Tuesday, May 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અતીક અહમદના પુત્ર અલીએ જેલમાં દીવાલે માથું અફાળ્યું, ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો’:...

    ‘અતીક અહમદના પુત્ર અલીએ જેલમાં દીવાલે માથું અફાળ્યું, ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો’: મીડિયા રિપોર્ટ્સમાં દાવો, પોલીસ તંત્રે નકાર્યો, કહ્યું- સ્વસ્થ છે

    સોમવારે (17 એપ્રિલ, 2023) બપોરે અમુક મીડિયા ચેનલો દ્વારા રિપોર્ટ્સમાં તેણે પોતાને ઇજા પહોંચાડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે દાવો પોલીસ તંત્રે નકાર્યો છે.

    - Advertisement -

    ગોળીબારમાં માર્યા ગયેલા માફિયા અતીક અહમદના પુત્ર અલી અહમદે જેલમાં ધમાલ કરીને જાતે જ ઇજા પહોંચાડી હોવાના રિપોર્ટ્સ વહેતા થયા હતા. જેમાં તેણે પોતાને ઇજા પહોંચાડી હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, યુપી પોલીસે આ દાવા નકારી દીધા છે અને અલી સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. 

    અલી અહમદ હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની જેલમાં બંધ છે. સોમવારે (17 એપ્રિલ, 2023) બપોરે અમુક મીડિયા ચેનલો દ્વારા રિપોર્ટ્સમાં જેલમાં અલી અહમદે પોતાને ઇજા પહોંચાડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેણે દીવાલમાં માથું અફાળીને પોતાની જાતને ઘાયલ કરી હોવાની વાતો વહેતી થઇ હતી. 

    - Advertisement -

    આ સમાચારો વહેતા થયા બાદ ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીએ તેને ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, નૈની સેન્ટર જેલમાં બંધ અતીક પુત્ર અલી એકદમ સ્વસ્થ છે અને તેના વિશે મીડિયામાં જે સમાચાર વહેતા થયા છે તે ખોટા છે. 

    નાસ્તો-ભોજન ન કર્યાં, બેરેકમાં રડતો રહ્યો: રિપોર્ટ્સ 

    આ પહેલાં અમુક મીડિયા રિપોર્ટ્સમાં જેલમાં અલી અહમદની સ્થિતિ વિશે જણાવવામાં આવ્યું હતું. જે અનુસાર, પહેલાં ભાઈ અસદ અને ત્યારબાદ અબ્બા અને કાકાના મોત વિશે જાણ્યા બાદ તે માથું પકડીને રડવા માંડ્યો હતો અને ભોજન પણ લીધું ન હતું. 

    રિપોર્ટ અનુસાર, અલીને અતીક અને અશરફની હત્યાની જાણકારી રવિવારે સવારે સાત વાગ્યે આપવામાં આવી હતી. જે માટે જેલ સુપ્રિટેન્ડેન્ટ જાતે અન્ય અમુક અધિકારીઓ સાથે તેની બેરેકમાં પહોંચ્યા હતા. સમાચાર સાંભળતાં જ અલી મોટેમોટેથી રડવા માંડ્યો હતો. તેમજ તે દિવસે સવારે આપવામાં આવેલો નાસ્તો અને બપોરનું ભોજન પણ લીધું ન હતું.

    અહીં ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસના ટૂંકાગાળામાં અલીના ભાઈ અસદ, પિતા અતીક અને કાકા અશરફનાં મોત થઇ ગયાં છે. પહેલાં ગુરુવારે એક એનકાઉન્ટરમાં માર્યો ગયો હતો. તે ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ હતો અને ત્યારથી ફરાર ચાલી રહ્યો હતો. ઝાંસીમાં પોલીસ સાથે અથડામણમાં તેને ઠાર મરાયો હતો. ત્યારબાદ બીજા દિવસે તેને દફનાવાયો હતો.

    અસદના એનકાઉન્ટરના એક જ દિવસ બાદ શનિવારે (15 એપ્રિલ, 2023) માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરી નાંખવામાં આવી હતી. બંનેને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી રહ્યા હતા તે સમયે અચાનક ત્રણ ઈસમોએ આવીને ગોળીબાર કરી દીધો હતો અને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. રવિવારે બંનેને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. 

    અતીકના કુલ પાંચ પુત્ર, જુલાઈ 2022થી જેલમાં બંધ છે અલી 

    અલી અહમદ અતીકનો બીજા નંબરનો પુત્ર છે. તે હાલ પ્રયાગરાજની નૈની જેલમાં બંધ છે. તેની સામે કુલ 6 કેસ દાખલ છે. પોલીસે તેના માથે 50 હજારનું ઇનામ ઘોષિત કર્યું હતું. ત્યારબાદ જુલાઈ 2022માં તેણે સરેન્ડર કર્યું હતું. ત્યારથી તે જેલમાં બંધ છે. અતીક-અશરફ જેલમાં ગયા બાદ ખંડણીનું કામ તે કરતો હતો. 

    અતીક હમણાં કુલ પાંચ પુત્રો છે. જેમાંથી બે જેલમાં બંધ છે, બે સગીર હોવાના કારણે બાળ સુધાર ગૃહમાં રહે છે અને એક અસદ એનકાઉન્ટરમાં માર્યો ગયો છે. અલી સિવાય સૌથી મોટો પુત્ર ઉમર ઓગસ્ટ 2022થી જેલમાં બંધ છે. તેની સામે અપહરણ સહિત 2 કેસ દાખલ છે, જેમાંથી એકની તપાસ CBI કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં