Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદના પ્રથમ ત્રણ ઓપીનીયન પોલમાં ભાજપને મોટી બહુમતી; કોંગ્રેસ...

  ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદના પ્રથમ ત્રણ ઓપીનીયન પોલમાં ભાજપને મોટી બહુમતી; કોંગ્રેસ વધુ સંકોચાશે

  ગઈકાલે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ ABP C-Voter, Times Now Navbharat Times ETG અને સ્થાનિક ન્યુઝ ચેનલ Zee 24 Kalak દ્વારા ઓપીનીયન પોલ જાહેર કરવામાં આવ્યાં હતાં.

  - Advertisement -

  ગઈકાલે બપોરે કેન્દ્રીય ચૂંટણી કમિશને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીની ઘોષણા કરી દીધી હતી. આ ઘોષણા બાદ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે તેની શક્યતા દર્શાવતા ઓપીનીયન પોલ જાહેર થઇ ગયા છે.

  આમ તો ગુજરાતમાં પહેલાં ચરણનું મતદાન થાય તેમાં હજી લગભગ 25 દિવસ બાકી છે પરંતુ આ પ્રકારના ઓપીનીયન પોલ મતદાન કઈ દિશામાં થશે તેનો નિર્દેશ જરૂર કરે છે. ગઈકાલે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ ABP C-Voter, Times Now Navbharat Times ETG અને સ્થાનિક ન્યુઝ ચેનલ Zee 24 Kalak દ્વારા ઓપીનીયન પોલ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ત્રણેય ઓપીનીયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સરકાર બનાવવા જઈ રહી છે અને એ પણ વિશાળ બહુમતી સાથે.

  ABP C-Voter ના એક આકલન અનુસાર આ વખતે ભાજપને ગુજરાતમાં 45.4% મત મળશે જે 2017નાં 49.1% કરતાં 3.7% ઓછા છે. જ્યારે કોંગ્રેસને 29.1% મત મળશે જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં 12.4% જેટલાં ઓછા હશે. આ ઓપીનીયન પોલ પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જો સહુથી વધુ ફાયદો થશે તો તે આમ આદમી પાર્ટીને થશે જે તેના આકલન અનુસાર ગુજરાતમાં 20.2% જેટલો વોટ શેર લઇ જશે.

  - Advertisement -

  હવે જો આ મતદાનની ટકાવારીને બેઠકોમાં પરિવર્તિત કરવામાં આવે તો ABP C-Voter કહે છે કે આ ચૂંટણીમાં ભાજપને 135 બેઠકો મળશે જે 2017ની 99 બેઠકો કરતાં 36 વધુ હશે. કોંગ્રેસને ગત ચૂંટણીમાં 77 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તેને એ સંખ્યાની અડધાથી પણ ઓછી એટલેકે 35 બેઠકોથી જ સંતોષ માનવો પડશે. જ્યારે આમ આદમી પાર્ટીને 11 બેઠકો મળશે અને અન્યો અને અપક્ષોને 1 બેઠક મળી શકે છે જે 2017 કરતાં 5 ઓછી હશે.

  Times Now Navbharat Times ETG દ્વારા કરાવવામાં આવેલા એક અન્ય ઓપીનીયન પોલમાં કયા પક્ષને કેટલા મત મળશે તેમજ કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેનો ખુલાસ કરવામાં આવ્યો છે પોલ અનુસાર ભાજપને 45% વોટ શેર સાથે 125 થી 130 બેઠકો, કોંગ્રેસને 21% મત સાથે 25 થી 33 બેઠકો, આમ આદમી પાર્ટીને 29% વોટ સાથે 20 થી 24 બેઠકો અને અન્ય તેમજ અપક્ષોને 5% મત સાથે 2 થી 4 બેઠકો મળી શકે છે.  

  ગુજરાતી ન્યુઝ ચેનલ Zee 24 Kalak દ્વારા પણ એક સરવે કરવામાં આવ્યો હતો અને ચેનલનો દાવો છે કે સતત બે મહિના ચાલેલા આ સર્વેમાં 2 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ સરવેના તારણ અનુસાર ગુજરાતમાં ભાજપને 49.5% મત મળવા જઈ રહ્યાં છે જે તેને 124 થી 139 બેઠકો આપશે. કોંગ્રેસને 35.30% મત મળશે જે તેને 42 થી 51 બેઠકો મેળવી આપશે જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 8.9% મતથી જ સંતોષ માનવો પડશે જેના કારણે તેને વધુમાં વધુ 3 બેઠકો મળી શકે તેમ છે.

  ચેનલના જણાવ્યા પ્રમાણે તેમણે આ સરવેમાં ભાગ લઇ રહેલાં લોકોને નામોની યાદી આપ્યા વગર જ પસંદગીના મુખ્યમંત્રીનું નામ આપવાનું કહ્યું હતું તો હાલના મુખ્ય્મ્નાત્રી ભુપેન્દ્ર પટેલને 45% લોકોએ રાજ્યના અગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતાં. ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને આ સરવે અનુસાર 23.63% લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા હતાં અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને 19.2% લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતાં.

  ઑપઇન્ડિયાએ ગત મહીને કરેલા આકલન અનુસાર આ વખતે ગુજરાતમાં ભાજપને 120થી ઓછી બેઠકો મળે તેવી શક્યતાઓ ખુબ ઓછી છે. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમાં યોગ્ય વિપક્ષની ઉણપ હોવાથી આ વખતે ભાજપનો આંકડો 150 સુધી પહોંચે તો પણ આશ્ચર્યજનક નહીં હોય તેમ એ આકલનમાં જણાવવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં