Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘વિદેશથી કોઈ ડૉનેશન નથી મળ્યું’: ઝુબૈર ખોટું બોલે છે કે પ્રતીક સિન્હા?...

    ‘વિદેશથી કોઈ ડૉનેશન નથી મળ્યું’: ઝુબૈર ખોટું બોલે છે કે પ્રતીક સિન્હા? નિવેદન તો જારી કર્યું પણ Razorpay અકાઉન્ટ કેમ ડિલીટ કર્યાં એ ન જણાવ્યું

    પ્રતીક સિન્હા તો એમ કહે છે કે ઑલ્ટ ન્યૂઝના ડૉનેશનનો કોઈ રૂપિયો મોહમ્મદ ઝુબૈર પાસે નથી ગયો અને મીડિયા સંસ્થાને વિદેશી ડૉનેશન લીધું જ નથી, પરંતુ તે એ વાતનો જવાબ આપી રહ્યો નથી કે તેમણે પોતાનું Razorpay અકાઉન્ટ કેમ ડિએક્ટિવેટ કરી દીધું છે.

    - Advertisement -

    ફેક્ટચેક મીડિયા હોવાનો દાવો કરનાર પ્રોપેગેન્ડા પોર્ટલ ઑલ્ટ ન્યૂઝે (AltNews) વિદેશી ડોનેશનને લઈને સ્પષ્ટતા કરી છે. જોકે, આ સ્પષ્ટતા બહુ અસ્પષ્ટ છે અને તેમાં ઘણી બાબતોના જવાબો આપવામાં આવ્યા નથી. નિવેદનમાં મીડિયા સંસ્થાએ કહ્યું છે કે તેની ઉપર અને તેની પેરન્ટ કંપની ‘પ્રવદા મીડિયા’ પર છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા આરોપ લાગ્યા છે. આગળ કહેવામાં આવ્યું કે આ આરોપોમાં કહેવામાં આવી રહ્યું છે કે અમે વિદેશથી ડૉનેશન લીધું છે, પરંતુ અમે તેમ કરી શકતા નથી.

    આ આરોપોને ‘તદ્દન ખોટા’ ગણાવીને ઑલ્ટ ન્યૂઝે કહ્યું કે જે પેમેન્ટ પ્લેટફોર્મના માધ્યમથી તેઓ ફંડ પ્રાપ્ત કરે છે તે વિદેશી ડૉનેશનની અનુમતિ આપતું નથી. સાથે જ દાવો કરવામાં આવ્યો કે તેમને માત્ર ભારતીય બેંકોના માધ્યમથી જ ડોનેશન મળ્યા છે. મોહમ્મદ ઝુબૈર અને પ્રતીક સિન્હાના આ મીડિયા સંસ્થાને કહ્યું કે તેમને જે પણ ડૉનેશન મળે છે તે સીધા સંસ્થાના બેન્ક ખાતામાં જાય છે. સાથે તેમણે કોઈ વ્યક્તિના અંગત ખતમ ડોનેશનના રૂપિયા જવાના આરોપોને પણ ખોટા ગણાવ્યા હતા. 

    મીડિયા સંસ્થાએ કહ્યું કે, જેટલા પણ કર્મચારીઓ સંસ્થા સાથે જોડાયેલા છે તે તમામને માસિક પગાર તેમના વ્યક્તિગત બેન્ક ખાતા મારફતે મળે છે અને તે સિવાય કશું જ નહીં. સાથે દાવો કરવામાં આવ્યો કે તેમના દ્વારા થતાં કાર્યોને અટકાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, તેઓ લડશે અને ટોચ પર પહોંચશે. જોકે, તેમાં અદાલતમાં લાગેલા આરોપોના જવાબ આપવામાં આવ્યા ન હતા. 

    - Advertisement -

    પ્રતીક સિન્હા (Pratik Sinha) તો એમ કહે છે કે ઑલ્ટ ન્યૂઝના ડૉનેશનનો કોઈ રૂપિયો મોહમ્મદ ઝુબૈર પાસે નથી ગયો અને મીડિયા સંસ્થાને વિદેશી ડૉનેશન લીધું જ નથી, પરંતુ તે એ વાતનો જવાબ આપી રહ્યો નથી કે તેમણે પોતાનું Razorpay અકાઉન્ટ કેમ ડિએક્ટિવેટ કરી દીધું છે. આમ કરીને તેઓ શું છુપાવવા માંગે છે. પેમેન્ટ જો Razorpay પ્લેટફોર્મના માધ્યમથી આવતું હોય અને જો તેઓ તેને ડિએક્ટિવેટ કરીને શું છુપાવવા માંગે છે?

    કે પછી મોહમ્મદ ઝુબૈરે (Mohammad Zubair) કોર્ટમાં જૂઠું કહ્યું હતું? ઝુબૈરના વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટમાં ઑલ્ટ ન્યૂઝ દ્વારા વિદેશી ડૉનેશન પ્રાપ્ત કરવાની વાત સ્વીકારી હતી. પબ્લિક પ્રોસિક્યુટર પણ કહી ચૂક્યા છે કે મોહમ્મદ ઝુબૈરે FCRA નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન, સીરિયા વગેરે દેશોમાંથી ડૉનેશન મળ્યું હોવાની વાતો પણ સામે આવી હતી. વૃંદા ગ્રોવરનું કહેવું હતું કે વિદેશી ફંડ ઝુબૈર નહીં પરંતુ ઑલ્ટ ન્યૂઝને મળ્યા હતા. ઑલ્ટ ન્યૂઝે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે તેમને વિદેશથી ડૉનેશન મળી રહ્યું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં