Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆફતાબે શ્રદ્ધાના ટુકડા કર્યા બાદ ચહેરો પણ સળગાવી દીધો હતો, ટુકડા ધોઈને...

    આફતાબે શ્રદ્ધાના ટુકડા કર્યા બાદ ચહેરો પણ સળગાવી દીધો હતો, ટુકડા ધોઈને બિયર પીને ફિલ્મ જોઈ હતી: પાણીના બિલે કેવી રીતે કર્યો મોટો ખુલાસો? 

    આફતાબે પહેલાં શ્રદ્ધાના મૃતદેહના 35 જેટલા ટુકડા કર્યા હતા અને ત્યારબાદ તેના ચહેરાને એ રીતે સળગાવી દીધો હતો કે કદાચ ટુકડા મળી જાય તોપણ તે કોના છે તે જાણી શકાય નહીં. 

    - Advertisement -

    હિંદુ યુવતી શ્રદ્ધા હત્યા કેસ મામલે હત્યારા આફતાબ આમીન પુનાવાલાની ધરપકડ બાદ એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે, ઓળખ છતી ન થાય તે માટે આફતાબે હત્યા કરીને  મૃતદેહના ટુકડા કર્યા બાદ શ્રદ્ધાનો ચહેરો સળગાવી દીધો હતો. બીજી તરફ, હત્યા સમયે શ્રદ્ધા ગર્ભવતી હોવા અંગે પણ સવાલો સર્જાયા છે. 

    દિલ્હી પોલીસના સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી ANIના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આફતાબે પહેલાં શ્રદ્ધાના મૃતદેહના 35 જેટલા ટુકડા કર્યા હતા અને ત્યારબાદ તેના ચહેરાને એ રીતે સળગાવી દીધો હતો કે કદાચ ટુકડા મળી જાય તોપણ તે કોના છે તે જાણી શકાય નહીં. 

    શ્રદ્ધા હત્યા કેસ મામલે અન્ય એક અહેવાલ જણાવે છે કે, પૂછપરછમાં આફતાબે જણાવ્યું હતું કે શ્રદ્ધાની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરવામાં તેણે દસ કલાકનો સમય લગાડ્યો હતો. વચ્ચે થાકી ગયો તો તેણે આરામ પણ કર્યો અને બિયર અને સિગરેટ પણ પીધાં હતાં. ત્યારબાદ ટુકડાને પાણીથી ધોઈને ઓનલાઇન ભોજન મંગાવ્યું હતું અને ત્યારબાદ નેટફ્લિક્સ પર ફિલ્મ પણ જોઈ હતી. 

    - Advertisement -

    એટલું જ નહીં, પરંતુ હત્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવા માટે ઈન્ટરનેટ પર સર્ચિંગ પણ કર્યું હતું અને હત્યા બાદ ફર્શ પરથી ડાઘ સાફ કરવા માટે કેમિકલ અને બ્લીચ પાવડર પણ વાપર્યા હતા. 

    રિપોર્ટ્સ એમ પણ જણાવી રહ્યા છે કે, તપાસ દરમિયાન આફતાબના ફ્લેટનું પાણીનું બિલ 300 રૂપિયાથી વધી ગયું હતું, જ્યારે આસપાસના ફ્લેટનું બિલ શૂન્ય આવતું હતું. દિલ્હી સરકાર 20,000 લિટર સુધી પાણી મફત આપે છે. જેથી આવા સંજોગોમાં પાણીનું બિલ આવવું અનેક શંકા જન્માવે છે.

    પોલીસને આશંકા છે કે આફતાબે આ વધારાના પાણીનો ઉપયોગ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા સાફ કરવા અને ધોવા માટે કર્યો હોવો જોઈએ. હાલ આ દિશામાં તપાસ ચાલી રહી છે. 

    બીજી તરફ, જે યુવતીની હત્યા થઇ તે શ્રદ્ધા વૉકર હત્યા સમયે ગર્ભવતી હોવાની અટકળોને વેગ મળ્યો છે. પોલીસ હવે આ એંગલથી પણ તપાસ કરી રહી છે. દરમ્યાન, રિપબ્લિક વર્લ્ડે 18 મે 2022ની શ્રદ્ધાની ચેટને લઈને આ પ્રકારનો દાવો કર્યો છે. જાણવું જરૂરી છે કે આ જ દિવસે શ્રદ્ધાની હત્યા થઇ હતી. 

    NBT ના એક રિપોર્ટ અનુસાર, પોલીસને આશંકા છે પરંતુ હજુ સુધી અધિકારીક પુષ્ટિ થઇ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાડકાંઓ પરથી આ અંગે જાણવું બહુ કઠિન છે. શ્રદ્ધાના મોબાઈલ, ચેટ અને તબીબી પ્રિસ્ક્રિપ્શન પરથી જ આ જાણી શકાશે. 

    રિપબ્લિક વર્લ્ડના રિપોર્ટ અનુસાર, 18 મેના રોજ શ્રદ્ધાએ તેની મિત્રને સાંજે 4:34 વાગ્યે એક મેસેજ કર્યો હતો અને એમાં કહ્યું હતું કે, તેની પાસે કહેવા માટે સમાચાર છે, પરંતુ હાલ તે કોઈક કારણોસર બહુ વ્યસ્ત છે. ત્યારબાદ સાંજે 6:29 વાગ્યે તેની મિત્રે વળતો સવાલ કર્યો પરંતુ પછી શ્રદ્ધાએ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેણે સપ્ટેમ્બરમાં પણ પૂછ્યું હતું પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. 

    (તસ્વીર: Republic)

    અન્ય એક રિપોર્ટમાં મરાઠી અભિનેત્રી સંગીતા પાટીલ અને સાગરિકા સોના સુમનના હવાલે જણાવાવમાં આવ્યું છે કે, શ્રદ્ધા લગભગ એક વર્ષ પહેલાં ગર્ભવતી થઇ હતી અને આફતાબ સાથે લગ્ન કરી બાળકને પિતાનું નામ આપવા માંગતી હતી. જોકે, આફતાબ બાળક ઈચ્છતો ન હતો અને    શ્રદ્ધાને ગર્ભપાત કરાવવા માટે કહેતો હતો. કથિત રીતે શ્રદ્ધાએ આ વાત મુંબઈના જુહુ બીચ પર એક સફાઈ કેમ્પેઈન દરમિયાન કહી હતી. 

    પોલીસે પુષ્ટિ કરી છે કે શ્રદ્ધાની હત્યા 18 મેના રોજ રાત્રે 8 થી 10ની વચ્ચે થઇ જશે. હત્યા કર્યા બાદ આફતાબ એક ફ્રિજ લાવ્યો હતો, જેમાં મૃતદેહના ટુકડા ભરી દીધા હતા. ત્યારબાદ 18 દિવસ સુધી તે રાત્રે 2 વાગ્યે નીકળીને દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં ટુકડા ફેંકી આવતો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં