Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ ચાલુ કારે ફટાકડા ફોડ્યા, બૉમ્બથી દસમા ધોરણની...

    અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ ચાલુ કારે ફટાકડા ફોડ્યા, બૉમ્બથી દસમા ધોરણની વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત: ઘટનાનો વિડીયો વાયરલ, કાર્યવાહીની માંગ

    વિદ્યાર્થીનીના હાથ અને શરીરના અન્ય ભાગો પર ઈજા થવાને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

    - Advertisement -

    અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ ચાલુ કારમાંથી ફટાકડા ફોડતાં એક તરુણીને ઈજા પહોંચી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં આ ઘટના 19 દિવસ પહેલાંની છે પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વસ્ત્રાલનો વિડીયો વાયરલ થતાં લોકો FIR દાખલ કરવાની માંગણી કરી રહ્યા છે.

    સોશિયલ મીડિયા પર વસ્ત્રાલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે હજુ કાર્યવાહી ન થઈ હોવાના કારણે લોકો FIRની માંગ કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, કાળા રંગની કારમાંથી કોઈએ ફટાકડા ફોડ્યા હતા અને વિદ્યાર્થીની પાસે બોમ્બ ફૂટતા તેને ઈજા પહોંચી છે.

    પીડિતા 10મા ધોરણની પરીક્ષા આપીને આવી રહી હતી

    આ ઘટના 28 માર્ચ 2023ની છે જ્યારે બોર્ડની પરીક્ષાના દિવસો હતા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર ચાર જેટલા વિદ્યાર્થીઓ કારમાં બેસીને જઈ રહ્યા હતા. એ દરમિયાન વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડ્યા હતા અને 10માની પરીક્ષા આપીને આવી રહેલી તરૂણી તેનો ભોગ બની હતી.

    - Advertisement -

    વિદ્યાર્થીની અને તેના પિતાને ઈજા પહોંચી હતી

    વિદ્યાર્થીનીનું નામ કક્ષા પ્રજાપતિ હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે. વિદ્યાર્થીની તેના પિતા સાથે ટુ-વ્હીલર પર જઈ રહી હતી અને ફટાકડાને કારણે બંને દાઝી ગયા હતા. વિદ્યાર્થીનીના હાથ અને શરીરના અન્ય ભાગો પર ઈજા થવાને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

    પહેલા આ નબીરાઓએ સ્કૂલ પાસેના મેદાનમાં પણ મસ્તી કરી હતી

    પીડિતાના પિતા દિપ્તેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ચાર સગીરોએ સ્કૂલ પાસેના મેદાનમાં પણ મસ્તી કરી હતી. તેમણે જણાવ્યું કે, ગત 28 માર્ચે ધોરણ 10નું છેલ્લું પેપર હતું અને તેઓ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાની દીકરીને લઈને એક્ટિવા પર પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન સ્કૂલ નજીક 4 વિદ્યાર્થીઓએ ચાલુ ગાડીએ ફટાકડા સળગાવીને બહાર ફેંક્યા હતા. એક બોમ્બ દિપ્તેશભાઈ અને તેમની દીકરી વચ્ચે આવીને ફૂટ્યો હતો, જેથી દીકરી દાઝી ગઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

    ફટાકડા ફોડનારા નબીરાઓના માતા-પિતાએ આપી ધમકી

    પીડિતાના પિતાએ જણાવ્યું કે, જે છોકરો ગાડી ચલાવતો હતો તે મારી દીકરીની સ્કૂલમાં ભણતો હોવાથી હું સીધો સ્કૂલ ગયો અને પ્રિન્સિપલને જાણ કરી. ત્યારબાદ મેં પોલીસ સ્ટેશન જઈને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ ઘટનાને 19 દિવસ થઈ ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. દિપ્તેશભાઈએ જણાવ્યું કે, ફટાકડા ફોડનારા વિદ્યાર્થીઓના વાલીઓએ મને ધમકી આપી હતી કે અમારી ઘણી ઓળખાણ છે. તારો કાયદો મોટો છે કે ઓળખાણ એ જોઈ લઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં