Friday, April 12, 2024
More
  હોમપેજગુજરાતદીકરાના લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગર ખાતે બંધાવ્યા 14 મંદિરો: જટિલ કોતરણીઓવાળા...

  દીકરાના લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગર ખાતે બંધાવ્યા 14 મંદિરો: જટિલ કોતરણીઓવાળા બાંધકામમાં જોવા મળ્યો ભારતનો ભવ્ય આધ્યાત્મિક વારસો

  અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગરમાં આવેલા મોટી ખાવડી ખાતે આવેલા એક મંદિર પરિસરમાં 14 જેટલા મંદિરો બંધાવ્યા છે. આ મંદિર જટિલ નક્કાશીદાર સ્તંભ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, ભીંતચિત્ર શૈલીની પેટિંગ અને વિસરાતી જતી ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં અવાય છે.

  - Advertisement -

  અગામી 12 જુલાઈ, 2024ના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધને બંધાવા જઈ રહ્યાં છે. આ લગ્ન સમારોહ પહેલા વિવિધ કાર્યક્રમો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગરમાં 14 જેટલા મંદિરો બંધાવ્યા છે. જટિલ અને સુંદર કોતરણીઓવાળા આ મંદિરોમાં વિવિધ દેવી-દેવતાઓને સ્થાપિત કરવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેયરમેન નીતા અંબાણીએ આ મંદિરની મુલાકાત લીધી હતી.

  મળતી માહિતી અનુસાર અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગરમાં આવેલા મોટી ખાવડી ખાતે આવેલા એક મંદિર પરિસરમાં 14 જેટલા મંદિરો બંધાવ્યા છે. આ મંદિર જટિલ કોતરણીવાળા સ્તંભ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, ભીંતચિત્ર શૈલીની પેટિંગ અને વિસરાતી જતી ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં અવાય છે. તમામ મંદિરોને ભારતીય વાસ્તુકલા અને અધ્યાત્મિક ઓળખને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

  તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેયરમેન નીતા અંબાણીએ આ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો એક વિડીયો રિલાયન્સ ફાઉન્ડેશનના આધિકારિક X હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં વિડીયો સાથે લખવામાં આવ્યું હતું કે, “અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્નની શુભ શરૂઆત કરતા અંબાણી પરિવારે ગુજરાતના જામનગર ખાતે એક વિશાળ મંદિર પરિસરમાં નવા કેટલાક મંદિર બનાવ્યા છે. જટિલ કોતરણી, અને વાસ્તુકલાથી પ્રેરિત થઈને બનાવેલા આ મંદિર પરિસર ભારતના સંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને લગ્નના ઉત્સવના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. માસ્ટર મૂર્તિકારો દ્વારા જે મૂર્તિઓ બનાવવામાં આવી છે તે સદીઓ જૂની પરંપરાને જીવંત કરી રહી છે.”

  - Advertisement -

  આ પોસ્ટ સાથે જે વિડીયો મુકવામાં આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી મંદિર પરિસરમાં હાજર લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ મંદિર તેમજ મૂર્તિઓ ઘડનાર કારીગરો સાથે પણ મુલાકાત લે છે અને તેમની પાસેથી માહિતી મેળવે છે. કહેવામાં આવી રહ્યું છે કે તૈયાર કરવામાં આવેલા આ મંદિરોને બનાવનાર લોકો વિવિધ સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે.

  લગ્ન પહેલા યોજાશે ભવ્ય પ્રિ-વેડિંગ સમારોહ

  ઉલ્લેખનીય છે કે લગ્ન પહેલાં જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા પ્રિ-વેડિંગ રાખવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનને લઈને દેશ-વિદેશના અનેક લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રિ-વેડિંગ સમારોહ 1થી 3 માર્ચ સુધી યોજાશે. આ આખો કાર્યક્રમ જામનગર ખાતે રિલાયન્સ ગ્રીન્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે. કહેવામાં આવે છે કે આ કૉમ્પ્લેક્સમાં એક કરોડ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. અહીં એશિયાની સહુથી મોટી આંબાવાડી પણ છે.

  આ પ્રી-વેડિંગ સમારોહમાં આમંત્રિત મહેમાનોમાં વિદેશથી અનેક નામી લોકો આવવાના છે. આ લિસ્ટમાં બેન્ક ઑફ અમેરિકાના CEO બ્રાયન થોમસ, કતારના PM મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જ્સીમ અલ થાની, એડનોકના CEO સુલતાન અહેમદ અલ ઝબેર, એલ રોથ્સચાઈલ્ડના ચરમેન ઇન ફોરેસ્ટ ડી રોથ્સ ચાઈલ્ડ, ભૂટાનનો શાહી પરિવાર, ટેક ઇન્વેસ્ટર યૂરી મિલનર, એડોબના CEO શાંતનુ નારાયણ, લૂપ સિસ્ટમના CEO જેમ્સ મ્ર્દોક્મ હિલહાઉસ કેપિટલના સંસ્થાપક ઝાંગ લેઈ, એક્સોરના CEO જોન અલ્કેન, અને બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના CEO બ્રૂસ ફ્લેટનો સમાવેશ થાય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં