Sunday, April 28, 2024
More
    હોમપેજદેશPM મોદીના 'Wed In India' મેસેજથી પ્રભાવિત થયો અંબાણી પરિવાર: કહ્યું- વડાપ્રધાને...

    PM મોદીના ‘Wed In India’ મેસેજથી પ્રભાવિત થયો અંબાણી પરિવાર: કહ્યું- વડાપ્રધાને ભારતમાં જ લગ્ન કરવા માટે કરી હતી હાકલ, એટલા માટે લગ્નની ઉજવણી જામનગરમાં

    અનંતે કહ્યું, "હું અહિયાં (જામનગરમાં) જ મોટો થયો છું. એ મારુ સૌભાગ્ય છે કે, તે જ જગ્યા પર મારા લગ્નનું સેલિબ્રેશન પ્લાન કરી શક્યા. જામનગર મારા દાદીનું જન્મસ્થળ છે. મારા દાદા અને પિતાની કર્મભૂમિ છે. આપણાં વડાપ્રધાને કહ્યું હતું કે, લોકોએ ભારતમાં જ લગ્ન કરવા જોઈએ."

    - Advertisement -

    મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. તેમના પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાવાના છે. અનંત અંબાણીએ માહિતી આપી છે કે, શા માટે અંબાણી પરિવારે જામનગરની પસંદગી કરી. તેમના કહેવા પ્રમાણે, તેઓ PM મોદીના ‘Wed In India’ સંદેશથી ખૂબ પ્રભાવિત થયા હતા. જેનો અર્થ છે કે, દેશમાં જ લગ્ન કરવા. જેથી દેશના પૈસા દેશમાં જ રહે. PM મોદીની આ પહેલથી પ્રભાવિત થઈને અંબાણી પરિવારે દેશમાં જ નાના પુત્રના લગ્ન કરવા માટેનો નિર્ણય લીધો હતો.

    મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્નના બંધનથી બંધાવા જઈ રહ્યા છે. દેશભરમાં તેમની ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના એક નાના શહેર જામનગરમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવાના છે. આ વર્ષના જુલાઈ મહિનામાં તેઓ લગ્નગ્રંથિથી જોડાવાના છે. પરંતુ તે પહેલાં તેમના પ્રી-વેડિંગ ફંક્શનને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. તેમનો આ પ્રી-વેડિંગ કાર્યક્રમ 1-3 માર્ચના રોજ જામનગરમાં યોજવાનો છે.

    શા માટે જામનગરમાં થઈ રહ્યો છે કાર્યક્રમ?

    જામનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ગ્લોબલ સેલિબ્રિટી અને નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રિહાના, બિલ ગેટ્સ, ઈવાન્કા ટ્રમ્પ જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, શા માટે અંબાણી પરિવારે ગુજરાતના એક નાના શહેરની પસંદગી કરી છે. અનંતે જણાવ્યું કે, તેઓ PM નરેન્દ્ર મોદીના ‘Wed In India’ પહેલથી ખૂબ ઇન્સ્પાયર થયા છે. તેમણે આ કારણથી દેશમાં જ લગ્નના કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું હતું.

    - Advertisement -

    સાથે જામનગરની પસંદગી પર અનંત અંબાણીએ જણાવ્યું કે, જામનગર તેમના દાદીનું જન્મસ્થળ છે. સાથે તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ પણ આ શહેરથી જ બિઝનેસની શરૂઆત કરી હતી. તેથી આ શહેર સાથે તેઓ વધુ જોડાયેલા છે. અનંતે કહ્યું, “હું અહિયાં (જામનગરમાં) જ મોટો થયો છું. એ મારુ સૌભાગ્ય છે કે, તે જ જગ્યા પર મારા લગ્નનું સેલિબ્રેશન પ્લાન કરી શક્યા. જામનગર મારા દાદીનું જન્મસ્થળ છે. મારા દાદા અને પિતાની કર્મભૂમિ છે. આપણાં વડાપ્રધાને કહ્યું હતું કે, લોકોએ ભારતમાં જ લગ્ન કરવા જોઈએ, આ ગર્વ અને ખુશીની વાત છે. આ મારુ ઘર છે. એટલા માટે અમે અમારા લગ્નની તમામ ઉજવણી અહિયાં સેલિબ્રેટ કરવાના છીએ. હું માનું છું કે હું જામનગરનો છું અને અહીંનો જ નાગરિક છું.”

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં PM મોદીએ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન વેડિંગ કરનારા યુગલો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, જે રીતે કેટલાક મોટા પરિવારોએ વિદેશમાં લગ્ન યોજવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે તે ચિંતાજનક છે. જેમ ‘મેક ઈન ઇન્ડિયા’ છે, તેવી જ રીતે આપણે આપણાં દેશમાં ‘વેડ ઈન ઇન્ડિયા’ની પહેલ કરવી જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં