Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆફતાબે આરી વડે કાપ્યાં હતાં શ્રદ્ધાનાં હાડકાં, અન્ય હથિયારો પણ વપરાયાં હોવાની...

    આફતાબે આરી વડે કાપ્યાં હતાં શ્રદ્ધાનાં હાડકાં, અન્ય હથિયારો પણ વપરાયાં હોવાની આશંકા: આ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ દાખલ કરશે દિલ્હી પોલીસ

    પોલીસને છત્તરપુરના જંગલમાંથી શ્રદ્ધાનાં લગભગ 23 જેટલાં હાડકાં મળી આવ્યાં હતાં. જેને એમ્સમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. બુધવારે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને પરત સોંપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    દિલ્હીની હિંદુ યુવતી શ્રદ્ધાના હત્યા કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા ખુલાસા થઇ રહ્યા છે. કેસની તપાસ દરમિયાન મળી આવેલાં શ્રદ્ધાનાં હાડકાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં, જેના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે હત્યા બાદ શ્રદ્ધાના શરીરને આરી વડે કાપવામાં આવ્યું હતું. 

    રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધાનાં હાડકાં ઉપર આરીનાં નિશાન જોવા મળ્યાં છે. જેથી એ બાબતની પુષ્ટિ થઇ છે કે આરોપી આફતાબે આરી વડે જ શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા હોય શકે. જોકે, એક આશંકા એવી પણ છે કે તેણે એકથી વધુ ઓજારો વાપર્યાં હોય શકે. 

    દિલ્હી પોલીસને છત્તરપુરના જંગલમાંથી શ્રદ્ધાનાં લગભગ 23 જેટલાં હાડકાં મળી આવ્યાં હતાં. જેને એમ્સમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. બુધવારે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને પરત સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હાડકાં પર આરીનાં નિશાન જોવા મળ્યાં છે અને કેટલાંક હાડકાં ઉપર ચાકુનાં પણ નિશાન છે. 

    - Advertisement -

    બીજી તરફ, એવું પણ જાણવા મળ્યું છે કે આ કેસમાં દિલ્હી પોલીસ આ મહિનાના અંત સુધીમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. પોલીસ હજુ અમુક રિપોર્ટ્સની રાહ જોઈ રહી છે. જ્યારે પોલિગ્રાફી, નાર્કો અને ડીએનએ રિપોર્ટ્સ મળી ચૂક્યા છે. ચાર્જશીટનો ¾ ભાગ તૈયાર થઇ ચૂક્યો છે. જલ્દીથી જ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. 

    શ્રદ્ધા વલકર નામની હિંદુ યુવતીની હત્યા આફતાબ નામના તેના લિવ-ઈન પાર્ટનરે કરી નાંખી હતી. આ ઘટના ગત મે મહિનામાં બની હતી. હત્યા બાદ અફતાબે શ્રદ્ધાના શરીરના 35 જેટલા ટુકડા કર્યા હતા અને તેનો સંગ્રહ કરવા માટે એક નવું રેફ્રિજરેટર પણ લાવ્યો હતો. 

    ત્યારબાદ સતત 18 દિવસ સુધી આફતાબ દરરોજ થોડા-થોડા ટુકડા નજીકના જંગલમાં ફેંકતો રહ્યો હતો. કોઈને શંકા ન જાય તે માટે તે રાત્રે નીકળતો અને મૃતદેહના ટુકડાઓ ફેંકી આવતો હતો. 

    ઘણા સમયથી શ્રદ્ધાનો કોઈ અતોપતો ન મળતાં તેના પિતા તેને શોધતા દિલ્હી આવ્યા હતા અને અહીં પુત્રી ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ બાદ દિલ્હી પોલીસ આફતાબ સુધી પહોંચી હતી અને ગત નવેમ્બર મહિનામાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે તિહાડ જેલમાં બંધ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં