Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્ય પ્રદેશ: અનામિકા અયાઝ સાથે લગ્ન કરીને બની ફાતિમા, પરિવારે યોજ્યું પિંડદાન;...

    મધ્ય પ્રદેશ: અનામિકા અયાઝ સાથે લગ્ન કરીને બની ફાતિમા, પરિવારે યોજ્યું પિંડદાન; ‘કુપુત્રી’ માટે લખ્યો શોક સંદેશ, કહ્યું- ‘અમારા માટે હવે એ મરી ગઈ’

    શોક સંદેશમાં બાળકીના પિતાએ પોતાની પુત્રીને 'કુપુત્રી' તરીકે ઉલ્લેખી હતી. કાર્ડમાં લોકોને પિંડદાનમાં ભાગ લેવા અને 'નરકાગામી' આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરવામાં આવી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના જબલપુરમાં મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ તેનું પિંડદાન કર્યું છે. આ અનોખા અંતિમ સંસ્કાર માટેના કાર્ડ પણ છપાયા હતા. પોતાની પુત્રીને લવ જેહાદનો શિકાર ગણાવતા બાળકીની માતાએ કહ્યું કે તે પોતાના માટે મરી જવાની વાત કરી હતી. નર્મદા નદીના કિનારે રવિવારે (11 જૂન 2023) તેનું પિંડદાન કરવામાં આવ્યું છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતીના પરિવારજનોએ માત્ર તેનું પિંડદાન જ નથી કર્યું પણ સાથે મૃત્યુ બોજનું પણ આયોજન કર્યું હતું. મુસ્લિમ યુવક અયાઝ સાથે લગ્ન કર્યા બાદ ઉઝમા ફાતિમા બની ગયેલી અનામિકાના સંબંધીઓએ કહ્યું છે કે તેમની દીકરીએ તેને સમાજમાં ક્યાંય મોં બતાવવા લાયક છોડ્યા નથી. બીજી તરફ યુવતીના ભાઈએ પણ પિંડદાન થયાની પુષ્ટિ કરતા કહ્યું કે, “અમે વિચાર્યું હતું કે કન્યાદાન કરીશું પણ પિંડદાન કરવું પડી રહ્યું છે.” છોકરીના પરિવારજનોએ પણ આખી ઘટના પર ટિપ્પણી કરી હતી કે, ‘જે થાય છે એ સારા માટે થાય છે.’

    આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવતીના પરિવારજનોએ સંતોની વચ્ચે રડીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો શોક સંદેશ

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા શોક સંદેશ કાર્ડની શરૂઆત ‘ઓમ શાંતિ’થી કરવામાં આવી હતી. ત્યારે મોટા અક્ષરોમાં શોક સંદેશ લખીને બાળકીના પિતાએ પોતાની પુત્રીને ‘કુપુત્રી’ તરીકે ઉલ્લેખી હતી. વાયરલ કાર્ડમાં છોકરીના પિતા ચંદ્રિકાએ કહ્યું છે કે તેમની પુત્રીનું મૃત્યુ 2 એપ્રિલ 2023 (રવિવાર)ના રોજ થયું છે. કાર્ડમાં લોકોને પિંડદાનમાં ભાગ લેવા અને ‘નરકાગામી’ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરવામાં આવી હતી. કાર્ડની ટોચ પર અનામિકા ઉર્ફે ઉઝમા ફાતિમાનો ફોટો ચોંટાડવામાં આવ્યો હતો.

    અહેવાલો અનુસાર, અનામિકાના સંબંધીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, “જે છોકરીનું અમે નાના છોડની જેમ સિંચન કરીને 22 વર્ષો સુધી પાલન-પોષણ કર્યું, જેને ભગવતીની જેમ પૂજતા રહ્યા, તેને બેટી શબ્દનું જ ગાળું દબાવી દીધું.” ઉલ્લેખનીય છે કે જૂન 2023ના એ જ મહિનામાં ઉઝમા ફાતિમા ઉર્ફે અનામિકાના અયાઝ સાથેના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું.

    આ કાર્ડ વાયરલ થયા બાદ બાળકીની માતા આગળ આવી હતી અને તેને ‘લવ જેહાદ‘ ગણાવી હતી અને પોલીસ પાસે તેની પુત્રીને પરત મેળવવાની માંગ કરી હતી. જો કે, મધ્યપ્રદેશ પોલીસે બાળકીની માતાના આરોપોને નકારી કાઢ્યા અને તેને બંને પરિવારો વચ્ચે સહમતિથી બનેલો સંબંધ ગણાવ્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં