મધ્યપ્રદેશમાં આવેલ ખજૂરાહો (PM Modi in Khajuraho) ખાતે PM મોદીએ કોંગ્રેસ (Congress) પર તીખા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે (Babasaheb Ambedkar) ભારતમાં જળ સંરક્ષણના પ્રયાસો (Water conservation) માટે માર્ગદર્શન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમને શ્રેય આપ્યો નથી. નોંધનીય છે કે PM મોદી અટલ બિહારી વાજપેયીની (Atal Bihar Vajpayee) 100મી જન્મજયંતીના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સંબોધન કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશના ખજૂરાહો ખાતે દેશના પ્રથમ મહત્વકાંક્ષી અને બહુહેતુક કેન-બેતવા નેશનલ રિવર લિન્કિંગ (Ken-Betwa National River Linking Project) પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ઉપરાંત દેશના પ્રથમ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય 1153 અટલ ગ્રામ સુશાસન ઈમારતોનું ભૂમિપૂજન કર્યું. PM મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી નિમિત્તે તેમની યાદમાં સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો હતો.
PM મોદીએ આ દરમિયાન એક રેલી સંબોધી હતી. જેમાં PM મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “બુંદેલખંડના ખેડૂતો પેઢીઓથી પાણીના દરેક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સ્થિતિ એટલા માટે ઊભી થઈ કારણ કે કોંગ્રેસે ક્યારેય જળ સંકટના કાયમી ઉકેલ માટે વિચાર્યું ન હતું. દેશને આઝાદી મળ્યા પછી, સૌથી પહેલું કામ જળ શક્તિ માટે થયું અને તેના વિશે કોણે વિચાર્યું?”
#WATCH | Khajuraho, Madhya Pradesh | Prime Minister Narendra Modi says "Congress governments ruled the country for a long time. Congress considers government as its birthright but has always been against governance…Congress never thought about solving the water crisis…After… pic.twitter.com/Qo7U1UE16a
— ANI (@ANI) December 25, 2024
આગળ PM મોદીએ કહ્યું હતું કે, “દેશને સ્વતંત્રતા મળ્યા પછી આ એક મહાન નેતા બાબાસાહેબ આંબેડકરની દૂરદ્રષ્ટિ હતી. જેમણે ભારતના જળ સંસાધનો અને જળ સંરક્ષણ પ્રયાસોને માર્ગદર્શન આપ્યું હતું. આજે પણ કેન્દ્રીય જળ આયોગનું અસ્તિત્વ આંબેડકરના પ્રયાસોનું જ પરિણામ છે. પરંતુ કોંગ્રેસે ક્યારેય પણ આ જળ સંરક્ષણ પ્રયાસોનો શ્રેય બાબાસાહેબને આપ્યો નથી.”
નોંધનીય છે કે PM મોદીએ અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી વડાપ્રધાને કહ્યું કે આ દરેક માટે પ્રેરણાદાયક દિવસ છે. તેમણે કહ્યું હતું કે, “આજે ભારત રત્ન અટલજીની 100મી જન્મજયંતી છે. તેમણે વર્ષોથી મારા જેવા અનેક કાર્યકર્તાઓને શીખ આપી છે. દેશના વિકાસમાં અટલજીનું યોગદાન હંમેશા આપણી યાદોમાં અંકિત રહેશે. મધ્યપ્રદેશમાં આજથી 1100થી વધુ ગ્રામ સેવા સદનનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે અને આનાથી ગ્રામીણ વિકાસને નવી ગતિ મળશે.”