Friday, October 11, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: સ્પા સંચાલક મોહસીન સામે બોડકદેવમાં ફરિયાદ દાખલ, નોર્થ-ઈસ્ટની યુવતીને જાહેરમાં નિર્દયતાથી...

    અમદાવાદ: સ્પા સંચાલક મોહસીન સામે બોડકદેવમાં ફરિયાદ દાખલ, નોર્થ-ઈસ્ટની યુવતીને જાહેરમાં નિર્દયતાથી માર મારતો વીડિયો થયો હતો વાઇરલ

    પીડિત યુવતીએ જણાવ્યું કે તે નોર્થ-ઈસ્ટથી છે અને જે રીતે પોલીસે અને મીડિયાએ તેનો સપોર્ટ કર્યો એ જોઈને તેને ખુબ હિંમત મળી હતી. તેને લાગ્યું કે આમાં તે એકલી નથી. સાથે જ તેણે મીડિયા અને પોલીસ બંનેનો આભાર માન્યો હતો.

    - Advertisement -

    બુધવારે (27 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પર અમદાવાદનો એક વીડિયો ખુબ વાઇરલ થયો હતો, જે બાદ દેશભરમાં તેના વિશે ચર્ચા શરૂ થઈ હતી. વાઇરલ વીડિયોમાં અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર આવેલ ગેલેક્સી સ્પા નામના સ્પાનો માલિક અને સંચાલક મોહસીન તેના સ્પામાં જ કામ કરતી એક મહિલાને નિર્દયતાથી માર મારી રહેલો દેખાય છે. વીડિયો વાઇરલ થયા બાદ હવે અમદાવાદ પોલીસે સુઓ-મોટો લીધો છે અને તપાસ હાથ ધરી છે. યુવતીનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેણે પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મોહસીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    નોંધનીય છે કે બુધવારે વાઇરલ થયેલ આ CCTV ફુટેજ પર દેખાતી તારીખ મુજબ આ ઘટના સોમવાર (25 સપ્ટેમ્બર)ના રોજ બની હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે સુઓ-મોટો લઈને કાર્યવાહી શરૂ કરી હતી અને પીડિત મહિલાને શોધી કાઢી હતી. શરૂઆતમાં મહિલાએ ફરિયાદ નોંધાવાની ના પાડી હતી. પરંતુ બાદમાં યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવતા તે ફરિયાદ લખવા માટે તૈયાર થઈ હતી. યુવતીની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે સ્પા સંચાલક મોહસીન સામે IPCની કલમ 354 (A), 294(b), 323 અંતર્ગત FIR નોંધીને કાર્યાવાહી શરૂ કરી છે.

    પોલીસ અને મીડિયાના સપોર્ટને કારણે હિંમત મળી- પીડિત મહિલા

    આ બાબતે જ્યારે મીડિયાએ પીડિત યુવતીનો સંપર્ક કર્યો તો તેણે પોતાની આપવીતી જણાવી હતી. યુવતીએ જણાવ્યું કે તેણે અને મોહસીને પાર્ટનરશીપમાં એક લેડીઝ સલૂન ખોલ્યું હતું. ધંધામાં નુકશાન જતા તેણે સલૂનમાં કામ કરનાર એક યુવતીને ગુસ્સામાં બે-ચાર શબ્દો કહ્યા હતા. તો મોહસીન એ બાબતે તેની સાથે આવીને લડવા માંડ્યો હતો. તો તેણે તેને પૂછ્યું કે, “તે યુવતી સાથે તારા શું સંબંધ છે? કેમ આટલું ખેંચે છે એનું?” જેનાથી મોહસીન ગુસ્સે ભરાયો હતો અને તેને મારવા લાગ્યો હતો.

    - Advertisement -

    પીડિત યુવતીએ કહ્યું કે તે ત્યારે જ 100 નંબર પર કોલ કરીને પોલીસ બોલાવવાની હતી. પરંતુ ત્યારે મોહસીને માફી માંગી લેતા તેણે પોલીસ ના બોલાવી. પરંતુ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે સામેથી તેનો સંપર્ક કર્યો અને હિંમત આપી એટલે તેણે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.

    વધુમાં પીડિત યુવતીએ જણાવ્યું કે તે નોર્થ-ઈસ્ટથી છે અને જે રીતે પોલીસે અને મીડિયાએ તેનો સપોર્ટ કર્યો એ જોઈને તેને ખુબ હિંમત મળી હતી. તેને લાગ્યું કે આમાં તે એકલી નથી. સાથે જ તેણે મીડિયા અને પોલીસ બંનેનો આભાર માન્યો હતો.

    સ્પા સંચાલક મોહસીને નિર્દયતાથી મહિલાને માર્યો હતો માર

    સોમવાર (25 સપ્ટેમ્બર)ની ઘટનાનો આ વીડિયો બુધવાર (27 સપ્ટેમ્બર)ના રોજ અચાનક સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માંડ્યો હતો.

    વીડિયોમાં એક મહિલાને મોહસીન નામનો યુવક લાફો મારે છે. લાફો માર્યા બાદ મહિલા પોતાને બચાવવા માટે મોહસીનને ધક્કો મારે છે. આવું કરવા છતાં મોહસીન તે મહિલાને તમાચા પર તમાચા મારતો જોવા મળી રહ્યો છે. જ્યારે મહિલા ચાલવા માંડે છે તો મોહસીન પણ તેની પાછળ તેને મારવા માટે ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મોહસીન ફરી તે મહિલાને મારતો નજરે પડે છે. તે મહિલાના વાળ પકડીને ખેંચતો જોવા મળી રહ્યો છે. 

    આ ઘટના જોતો અન્ય એક યુવાન મોહસીનને પકડવા પ્રયાસ કરે છે તો મોહસીન તેને પણ તમાચો મારે છે. જેથી કરીને તે યુવાન મોહસીનને છોડી દે છે. ત્યારબાદ મોહસીન મહિલાના વાળ પકડી ખેંચી લાવી નિર્દયતાથી મહિલા પર લાફા વરસાતો જોવા મળે છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં