવિત્ર કરવાનો કારસો જોઈ સ્થાનિક હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મોહરમ હોવાના કારણે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મંદિરે દોડી આવ્યા હતા.

    - Advertisement -

    મંદિરમાંથી મૃત પશુનો પગ મળવાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે જઈ તાત્કાલિક ધોરણે FSLને બોલાવી હતી. ટીમે આવીને કપાયેલા પશુના પગને કબજામાં લઈને તેની તપાસ અર્થે મોકલી આપ્યો હતો. બીજી તરફ જે મહિલાએ પ્રથમવાર આ પશુનો પગ જોયો, તેમણે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે એસીપીએ જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે, તેને બક્ષવામાં નહીં આવે. પૂર્ણ તપાસ કરીને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

    શુક્રવારે (19 જુલાઈ, 2024) પોલીસ કાર્યવાહી કેટલે પહોંચી તે માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ વડોદરાના તાંદલજા ખાતેના જેપીરોડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ FIR નથી કરવામાં આવી, સ્થાનિક મહિલાની અરજી પર માત્ર જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. કપાયેલો પગ કયા પશુનો છે તે સવાલ પર પોલીસે જણાવ્યું હતું કે હજુ પણ FSL રિપોર્ટ આવવાનો બાકી હોવાના કારણે પગ કયા પશુનો હતો તે જાણી શકાયું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં