વિકાસ ગીરી જધન્ય હત્યાકાંડનું કોકડું મધ્યપ્રદેશ પોલીસે ઉકેલી લીધું છે. જેમાં કટ્ટરવાદી મુસ્લિમ હત્યારા યુનુસ અંસારીએ વિકાસ ગીરીની હત્યા કર્યા બાદ લાશના 80 ટુકડા કર્યા કર્યા હોવાનો ખુલાસો થયો છે. જઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરીમાં દુધમુનિયા જંગલમાં એક વ્યક્તિની લાશના 80 ટુકડાઓમાં મળી આવી હતી. વાસ્તવમાં, રીવા પોલીસે ગુરુવારે 31 વર્ષીય યુનુસ અન્સારીની ધરપકડ કરી હતી, જેણે 21 વર્ષીય કોન્ટ્રાક્ટરની હત્યા કર્યા બાદ તેના શરીરના 80 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા.
મળતી માહિતી મુજબ હત્યામાં પકડાયેલા આરોપી યુનુસ અંસારીએ વિકાસ ગીરીની હત્યા કર્યા બાદ લાશના 80 ટુકડા કર્યા હોવાનો ખુલાસો રીવા પોલીસે કર્યો છે, જો કે અન્ય એક આરોપી, યુનુસ અંસારીના સાળો સિરતાજ મોહમ્મદ હજુ પણ ફરાર છે અને તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર છુઈયા ગામના 21 વર્ષીય વિકાસ ગિરી 2021માં ગુમ થયા હતા. જેઓ વન વિભાગના વૃક્ષારોપણ કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટર હતા. સાથે જ વિકાસના પિતાએ પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
#MadhyaPradesh police solve murder case of Vikas Giri (21), whose remains found in 80 pieces from Dudhmuniya forest in February. He was allegedly killed by his business partner Yunus Ansari (31).https://t.co/NxJJ1Or2iD
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) November 21, 2022
જંગલમાંથી શરીરના અંગો અને આધાર કાર્ડ મળી આવ્યા હતા
રીવાના પોલીસ અધિક્ષક નવનીત ભસીને આ મામલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં દૂધમુનિયા જંગલમાં કેટલાક પશુપાલકોને મૃત શરીરના ટુકડા અને આધાર કાર્ડના ભાગો મળ્યા હતા, તેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. જે પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશના 80થી વધુ ટુકડાઓ શોધી કાઢ્યા હતા.
रीवा में विकास गिरि हत्याकांड का खुलासा, उसके बिजनेस पार्टनर यूनुस गिरी ने की थी हत्या, जंगल से हड्डियों के 80 टुकड़े मिले, जानकारी दे रहे रीवा एसपी नवनीत भसीन @NavbharatTimes #NBTMP pic.twitter.com/R1CndmRAeh
— NBTMadhyapradesh (@NBTMP) November 21, 2022
યુનુસ અન્સારીએ શા માટે કરી હત્યા?
આરોપી યુનુસ અન્સારીએ હત્યાનું કારણ જણાવતા કહ્યું હતું કે તે અને વિકાસ બંને સારા મિત્રો હતા. બંને એકસાથે પ્લાન્ટેશનનો કોન્ટ્રાક્ટ રાખતા હતા. આ સંબંધમાં વિકાસ તેના ઘરે આવતો જતો હતો. જ્યાં વિકાસનું યુનુસની ત્રણ બહેનોમાંની એક પરિણીત બહેન સાથે મિત્રતા થઇ ગઈ હતી.
युनुस अंसारी ने बिजनेस पार्टनर विकास गिरि की हत्या के बाद किए 80 टुकड़े और फेंका जंगल में: मध्य प्रदेश पुलिस ने सुलझाया 9 महीने पहले का मामला https://t.co/B9eC7trXtb
— HinduPost (@hindupost) November 21, 2022
3 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે વિકાસ ગિરી યુનુસના ઘરે દેશી ઈંડા લઈ આવ્યો હતો. ત્યારબાદ, યુનુસ અને તેનો સાળો સરતાજ જંગલમાં ફરવા ગયા હતા. રાત્રે લગભગ 8 વાગ્યે બંને ઘરે પરત ફર્યા ત્યારે વિકાસ તેની 19 વર્ષની મોટી બહેન સાથે જોવા મળ્યો હતો. આ પછી તેઓએ વિકાસના માથા પર લાકડી વડે માર માર્યો હતો, દરમિયાન તેનું મૃત્યું થતા આરોપીઓએ લાશને દોરડાથી બાંધીને જંગલમાં સંતાડી દીધી હતી.