Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ14 દિવસ પહેલાં ટ્વિટમાં જે યુવકને કહ્યો હતો ‘ભાઈ’, તેની સાથે કોર્ટ...

    14 દિવસ પહેલાં ટ્વિટમાં જે યુવકને કહ્યો હતો ‘ભાઈ’, તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હોવાની સ્વરા ભાસ્કરની જાહેરાત: સમાજવાદી પાર્ટી નેતા ફહાદ અહમદ સાથે પરણી અભિનેત્રી

    સ્વરા ભાસ્કરે ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને ફહાદ અહમદ સાથે લગ્નની જાણકારી આપી હતી.

    - Advertisement -

    ‘અભિનેત્રી’ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે લગ્ન કરી લીધાં છે. અભિનેત્રીએ આ બાબતની જાણ પોતાના ટ્વિટર અકાઉન્ટ મારફતે આપી હતી. 

    સ્વરા ભાસ્કરે ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને ફહાદ અહમદ સાથે લગ્નની જાણકારી આપી હતી. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ગત 6 જાન્યુઆરીએ જ બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર કરાવીને કોર્ટ મેરેજ કરી લીધાં હતાં. પરંતુ જાહેરાત આજે કરી હતી. 

    સ્વરાએ પોસ્ટ કરેલા વિડીયોના બંને વચ્ચે કઈ રીતે મુલાકાત થઇ તે જણાવવામાં આવ્યું હતું. વિડીયોમાં બંનેની કેટલીક ક્લિપ્સ પણ જોવા મળે છે જ્યારે તેમણે CAA વિરોધ સહિતનાં આંદોલનોમાં ભાષણો આપ્યાં હતાં. 

    - Advertisement -

    ફહાદ અહમદ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર યુનિટની યુથ વિંગનો પ્રમુખ છે. તે પોતાને પોલિટિકલ એક્ટિવિસ્ટ તરીકે પણ ગણાવે છે. વર્ષ 2022માં તે સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો અને હાલ પાર્ટીની યુથ વિંગ યુવજન સભાનો મહારાષ્ટ્રનો પ્રમુખ છે. 

    અભિનેત્રી સ્વરા ભાસ્કરે લગ્ન કરી લીધાં બાદ તેમનું તાજેતરનું એક અન્ય ટ્વિટ પણ ચર્ચામાં છે. ગત 2 ફેબ્રુઆરીએ સ્વરાએ પતિ ફહાદ સાથે એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું, જેમાં તેને ‘ભાઈ’ કહીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. 

    અભિનેત્રી સ્વરા ભાસ્કર સિનેમાના પડદે ઓછી અને ટ્વિટર ઉપર વધુ જોવા મળે છે. રાજકીય અને સામાજિક મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર પોતાના વિચારો કરતી અભિનેત્રી પોતાના વામપંથ તરફી વિચારોના કારણે અવારનવાર ચર્ચા અને વિવાદોમાં રહેતી હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં