Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 280 થી વધારે લોકોનાં મોત; પાકિસ્તાન અને મલેશિયામાં...

    અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 280 થી વધારે લોકોનાં મોત; પાકિસ્તાન અને મલેશિયામાં પણ ભૂકંપના આંચકા

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે મલેશિયાના કેટલાક ભાગમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાજધાની ક્વાલાલંપુરથી 561 કિલોમીટર પશ્ચિમ તરફ હતું.

    - Advertisement -

    અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી ભારે નુકસાનના સમાચાર છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ઓછામાં ઓછા 280 લોકોના મોતના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા જોતા મોતના આંકડા વધી પણ શકે છે.

    યુ.એસ. જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે રાજધાની કાબુલની દક્ષિણે ખોસ્ટ શહેરની નજીક તેનું કેન્દ્રબિંદુ બુધવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

    સ્થાનિક બખ્તર સમાચાર એજન્સી અનુસાર, પક્તિકા પ્રાંતના બરમાલા, ઝિરુક, નાકા અને ગાયન જિલ્લામાં ઓછામાં ઓછા 280 લોકો માર્યા ગયા અને સેંકડો લોકો ઘાયલ થયા. બચાવ ટુકડીઓને હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે.

    - Advertisement -

    ઇમરજન્સી એજન્સીઓને મદદની અપીલ

    સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટ કર્યું કે દુર્ભાગ્યથી કાલે રાત્રે (સ્થાનીય સમય પ્રમાણે) પક્તિકા પ્રાંતના ચાર જિલ્લામાં ભીષણ ભૂકંપ આવ્યો છે. જેમાં અમારા સેંકડો દેશવાસી માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા છે. ઘણા ઘરો તબાહ થઇ ગયા છે. અમે બધી ઇમરજન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે આગળની તબાહીને રોકવા માટે આ વિસ્તારમાં ટીમો મોકલે.

    પાકિસ્તાનમાં પણ ભૂકંપ અનુભવાયો

    પાકિસ્તાનમાં પણ 6.1ની તીવ્રતાના ભૂકંપના સમાચાર છે. જોકે ત્યાં હાલ કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિયો ન્યૂઝના મતે બુધવારે સવારે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના કેટલાક ભાગમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, મુલતાન, ભાકર, ફલિયા, પેશાવર, મલકંદ, સ્વાત, બુનેર સહિત ઘણા સ્થળો પર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

    મલેશિયામાં પણ ભૂકંપનો આંચકો

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે મલેશિયાના કેટલાક ભાગમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાજધાની ક્વાલાલંપુરથી 561 કિલોમીટર પશ્ચિમ તરફ હતું

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં