Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધા સામે સત્તા નમશે!: અંબાજી પ્રસાદ વિવાદ મામલે બનાસકાંઠા કલેક્ટરે ખાતરી આપી,...

    શ્રદ્ધા સામે સત્તા નમશે!: અંબાજી પ્રસાદ વિવાદ મામલે બનાસકાંઠા કલેક્ટરે ખાતરી આપી, ‘ટૂંક સમયમાં શ્રદ્ધાળુઓની લાગણી અને માંગણીને લઇ જન હિતકારી નિર્ણય લેવાશે’

    શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે.

    - Advertisement -

    થોડી ક્ષણો પહેલા જ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે. 

    બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું, “મંદિરમાં આવતો દરેક પૈસો જનહિત માટે વપરાય છે અને આ મુદ્દાનો તાત્કાલિક નિર્ણય થાય તેવી અમારી પણ લાગણી છે.” તેમણે ઉમેર્યું કે, શ્રદ્ધાળુઓની લાગણી ચોક્કસ રજૂ કરાશે.

    શું છે અંબાજીનો પ્રસાદ વિવાદ?

    થોડા દિવસો પહેલા મંદિરનું સંચાલન કરતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે અંબાજીમાં મોહનથાળના પ્રસાદના જગ્યાએ ચીકી આપવાનો નિર્ણય કર્યો હતો. અને આની પાછળનું કારણ આપવામાં આવ્યું હતું કે ચીક્કી મોહનથાળ કરતા વધુ લાંબા સમય સુધી ચાલે છે.

    - Advertisement -

    જે બાદ પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે અને ભક્તો, હિંદુ સંગઠનો અને સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે. હિંદુ હિતરક્ષક સમિતિએ અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાના આ નિર્ણયનો વિરોધ કરીને નિર્ણય પરત ખેંચવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. સંગઠને કહ્યું હતું કે, “જો 48 કલાકમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ભૂખ હડતાળ પર પણ ઉતરવા માટે તેઓ તૈયાર છે.”

    ગઈકાલે 48 કલાકની મુદત પુરી થયા બાદ અંબાજીનાં જ પૌરાણિક શિવ મંદિરમાં હિંદુ હિતરક્ષક સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં અંબાજીમાં મોહનથાળનાં પ્રસાદ ફરીથી શરુ કરાવવા અંગે આગળ કઈ રણનીતિ અપનાવવી તે અંગેનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ નિર્ણય આવતીકાલથી શરુ થનારા બે દિવસનાં હોળીના તહેવારને ધ્યાનમાં લઈને મોકૂફ રાખવામાં આવ્યો છે.

    હવે 8મી માર્ચે સમિતિની પુનઃ બેઠક આયોજિત થશે અને મોહનથાળનો પ્રસાદ અંબાજીનાં મંદિરમાં ફરીથી શરુ કરાવવા માટે શું કરવું જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવશે. ફાગણની પુનમ એટલે કે હોળીનો તહેવાર અંબાજીના શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વનો હોય છે અને લાખો લોકો આ દિવસે અંબાજીનાં દર્શન કરવા આવતાં હોય છે. આથી આ શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે હેતુથી બે દિવસ આ મુદ્દે કશું જ ન કરવાનો નિર્ણય હિંદુ હિતરક્ષક સમિતિ દ્વારા લેવામાં આવ્યો હોય તે શક્ય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં