Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાની સંગઠને ફરી ધમકી આપી, ગુજરાતમાં અનેક લોકોને મળ્યા પ્રિ-રેકોર્ડેડ કોલ્સ: કહ્યું-...

    ખાલિસ્તાની સંગઠને ફરી ધમકી આપી, ગુજરાતમાં અનેક લોકોને મળ્યા પ્રિ-રેકોર્ડેડ કોલ્સ: કહ્યું- મોટા નેતાઓને પાઠ ભણાવીશું

    10 દિવસ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી પણ ખાલિસ્તાનીઓએ જ આપી હતી.

    - Advertisement -

    અમદાવાદમાં ચાલતી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં અવ્યવસ્થા સર્જવાની ધમકી આપ્યા બાદ ખાલિસ્તાની સંગઠને ફરીથી ધમકી (Threat) આપી છે. આ ધમકી શીખ ફોર જસ્ટિસ તરફથી મળી છે. એટલું જ નહીં, ગુજરાત પોલીસને પણ પડકાર ફેંક્યો હતો અને દેશના મોટા નેતાઓને ‘પાઠ ભણાવવાની’ ધમકી આપી હતી. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ધમકી શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુના અવાજમાં રેકોર્ડ કરવામાં આવી છે. જોકે, પન્નુને આ ધમકીઓ આપવામાં ભારતમાંથી કોણ મદદ કરી રહ્યું છે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. પન્નુ હાલ અમેરિકામાં રહે છે. 

    ગુજરાતના ઘણા મોબાઈલ યુઝરોને આ પ્રિ-રેકોર્ડેડ કોલ્સ મળ્યા હતા. જેમાં 2020-21માં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરતા શીખ ખેડૂતોના મોત માટે કેન્દ્ર સરકારના નેતાઓને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા અને ધમકી આપવામાં આવી કે આ મોત બદલ તેઓ કેન્દ્ર સરકારને છોડશે નહીં. 

    - Advertisement -

    10 દિવસ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી પણ ખાલિસ્તાની સંગઠને જ આપી હતી. તે સમયે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટ ચાલી રહી હતી અને વડાપ્રધાન મોદી અને ભારત પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બનીઝ પણ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. 

    આઠમી માર્ચે હજારો ગુજરાતી મોબાઈલ યુઝરોને પ્રિ-રેકોર્ડેડ કોલ્સ થકી આ ધમકી મળી હતી અને જેમાં પણ અવાજ SFJ ચીફ પન્નુનો જ હતો. આ ઉપરાંત, ટ્વિટર ઉપર અનેક ટ્વિટ્સ પણ કરવામાં આવ્યાં હતાં, જેમાં ગુજરાત પોલીસ વડાને ટેગ કરીને સ્ટેડિયમમાં હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી, પછીથી અમુક અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. 

    આ ધમકી સિમ બોક્સ ટેક્નોલોજી દ્વારા આપવામાં આવી હતી. સિમ બોક્સ બહારના દેશોમાંથી કરવામાં આવેલા વોઇસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ કોલને લોકલ મોબાઈલ નેટવર્ક કોલ્સમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. પોલીસને અત્યર સુધી એક સિમ બોક્સ રેકેટ પકડવામાં સફળતા મળી છે, જ્યારે બીજાં આઠેક જેટલાં રેકેટ ચાલી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. 

    અગાઉ ધમકી આપવા મામલે ગુજરાત પોલીસે મધ્ય પ્રદેશમાંથી બે ખાલિસ્તાન સમર્થકોને ઝડપી લીધા હતા. જેમને અમદાવાદ લાવીને વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે ફરીથી ખાલિસ્તાનીઓએ ધમકી આપવાના કારણે પોલીસ સતર્ક બની છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં