Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાત'અન્નસેવા'થી અનંત-રાધિકાના પ્રિ-વેડિંગનો શુભારંભ, અંબાણી પરિવારે સ્વહસ્તે ગામલોકોને ભોજન પીરસ્યું: મહેમાનોએ દંપતીને...

    ‘અન્નસેવા’થી અનંત-રાધિકાના પ્રિ-વેડિંગનો શુભારંભ, અંબાણી પરિવારે સ્વહસ્તે ગામલોકોને ભોજન પીરસ્યું: મહેમાનોએ દંપતીને આપ્યા આશીર્વાદ

    એક વિડિયોમાં ગામલોકો પણ રાધિકા અને અનંત અંબાણીને આશીર્વાદ અપાતા જોવા મળે છે. સ્થાનિક મહિલાઓ બંનેના ઓવારણા (આશીર્વાદની પારંપરિક રીત) લેતી જોવા મળે છે. ગ્રામજનો માટે ભોજન સમારંભના આયોજન પર અંબાણી પરિવારે ખુશી વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    હાલ ગુજરાતનું જામનગર સમગ્ર દેશમાં ચર્ચામાં છે, તેનું કારણ છે દેશ-દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન. વિદેશમાં લગ્ન કરવાના ટ્રેન્ડ સામે રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પુત્રનું પ્રિ-વેડિંગ ફંક્શન જામનગરમાં રાખ્યું છે. જેમાં ફંક્શનની શરૂઆત તેમણે ‘અન્ના સેવા’થી કરી હતી. અંબાણી પરિવારે ગુજરાતના જામનગરના રિલાયન્સ ટાઉનશીપના જોગવડ ગામમાં સ્થાનિક લોકોને ભોજન કરાવ્યું હતું.

    સમાચાર એજન્સી ANI અનુસાર, રાધિકા મર્ચન્ટની દાદી અને તેના માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટ પણ આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભોજન સેવા માટે 51 હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ 51 હજાર લોકોને આગામી થોડા દિવસો સુધી આ રીતે ભોજન કરાવવામાં આવશે.

    ફંક્શનમાં ભોજન માટે આમંત્રિત કરાયેલા ગામલોકોને અનંત અંબાણીએ નમ્રતાપૂર્વક ‘જય શ્રી કૃષ્ણ’ કહીને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મુકેશ અંબાણી અને અનંત અંબાણી ગ્રામવાસીઓને ચહેરા પર સ્મિત સાથે ખુશી-ખુશી ભોજન કરાવી રહ્યા છે.

    - Advertisement -

    અન્ય એક વિડિયોમાં ગામલોકો પણ રાધિકા અને અનંત અંબાણીને આશીર્વાદ અપાતા જોવા મળે છે. સ્થાનિક મહિલાઓ બંનેના ઓવારણા (આશીર્વાદની પારંપરિક રીત) લેતી જોવા મળે છે. ગ્રામજનો માટે ભોજન સમારંભના આયોજન પર અંબાણી પરિવારે ખુશી વ્યક્ત કરી હતી.

    અંબાણી પરિવારે જણાવ્યું હતું કે, PM મોદીના ‘Wed In India’ સંદેશથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. જેનો અર્થ છે કે, દેશમાં જ લગ્ન કરવા. જેથી દેશના પૈસા દેશમાં જ રહે. PM મોદીની આ પહેલથી પ્રભાવિત થઈને અંબાણી પરિવારે નાના પુત્રના લગ્ન દેશમાં જ કરવાનો નિર્ણય લીધો હતો.

    અંબાણી પરિવારની સરળતા જોઈને ભારતીયો અભિભૂત થઈ ગયા છે. લોકો પરિવારને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, અને કહી રહ્યા છે કે, સામાન્ય રીતે લોકો થોડા અમીર થઇ જાય તો પણ તેમના પગ જમીન પર ટકતા નથી ત્યારે આ પરિવાર દુનિયાના સૌથી અમીર પરિવારોમાંથી એક હોવા છતાં તેમનો વ્યવહાર ખૂબ જ સરળ છે.

    ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણીના લગ્ન માટે અંબાણી પરિવારની અન્ય તૈયારીઓ પણ લોકોનું દિલ જીતી રહી છે. તાજેતરમાં લગ્નની તૈયારીઓ પહેલાં તેમણે જામનગરમાં જ 14 મંદિરો બનાવ્યાં છે. રિલાયન્સ ફાઉન્ડેશને તેનો વિડીયો પણ પોતાની વેબસાઈટ પર શૅર કર્યો છે. વિડિયોમાં મંદિરનું કામ કરતા શિલ્પકારો જણાવી રહ્યા છે કે, તેઓ આ કામ કરીને સન્માનિત અનુભવી રહ્યા છે. તેમને લાગ્યું કે અંબાણી પરિવારે તેમને પણ લગ્નમાં આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત, તાજેતરમાં જ અનંત અંબાણીનો ‘વનતારા’ પ્રોજેક્ટ પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો. તેને લૉન્ચ કરતી વખતે અનંત અંબાણીએ કહ્યું હતું કે, તેમના માતા-પિતાએ તેમને હંમેશા પ્રાણીઓને પ્રેમ કરવાનું શીખવ્યું છે, તેથી જ તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં