Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘કાયદામાં રહેશો, તો જ ફાયદામાં રહેશો’ થયું સાર્થક- ચાણક્યપુરીમાં ઉત્પાત મચાવનારા 4...

    ‘કાયદામાં રહેશો, તો જ ફાયદામાં રહેશો’ થયું સાર્થક- ચાણક્યપુરીમાં ઉત્પાત મચાવનારા 4 આરોપીઓની 24 કલાકમાં જ ધરપકડ: સ્થાનિક મહિલાએ પોલીસને વધાવતા કહ્યું- હવે કોઈ ભય નથી

    એક મહિલાએ કહ્યું હતું કે, “હજી આ ઘટનાને 24 કલાક થયા નથી. કાલે આજ સમયે અહિયાં ભયજનક માહોલ હતો કે લોકો અહિયાં મરેલા પડ્યા હોત. પણ 24 કલાકમાં અમને રિઝલ્ટ મળી ગયું. હવે અમને કોઈ ડર નથી.”

    - Advertisement -

    29 સપ્ટેમ્બરે રાત્રિના સમયે અમદાવાદમાં (Ahmedabad) ચાણક્યપુરી (Chanakyapuri) વિસ્તારના શિવમ આર્કેડ સોસાયટીમાં કેટલાક અસામાજિક તત્વોએ (Anti Social elements) તલવારો અને પથ્થરો લઈને તોફાન મચાવ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) અમદાવાદ પોલીસ કમિશ્નર સહિતના લોકોએ તાત્કાલિક પગલાં લેવા કહ્યું હતું. જે આદેશ મુજબ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    માહિતી અનુસાર શિવમ આર્કેડ સોસાયટીના ચેરમેને ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર ચેરમેને ત્યાંથી નીકળતા દારૂના નશામાં ધૂત લોકોને અટકાવ્યા હતા, જે બાદ આ લોકો અન્ય 20 લોકોનું ટોળું લઈને આવ્યા હતા તથા સોસાયટીમાં તલવારો અને પથ્થરો ઉગામીને ઉત્પાત મચાવી દીધો હતો. એક મહિલાની છેડતી પણ કરી હતી.

    પોલીસને ઘટનાની જાણ થતા 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 4 સામે નામજોગ ફરિયાદ થઇ હતી. આ આરોપીઓમાં રવિ ઠાકોર, પરાગ ઠાકોર, મોન્ટુ ઠાકોર અને અર્જુન ઠાકોરનો સમાવેશ થાય છે. આ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સમગ્ર ઘટનાની જાણ થતા તેમણે અમદાવાદ પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી હતી.

    - Advertisement -

    હર્ષ સંઘવીએ જાતે ઘટનાની માહિતી લીધી

    અહેવાલો અનુસાર ચાણક્યપુરીમાં બનેલી ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ઘટના અંગે સવાલો કર્યા હતા. સોસાયટીના લોકોએ 100 નંબર પર ફોન કર્યો હતો છતા પોલીસ અડધો કલાક સુધીમાં કેમ ઘટના સ્થળે ન પહોંચી?  સમગ્ર ઘટના મામલે કાર્યવાહી કરવામાં પોલીસ કેમ નિષ્ફળ રહી? વહેલી તકે મામલા પર કાબુ કેમ ન મેળવાયો?

    ચાણક્યપુરી ખાતે બનેલ ઘટનાને અંગે હર્ષ સંઘવીએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવા તથા, ઘટનામાં કાંઈ કાચુ ન કપાય તેનું ધ્યાન રાખવા અને ઘટનાને લઈને લોકોમાં જે ડરનો માહોલ ફેલાયો છે તેને દૂર કરવાના પ્રયાસ કરવાની પણ સૂચના આપી હતી. આ ઘટનાના 24 કલાક દરમિયાન જ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    પોલીસને મળી દારૂની 25 પેટીઓ

    ધરપકડ કરાયેલા આરોપીઓમાં અર્જુન ગણેશ સોલંકી, અક્ષય ગોવિંદ ઠાકોર, સંજય ભરત ઠાકોર અને અન્ય એક સગીરની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શિવમ આર્કેડ સોસાયટીના 205 નંબરના ફ્લેટમાંથી પોલીસને 25થી વધુ ખાલી દારૂની પેટીઓ મળી છે.

    આરોપીઓની ધરપકડ બાદ ZEE News સાથેની વાતચીતમાં એક મહિલાએ કહ્યું હતું કે, “હજી આ ઘટનાને 24 કલાક થયા નથી. કાલે આજ સમયે અહિયાં ભયજનક માહોલ હતો કે લોકો અહિયાં મરેલા પડ્યા હોત. પણ 24 કલાકમાં અમને રિઝલ્ટ મળી ગયું. હવે અમને કોઈ ડર નથી.”

    ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ દરમિયાન જ સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા દરેક અસામાજિક તત્વોને ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો.” ત્યારે ઘટનાના 24 કલાક પહેલા કાર્યવાહી થવાથી સંઘવીની આ બાબત સાબિત થતી દેખાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં