Saturday, May 18, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: યુવતીને જાહેરમાં માર મારનાર સ્પા સંચાલક મોહસીનની ધરપકડ, વીડિયો વાયરલ થયા...

    અમદાવાદ: યુવતીને જાહેરમાં માર મારનાર સ્પા સંચાલક મોહસીનની ધરપકડ, વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

    મહિલાએ જણાવ્યું કે મોહસીને ત્યારબાદ તેની માફી માંગી લીધી હતી, જેથી તે પોલીસ મથકે ગઈ ન હતી. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સુઓમોટો લઈને ફરિયાદ દાખલ કરી અને તેનો પણ સંપર્ક કર્યો. કાઉન્સેલિંગ બાદ તેણે ફરિયાદ દાખલ કરાવી હતી.

    - Advertisement -

    અમદાવાદમાં એક વ્યક્તિએ જાહેરમાં યુવતીને નિર્દયતાથી માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મોહસીન હુસૈન રંગરેઝ સામે અમદાવાદના બોડકદેવ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે હવે મોહસીનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે આણંદથી પકડાયો હોવાનું જાણવા મળ્યું છે.

    મોહસીન અમદાવાદના સિંધુભવન રોડ પર ‘ગેલેક્સી સ્પા’ ચલાવે છે. જે યુવતીને તે વીડિયોમાં માર મારતો જોવા મળે છે, તે તેના સ્પામાં જ કામ કરતી હતી. ઘટના 25 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેનો વીડિયો બે દિવસ બાદ વાયરલ થયો હતો. 

    વાયરલ થયેલો વીડિયો સીસીટીવી ફૂટેજનો છે. જેમાં શરૂઆતમાં પીડિત મહિલા એક મોહસીન સાથે વાત કરતી જોવા મળે છે. થોડીવારમાં તે યુવતીની નજીક આવે છે અને લાફો મારી દે છે. જેથી મહિલા પોતાને બચાવવા માટે તેને ધક્કો મારી દે છે. ત્યારબાદ આગળ ચાલવા માંડે છે તો મોહસીન પીછો કરે છે. ત્યારબાદ ફરી તે મહિલા સાથે બળજબરી કરે છે. દરમ્યાન એક અન્ય વ્યક્તિ બંનેને છોડાવવા પ્રયત્નો કરે છે તો મોહસીન તેને પણ ધક્કો મારીને દૂર કરી દે છે અને મહિલાનો પીછો કરીને ફરીથી તેને માર મારવા માંડે છે. દરમ્યાન તે મહિલાના વાળ ખેંચતો અને નિર્દયતાથી ઘસડીને માર મારતો દેખાય છે. 

    - Advertisement -

    ઘટના બાદ પીડિત મહિલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે મોહસીન સાથે પાર્ટનરશિપમાં લેડીઝ સલોન શરૂ કર્યું હતું, જેને લઈને વચ્ચે અમારો ઝઘડો થયો હતો. દરમ્યાન પાંચ-છ હજારનું નુકસાન જતાં મેં સાથે કામ કરતી એક યુવતીને ઠપકો આપ્યો હતો, જેથી મોહસીન ગુસ્સે થયો હતો. જેથી મેં કહ્યું કે, “તારો તેની સાથે શું સંબંધ છે તેની સાથે?”, જેથી તે ઉશ્કેરાઈ ગયો અને મારવા માંડ્યો. મેં 100 નંબર પર ડાયલ કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેણે ફોન આંચકી લીધો હતો. 

    જોકે, મહિલાએ જણાવ્યું કે મોહસીને ત્યારબાદ તેની માફી માંગી લીધી હતી, જેથી તે પોલીસ મથકે ગઈ ન હતી. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સુઓમોટો લઈને ફરિયાદ દાખલ કરી અને તેનો પણ સંપર્ક કર્યો. કાઉન્સેલિંગ બાદ તેણે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કરીને આણંદથી મોહસીનની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં