Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: મોહસીને 5 લાખ રૂપિયામાં આપ્યો હતો કોન્ટ્રાકટ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ખાલીસ્તાની...

    અમદાવાદ: મોહસીને 5 લાખ રૂપિયામાં આપ્યો હતો કોન્ટ્રાકટ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ખાલીસ્તાની હુમલાની ધમકી મામલે નવો ખુલાસો

    અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન હુમલો કરવાની ધમકી આપવાનો મામલો હવે આતંકી સંગઠનો સાથે જોડાયેલો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ખાલીસ્તાની આતંકવાદી હુમલાની ધમકી આપવાના કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા બાદ આજે આ કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં પોલીસની તપાસમાં ધમકી ભર્યા મેસેજની વોઇસ કલીપ મોકલનારનું નામ સામે આવ્યું છે. આ કેસમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શન હોવાની પણ તીવ્ર આશંકાઓ સેવાઈ રહી છે. આરોપીઓની તપાસ દરમિયાન પોલીસને સિમ બોક્સમાંથી 60 સિમકાર્ડ મળી આવતા સાયબર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન્સિક સાયન્સની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ખાલીસ્તાની આતંકવાદી હુમલાની ધમકી મામલે સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશ થી પકડેલા 2 આરોપી રાહુલ દ્રીવેદી અને નરેન્દ્ર કુશવાહની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. વોઇસ કલીપ મોકલીને ધમકી આપીને ડર અને અવ્યવસ્થા સર્જવાના ષડયંત્રમાં હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું કનેક્શન હોવની આશંકાઓ સેવાઈ રહી છે. જેને પગલે સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઝડપાયેલ આરોપી રાહુલ વધુ 2 સિમ બોક્સ મધ્યપ્રદેશના સતના જિલ્લામાં મકાન ભાડે રાખીને ઓપરેટ કરી રહ્યો હતો. આ બન્ને સિમ બોક્સ સાયબર ક્રાઇમે જપ્ત કરતા તેમાંથી 60 જેટલા સિમકાર્ડ મળી આવ્યા છે.

    5 લાખ રૂપિયામાં મોહસીન નામના શખ્સે આપ્યો હતો કોન્ટ્રાકટ

    અહેવાલો અનુસાર તપાસમાં તેવું પણ બહાર આવ્યું હતું કે પકડાયેલ આરોપી રાહુલને મોહસીન નામના શખ્સએ ખાલિસ્તાનના ધમકી ભર્યા મેસેજ વાયરલ કરવા કોન્ટ્રાકટ આપ્યો હતો. જેના બદલામાં આરોપીને 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રૂપિયા રાહુલને કુરિયર અને હવાલા મારફતે મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં હવાલા મારફતે મળેલા રૂપિયાનું રાહુલે સ્પામાં રોકાણ કર્યું હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે આરોપી રાહુલે છેલ્લા 1 વર્ષમાં 80 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. રાહુલ દુબઇમાં મોહસીનના પરિચયમાં આવ્યો હતો. જો કે કોન્ટ્રાકટ આપનાર મોહસીન અન્ડર વલ્ડના કનેક્શન સાથે સંકળાયેલા હોવાની આશંકા સાયબર ક્રાઇમેં વ્યક્ત કરી છે.

    - Advertisement -

    અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન હુમલો કરવાની ધમકી આપવાનો મામલો હવે આતંકી સંગઠનો સાથે જોડાયેલો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. આ આખા કેસનો મુખ્ય સુત્રધાર ગણાતો મોહસીન મૂળ બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો હોવાની આશંકાઓ છે. જે પ્રમાણે આતંકી પ્રવૃત્તિ અને ધમકીઓ આપવા માટે સિમ બોક્સનો ઉપયોગ થઈ રહ્યો છે, તે જોતા આ કેસની કડીઓમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે તેમ છે. હાલ સાયબર ક્રાઇમે બાંગ્લાદેશ, દુબઈ અને પાકિસ્તાનના કનેક્શનને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં