ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી યાસીન મલિક માટે મૃત્યુદંડની માંગણી કરતી હોવાથી, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી આજે આતંકવાદી દોષિતના સમર્થનમાં બહાર આવ્યો હતો, અને આ મામલે યુએનના હસ્તક્ષેપની માંગ કરી હતી. જે મુદ્દે ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા દ્વારા તેને જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા અવાર નવાર પાકિસ્તાની ક્રિકેટર દ્વારા થતાં બેઢંગી નિવેદનો પર જવાબ આપતા રહ્યા છે અને હમેશા તેમની ટિપ્પણી સટીક સાબિત થતી આવી છે. આજે ફરી એકવાર તેમણે શાહિદ આફ્રિદીને પોતાનું સ્થાન બતાવ્યુ હતું.
Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z
— Amit Mishra (@MishiAmit) May 25, 2022
શાહિદ આફ્રિદીની આતંકવાદી યાસીન મલિકની તરફેણમાં કરાયેલ ટ્વિટના જવાબમાં અમિત મિશ્રાએ લખ્યું હતું કે, “પ્રિય @safridiofficial. તેણે (યાસીન મલિકે) પોતે રેકોર્ડ પર કોર્ટમાં પોતાના ગુના સ્વીકાર્યા છે. તમારી જન્મતારીખની જેમ બધું ભ્રામક નથી હોતું.”
અમિત મિશ્રાએ આફ્રિદીનું ધ્યાન દોર્યું કે આતંકવાદી યાસીન મલિકે પોતે જ પોતાના દરેક આરોપો સ્વીકાર્યા છે અને એ બાદ જ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. મલિકે મેના પ્રારંભમાં આતંકવાદી ભંડોળના કેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળના તમામ આરોપો સહિત તમામ આરોપો માટે દોષીત હોવાની કબૂલાત કરી હતી. આ સંદર્ભે, દિલ્હી કોર્ટ બુધવારે (25 મે) ના રોજ પોતાનો ચુકાદો સંભળાવવાની તૈયારીમાં છે. તાજેતરમાં, કોર્ટે મલિકને દોષિત ઠેરવ્યો હતો અને દંડની રકમ નક્કી કરવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સત્તાવાળાઓને તેની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો હતો. NIAએ કાશ્મીરી અલગતાવાદીને ઘાટીમાં તેની તમામ ગતિવિધિઓના સંબંધમાં મૃત્યુદંડની માંગ કરી છે.
સાથે સાથે મિશ્રાએ આફ્રિદીની જન્મતારીખને લઈને પણ ટિપ્પણી કરી કે દુનિયામાં દરેક વસ્તુ તેની જન્મતારીખની જેમ ભ્રામક નથી હોતી. અહી ક્રિકેટર અમિત મિશ્રા તરફથી શાહિદ આફ્રિદી દ્વારા અવાર નવાર ખોટું જન્મતારીખ અને ઉંમર દર્શાવવા પર સવાલ ઊભા કરાયા હતા.
Thank you very much for all the lovely birthday wishes – 44 today! My family and my fans are my biggest assets. Really enjoying my stint with Multan and hope to produce match winning performances for all MS fans.
— Shahid Afridi (@SAfridiOfficial) February 28, 2021
ઉલ્લેખનીય છે કે 1996માં આફ્રિદીએ પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યું ત્યારથી તેની ઉંમર વિશે હંમેશા એક રહસ્ય રહ્યું છે. 2021માં આફ્રિદીએ પોતાના જન્મદિવસ પર ટ્વીટ કરીને કહ્યું હતું કે તે 44 વર્ષનો થઈ ગયો છે. પરંતુ, વિકિપીડિયા અને અન્ય કેટલીક વેબસાઇટ્સ અનુસાર, આફ્રિદીનો જન્મ 1980 માં થયો હતો અને તે હિસાબે 2021માં તે 41 વર્ષનો થાય, જ્યારે તેની આત્મકથામાં, તેનો જન્મ 1975 માં થયો હોવાનો ઉલ્લેખ છે તેથી તે હિસાબે 2021માં તે 46 વર્ષનો થવો જોઈતી હતો.
Happy birthday to Shahid Afridi. We have his age @ESPNcricinfo as 41, his autobiography says 46, and now we have 44! https://t.co/azhagfWkSX
— Danyal Rasool (@Danny61000) February 28, 2021
દરેક જગ્યાએ પોતાનો જુદો જુદો જન્મદિવસ દર્શાવીને ભ્રમ ફેલાવવા બદલ ત્યારે પણ સોશિયલ મીડિયા પર આફ્રિદી ખૂબ ટ્રોલ થયો હતો.
તે જોવાનું રસપ્રદ રહેશે કે શું આફ્રિદી મૌન રહેશે કે મિશ્રાને દ્વારા થયેલ ઘાતક પ્રહાર પર વળતો પ્રહાર કરે છે. બંને પૂર્વ ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહે છે અને તેથી, યાસીન મલિકના ગરમ અને વિવાદાસ્પદ વિષય પર વધુ કેટલાક શાબ્દિક યુદ્ધની અપેક્ષા રાખી શકાય છે.