Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનિર્ઝરી સિન્હા, પ્રતીક સિન્હા અને મોહમ્મદ ઝુબૈર: ઑલ્ટ ન્યૂઝના ‘ફેક્ટચેકરો’એ જ ખોટા...

    નિર્ઝરી સિન્હા, પ્રતીક સિન્હા અને મોહમ્મદ ઝુબૈર: ઑલ્ટ ન્યૂઝના ‘ફેક્ટચેકરો’એ જ ખોટા સમાચારો ફેલાવ્યા હોય તેવા અનેક કિસ્સાઓ

    છેલ્લા કેટલાક સમયથી ‘નિષ્પક્ષ’ અને ‘તટસ્થ’ ફેક્ટચેકના બહાને ઑલ્ટ ન્યૂઝ પક્ષપાતી અને વ્યક્તિગત પૂર્વગ્રહોથી યુક્ત ખોટા સમાચારો ફેલાવતું રહ્યું છે. 

    - Advertisement -

    હિંદુ વિરોધી ગતિવિધિઓ ઉપરાંત ડાબેરી પ્રોપેગેન્ડા વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝના સ્થાપકો અને સભ્યો ખોટા સમાચારો ફેલાવવામાં પણ અગ્રેસર રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ‘નિષ્પક્ષ’ અને ‘તટસ્થ’ ફેક્ટચેકના બહાને ઑલ્ટ ન્યૂઝ પક્ષપાતી અને વ્યક્તિગત પૂર્વગ્રહોથી યુક્ત ફેક ન્યૂઝ ફેલાવતું રહ્યું છે. 

    એક તરફ જ્યાં ડાબેરીઓ અને ડાબેરી વિચારધારા ધરાવતા રાજકારણીઓ ઑલ્ટ ન્યૂઝના સ્થાપકો અને સભ્યો નિર્ઝરી સિન્હા, પ્રતીક સિન્હા અને મોહમ્મદ ઝુબૈરને કથિત ઓનલાઇન માધ્યમો પર ફેલાતી ખોટી માહિતીઓને ઉજાગર કરનારા તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ જ લોકો ખોટા સમાચારો ફેલાવતા હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા છે.

    ઑલ્ટ ન્યૂઝ ડાયરેક્ટર નિર્ઝરી સિન્હા 

    - Advertisement -

    ફેક ન્યૂઝ ફેલાવવામાં અને ખોટા દાવાઓ કરવામાં ઑલ્ટ ન્યૂઝના ડાયરેક્ટર નિર્ઝરી સિન્હાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તાજેતરમાં જ @Gujju_Er નામના ટ્વિટર હેન્ડલ દ્વારા એક લિસ્ટ શૅર કરવામાં આવ્યું હતું, જેમાં અનેક કિસ્સાઓમાં નિર્ઝરી સિન્હાએ ફેક ન્યૂઝ અને પ્રોપેગેન્ડા ફેલાવ્યા હતા. 

    પોતાને ‘ફેક્ટચેકિંગ વેબસાઈટ’ ગણાવતું ઑલ્ટન્યૂઝ ‘રિવર્સ ઇમેજ સર્ચિંગ’નો સહારો લઈને ફેક ન્યૂઝ ઉજાગર કરવાના દાવા કરે છે પરંતુ નિર્ઝરી સિન્હા પોતે જ વર્ષ 2016માં ગુજરાત ટૂરિઝમની જાહેરાતની મજાક ઉડાવવા માટે 12 વર્ષ જૂનો એટલે કે 2004નો ફોટો શૅર કરતાં જોવા મળ્યાં હતાં. 

    આ ઉપરાંત તેમણે અન્ય એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં ભગવાન શ્રીકૃષ્ણને તેમની સાથેના કેટલાક લોકોને આકાશમાં કશુંક બતાવતા દેખાડવામાં આવ્યા છે. આ તસ્વીર પોસ્ટ કરીને અપપ્રચાર ફેલાવવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન પણ મુસ્લિમો સાથે ઈદ મનાવી રહ્યા હતા. નિર્ઝરી સિન્હાએ આ ખોટી માહિતી ફેલાવ્યા બાદ ઑલ્ટ ન્યૂઝે નફ્ફટાઈપૂર્વક ફેક્ટચેક કર્યું હતું કે ખરેખર ભગવાન શ્રીકૃષ્ણે મુસ્લિમો સાથે ઈદની ઉજવણી કરી હતી કે નહીં. 

    અન્ય એક કિસ્સામાં, સિન્હાએ એક વિડીયો શૅર કરીને તમિલનાડુના મુખ્ય સચિવને ત્યાં દરોડા પડ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ત્યારબાદ સામે આવ્યું હતું કે આ વિડીયો દક્ષિણ દિલ્હીમાં એક ફર્મના ઠેકાણાં પર પડેલી રેડનો હતો. 

    આ ઉપરાંત, નિર્ઝરી સિન્હાએ ગુજરાત સરકાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરેલ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા શૅર કરી હતી, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ, મંત્રીઓ અને વડાપ્રધાનની તસ્વીરો હતી. આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ઝવેરચંદ મેઘાણીની તસ્વીર જ મૂકવાનું ભૂલી ગઈ હતી. પરંતુ સત્ય એ હતું કે આમંત્રણ પત્રિકાની અંદર ઝવેરચંદ મેઘાણીની કુલ 13 જેટલી તસ્વીરો સામેલ કરવામાં આવી હતી. 

    વામપંથી પ્રોપેગેન્ડાને આગળ ધપાવવા માટે ઑલ્ટ ન્યૂઝની સતત એ આદત રહી છે કે પહેલાં તેઓ ખોટા સમાચારો પ્રસારિત કરે છે અને ત્યારબાદ તેઓ પોતે જ તેનું ફેક્ટચેક કરે છે. નિર્ઝરી સિન્હાએ એક વખત ફેક ન્યૂઝ વેબસાઈટની લિંક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે પીએમ મોદી  દુનિયાના સૌથી ભ્રષ્ટ પીએમ છે. જે બાદ ઑલ્ટ ન્યૂઝ આ વેબસાઈટને ફર્જી ગણાવીને તેનું ફેક્ટચેક કર્યું હતું. 

    નિર્ઝરી સિન્હા કાયમ તેમની વિચારધારાને અનુરૂપ સમાચારો પ્રકાશિત કરતી ફેક ન્યૂઝ વેબસાઈટ પર આધારિત રહેતાં જોવા મળ્યાં છે. તેમણે એકવાર ફેક ન્યૂઝ શૅર કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપ નેતાઓ નક્સલીઓને હથિયારો પૂરાં પાડે છે. જે બાદ સમજાવવામાં પણ આવ્યું હતું કે શા માટે ભાજપ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જીતે છે.

    આ ઉપરાંત, નિર્ઝરી સિન્હાએ એક વખત એર ઇન્ડિયાના નામે ખોટી તસ્વીર શૅર કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરલાઈન દેશના મોટા એરપોર્ટ પર નવા કાઉન્ટર શરૂ કરવા જઈ રહી છે, જેથી આર્થિક ગોટાળા કરીને વિદેશ ભાગતા ભાગેડુઓને સરળતા રહે. 

    જોકે, નિર્ઝરી સિન્હાએ માત્ર રાજકીય ક્ષેત્રે જ ફેક ન્યૂઝ ફેલાવ્યા હોય તેમ નથી. એકવાર તેમણે બે તસ્વીરો શૅર કરીને તે ‘એવોર્ડ વિનિંગ પેઈન્ટિંગ્સ’ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તે પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ ડિજિટલ આર્ટ હતું. 

    ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક પ્રતીક સિન્હાનો પણ ફેક ન્યૂઝ ફેલાવવામાં સમાન ઇતિહાસ રહ્યો છે. 

    ડિસેમ્બર 2020માં ટ્વિટર યુઝર @BefittingFacts દ્વારા પ્રતીક સિન્હાએ ફેલાવેલ ખોટી અને ભ્રામક માહિતીઓની જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝરે જણાવ્યું હતું કે સ્વઘોષિત ફેક્ટચેકર પ્રતીક સિન્હાને વર્ષોથી ફેક ન્યૂઝ ફેલાવવાની આદત રહી છે છેલ્લા ઘણા વર્ષોમાં તેમણે નિયમિતપણે આ કામ કર્યું છે. સોશિયલ મીડિયા યુઝરે અમુક કિસ્સાઓ શૅર કર્યા હતા, જેમાં તથાકથિત ફેક્ટચેકર પ્રોપેગેન્ડા ફેલાવતો રંગેહાથ પકડાઈ ગયો હતો. 

    2016માં મોદી સરકારે નોટબંધી કર્યા બાદ પ્રતીક સિન્હાએ નાણાકીય સંસ્થાઓ સામે લાંબી લાઈનમાં ઉભેલા લોકોની તસ્વીર શૅર કરીને દાવો કર્યો હતો કે સરકારના આ નિર્ણયના કારણે લોકોએ ખૂબ હાલાકી ભોગવવી પડી હતી. જોકે, આ તસ્વીર વર્ષ 2014ની, એટલે કે નોટબંધીના 2 વર્ષ અગાઉની હોવાનું બહાર આવ્યું હતું. 

    અન્ય એક કિસ્સામાં, પ્રતીક સિન્હાએ ગુજરાતમાં ગાયોની સ્થિતિ દર્શાવવા માટે 12 વર્ષ જૂની તસ્વીરનો ઉપયોગ કર્યો હતો. સિન્હાએ વર્ષ 2016માં એક તસ્વીર શૅર કરી હતી જેમાં ગાયોને રસ્તા પર પડેલી બતાવવામાં આવી હતી, પરંતુ આ તસ્વીર વર્ષ 2014ની હતી. આ ઉપરાંત પ્રતીકે ગૌરક્ષકોની મજાક ઉડાવતા લખ્યું હતું કે, “ગુજરાતમાં ગૌમાતા સડી રહી છે અને કચરામાંથી ભોજન શોધવા મજબુર બની રહી છે. માતા પ્રત્યે અતૂટ પ્રેમ દર્શાવતા પુત્રો હવે ક્યાં છે?”

    સિન્હાએ શૅર કરેલી તસ્વીર વર્ષ 2004ની હતી, જયારે નાઇટ્રેટ પોઇઝનિંગના કારણે અનેક ગાયોનાં મોત થઇ ગયાં હતાં. પરંતુ પ્રતીક સિન્હાએ કોઈ પણ જાતના સંકોચ વગર 12 વર્ષ જૂની તસ્વીરનો ઉપયોગ કરવામાં કોઈ સંકોચ રાખ્યો ન હતો. 

    આ ઉપરાંત, પ્રતીક સિન્હાએ પીએમ મોદીના સત્તામાં આવવા પર દરેકના બેન્ક અકાઉન્ટમાં 15 લાખ ટ્રાન્સફર કરવાના કથિત દાવાને લઈને પણ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. જ્યારે અનેક વાર સાબિત થઇ ચૂક્યું છે કે વડાપ્રધાને આવો કોઈ વાયદો કર્યો ન હતો. 

    મોહમ્મદ ઝુબૈર 

    દેવી-દેવતાઓનું અપમાન કરતાં હિંદુવિરોધી ટ્વિટ્સના કારણે હાલ જેલમાં બંધ મોહમ્મદ ઝુબૈરે પણ અનેક વખત ફેક ન્યૂઝ અને પ્રેરિત અપપ્રચાર ફેલાવ્યા છે. સપ્ટેમ્બર 2020માં એક્ટિવિસ્ટ અંકુર સિંઘે કેટલાક કિસ્સાઓ શૅર કરીને કહ્યું હતું કે કઈ રીતે ઝુબૈર ફેક ન્યૂઝ ફેલાવવા માટેનું એક સાધન છે, જે ના માત્ર ભારતીય લોકશાહીને નષ્ટ કરી શકે છે પરંતુ તે માટે જોખમ પણ સર્જી શકે છે. 

    25થી વધુ ટ્વિટ્સ ધરાવતા આ ટ્વિટર થ્રેડમાં અંકુર સિંઘે મોહમ્મદ ઝુબૈરના ફેક ન્યૂઝ ફેલાવવાના ખેલને ઉજાગર કર્યો હતો અને ઘણીવાર તો વાયરલ થયા બાદ ટ્વિટ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા વગર ડીલીટ કરી દેવામાં આવતા હતા. આ રીતે અનેક ખોટા અને ભ્રામક સમાચારોના સ્ક્રીનશોર્ટ વાયરલ થઇ જતા હતા.

    ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના નામથી બનાવવામાં આવેલ એક પેરોડી ટ્વિટર અકાઉન્ટ દ્વારા મોહમ્મદ ઝુબૈરે અનેક વખત ખોટી અને અગાઉની માહિતી ફેલાવી હતી. તેમણે એ બાબત ઉપર પર પ્રકાશ ફેંક્યો હતો કે કોરોનાવાયરસ મહામારી વચ્ચે ઝુબૈર ખોટી માહિતી ફેલાવી રહ્યો હતો જેનાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પેદા થઇ શકતી હતી. તે શ્રીલંકા આતંકી હુમલા દરમિયાન ઇસ્લામવાદીઓના બચાવમાં પણ આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં