Sunday, October 13, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: સ્પા સંચાલક મોહસીને જાહેરમાં મહિલાને વાળ પકડીને ખેંચી, નિર્દયતાથી માર માર્યો,...

    અમદાવાદ: સ્પા સંચાલક મોહસીને જાહેરમાં મહિલાને વાળ પકડીને ખેંચી, નિર્દયતાથી માર માર્યો, સિંધુભવન રોડની ઘટનાનો વિડીયો વાયરલ

    આ ઘટના અમદાવાદ શહેરમાં આવેલા સિંધુભવન રોડ પરની ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં સ્થિત ગેલેક્સી સ્પાની છે. મોહસીન ગેલેક્સી સ્પાનો સંચાલક છે અને વાયરલ વિડિયોમાં તેની દાદાગીરી જોઈ શકાય છે.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં સ્પા ચલાવતા એક મુસ્લિમ યુવકે મહિલાને જાહેરમાં વાળ ખેંચીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક પુરુષને મહિલાના વાળ ખેંચી લાફા મારતો જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ચર્ચાએ જોર પકડયું છે. સ્પા સંચાલકનું નામ મોહસીન હોવાનું જાણવા મળી રહ્યું છે. મોહસીને નજીવી બાબતે મહિલા સાથે મારામારી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

    News 18ના રિપોર્ટ અનુસાર સ્પાના માલિકનું નામ મોહસીન છે. આ ઘટના અમદાવાદ શહેરમાં આવેલા સિંધુભવન રોડ પરની ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં સ્થિત ગેલેક્સી સ્પાની છે. મોહસીન ગેલેક્સી સ્પાનો સંચાલક છે અને વાયરલ વિડિયોમાં તેની દાદાગીરી જોઈ શકાય છે. મોહસીને જાહેરમાં એક મહિલાના વાળ ખેંચીને તેને લાફા માર્યા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    વાળ ખેંચીને મહિલાને નિર્દયતાથી માર્યા લાફા

    વીડિયોમાં એક મહિલાને મોહસીન નામનો યુવક લાફો મારે છે. લાફો માર્યા બાદ મહિલા પોતાને બચાવવા માટે મોહસીનને ધક્કો મારે છે. આવું કરવા છતાં મોહસીન તે મહિલાને તમાચા પર તમાચા મારતો જોવા મળી રહ્યો છે. જ્યારે મહિલા ચાલવા માંડે છે તો મોહસીન પણ તેની પાછળ તેને મારવા માટે ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મોહસીન ફરી તે મહિલાને મારતો નજરે પડે છે. ત્યારબાદ તે મહિલાના વાળ પકડીને ખેંચતો જોવા મળી રહ્યો છે. આ ઘટના જોતો અન્ય એક યુવાન મોહસીનને પકડવા પ્રયાસ કરે છે તો મોહસીન તેને પણ તમાચો મારે છે. જેથી કરીને તે યુવાન મોહસીનને છોડી દે છે. ત્યારબાદ મોહસીન મહિલાના વાળ પકડી ખેંચી લાવી નિર્દયતાથી મહિલા પર લાફા વરસાતો દેખાય આવે છે.

    - Advertisement -

    આ ઘટના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી મળી પરંતુ કોઈ સામાન્ય અને નજીવી બાબતે મોહસીને મહિલાને માર માર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. આ ઘટના સામે આવતા ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા છે. એક તરફ સરકાર મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલાં લઈ રહી છે તો બીજી તરફ મોહસીન જેવા લોકો કોઈનાથી ડર્યા વગર જાહેરમાં મહિલાઓનું અપમાન કરી વાળ ખેંચીને માર મારી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં