Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપરિણીતા સાથે મિત્રતા કેળવી, ચેટ વાયરલ કરવાની ધમકી આપીને અઢી વર્ષ સુધી...

    પરિણીતા સાથે મિત્રતા કેળવી, ચેટ વાયરલ કરવાની ધમકી આપીને અઢી વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું: આણંદના સાહિલ વ્હોરાની ધરપકડ

    આરોપીએ પીડિતાને ‘તારાથી થાય તે કરી લેજે, તું મને ગમે છે એટલે મેળવીને જ જંપીશ’ તેમ કહીને તેમની વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ વાયરલ કરીને તેના પતિને બતાવીને જીવન બરબાદ કરવાની ધમકી આપી હતી. 

    - Advertisement -

    આણંદમાં એક 25 વર્ષીય હિંદુ પરિણીતાએ એક મુસ્લિમ યુવક સામે પ્રેમજાળમાં ફસાવીને ચેટ વાયરલ કરીને બરબાદ કરી દેવાની ધમકી આપી અઢી વર્ષ સુધી રેપ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપીની ઓળખ સાહિલ રફીક વ્હોરા તરીકે થઇ છે. પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યા બાદ આણંદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    યુવતીએ ફરિયાદમાં યુવક સામે તેનો પીછો કરીને નંબર મેળવી લઈને ચેટિંગ કરી તે વાયરલ કરીને જીવન બરબાદ કરી નાંખવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે દુષ્કર્મની કલમ હેઠળ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.

    રિપોર્ટ્સ અનુસાર, પેટલાદના એક ગામમાં રહેતી 25 વર્ષીય પરણિત મહિલા આણંદના એક શૉ રૂમમાં નોકરી કરતી હતી. તેના શૉ રૂમની બાજુની જ એક દુકાનમાં આરોપી સાહિલ પણ નોકરી કરતો હતો. બંને વચ્ચે પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી અને યુવકે મહિલાનો નંબર મેળવી લીધો હતો. નંબર મેળવી લીધા બાદ સાહિલ મહિલાને અવારનવાર મેસેજ કરતો હતો અને બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત થવા માંડી હતી. જ્યારે મહિલા પેટલાદથી આણંદ અપડાઉન કરતી ત્યારે પણ સાહિલ પીછો કરતો હતો, જેના કારણે મહિલાએ તેમ કરવાની ના પાડતાં સાહિલે તેને ધમકીઓ આપી હતી. 

    - Advertisement -

    ફરિયાદ અનુસાર, આરોપીએ પીડિતાને ‘તારાથી થાય તે કરી લેજે, તું મને ગમે છે એટલે મેળવીને જ જંપીશ’ તેમ કહીને તેમની વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ વાયરલ કરીને તેના પતિને બતાવીને જીવન બરબાદ કરવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે આરોપીએ અનેક વખત હોટેલમાં લઇ જઈને શારીરિક સબંધો બાંધ્યા હતા અને આ બાબતની જાણ કરવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અઢી વર્ષ શોષણ અને અવારનવાર મળતી રહેતી ધમકીઓથી ત્રાસીને આખરે પીડિતા પોલીસના શરણે થઇ હતી અને ફરિયાદ દાખલ કરાવી હતી. 

    પીડિતાની ફરિયાદના આધારે આણંદ પોલીસે આરોપી સાહિલ રફીક વ્હોરા સામે ગુનો દાખલ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, પોલીસ જ્યારે તેને શોધવા ગઈ તો તે ઘરે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં