Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગોવામાં કોંગ્રેસની ગાડી ખોટકાઈ છતાં રાહુલ ગાંધીનું વિમાન યુરોપ ભણી: અધ્યક્ષ પદના...

  ગોવામાં કોંગ્રેસની ગાડી ખોટકાઈ છતાં રાહુલ ગાંધીનું વિમાન યુરોપ ભણી: અધ્યક્ષ પદના દાવેદારની ગેરહાજરીમાં જ આ બાબતે બેઠક

  રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવવાનું સૌથી મોટું કારણ એ છે કે મહત્વપૂર્ણ રાજકીય અવસરો પહેલા તેઓ અચાનક વિદેશ પ્રવાસો નીકળતા હોય છે.

  - Advertisement -

  જ્યારે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવાની છે, ત્યારે રાહુલ ગાંધી ફરી એકવાર યુરોપના પ્રવાસે રવાના થયા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેમનો ‘વ્યક્તિગત પ્રવાસ’ છે. હવે જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ સૌને આશ્ચર્યમાં મૂકે છે. જો કે આ પહેલા પણ રાહુલ આવા કારનામા કરતા રહ્યા છે. નોંધનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર પણ શરૂ થવાનું છે.

  રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવવાનું સૌથી મોટું કારણ એ છે કે મહત્વપૂર્ણ રાજકીય અવસરો પહેલા તેઓ અચાનક વિદેશ પ્રવાસો નીકળતા હોય છે. હાલમાં, પાર્ટીએ તેમના તાજેતરના પ્રવાસ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. ગુરુવારે (14 જુલાઈ, 2022) પાર્ટીની એક મોટી બેઠક પણ યોજાવા જઈ રહી છે, જેમાં અધ્યક્ષની ચૂંટણી પર ચર્ચા કરવામાં આવશે. જેમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા બાબતે પણ ચર્ચા થશે, પરંતુ ત ગેરહાજર રહેશે.

  આ બેઠકમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ (2 ઓક્ટોબર)થી શરૂ થનારી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ પર પણ ચર્ચા કરવામાં આવશે. હવે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસથી ભાજપને પણ નવો મુદ્દો મળશે, તમને યાદ હશે કે મે 2022ની શરૂઆતમાં રાહુલ નેપાળની રાજધાની કાઠમંડુમાં એક લગ્ન સમારોહમાં ચીનની મહિલા રાજદૂત સાથે જોવા મળ્યા હતા. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ આ વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના પ્રવક્તાઓ જવાબ આપવા બાબતે મુજવણમાં મુકાયા હતા.

  - Advertisement -

  આ અગાઉ પણ કોંગ્રેસ મુશ્કેલીમાં હોય ત્યારે જ વિદેશ પ્રવાસ ચર્ચામાં રહ્યા છે, ગત વર્ષે ઈટલીના પ્રવાસ દરમિયાન 15 દિવસ ત્યાં રહ્યા હતા, વર્તમાન વર્ષમાં યુકે પ્રવાસે ગયા બાદ કેમ્બ્રિજમાં ભારત વિરોધી બયાનો આપ્યા હતા. હાલમાં તેઓ આમ પ્રવાસે નીકળ્યા છે જ્યારે દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચુટણી આવી રહી છે જેમાં UPA નબળી સ્થિતિમાં છે, આવા સમયે નેતૃત્વ પૂરું પાડવામાં બદલે રાહુલ ગાંધી પ્રવાસ માટે નીકળી પડ્યા છે જે પરિપક્વ નેતૃત્વની નિશાની નથી. આ બાજુ ગોવામાં પણ કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે ત્યાં પાર્ટી તૂટવા પર છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં