ગુજરાતની અગામી વિધાનસભા ચૂંટણીઓના પ્રચાર માટે રાજકીય પક્ષો અવનવી તરકીબો અપનાવીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતા હોય છે, આવું જ કઈક કર્યું છે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ, થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે એક સભા દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની 5 સીટો પણ માંડ આવશે તેવી લેખિતમાં આપવાની “મૌખિક” વાત કરી હતી. જેના જવાબમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોરા કાગળ પર લેખિતમાં આપ્યું છે કે આ ચૂંટણી તમારા સુપડા સાફ થઇ જશે અને AAPનું ખાતું પણ નહી ખુલે. નેતાઓના આ નવા કીમિયા જોઈ હાલ તો લોકો રમુજ માણી રહ્યા છે.
વાસ્તવમાં થોડા સમય આગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને લઈને દાવો કર્યો હતો કે અગામી ચૂંટણીમાં કોંગ્રેસ મોટા માર્જીનથી હારવાની છે, તેમણે કહ્યું હતું કે, “હું લેખિતમાં આપી શકું છું કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને 5 સીટથી વધુ નથી આવવાની, અને AAP બહુમતી સાથે ગુજરાતમાં પોતાની સરકાર સ્થાપશે.” જેના જવાબમાં કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે, કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોરા કાગળ પર લેખિતમાં આપ્યું છે કે આ ચૂંટણી તમારા સુપડા સાફ થઇ જશે અને AAPનું ખાતું પણ નહી ખુલે. હાલ શર્માનો આ વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે.
સરકાર બનાવવાનો દાવો કરનારી ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક પણ સીટ નહીં જીતી શકે આ અમે લેખિતમાં આપીએ છીએ. કેમ કે AAP કોંગ્રેસના વોટ કાપી ભાજપને ફાયદો પહોંચાડવા માટે જ ગુજરાત આવી છે. : શ્રી @RaghusharmaINC જી pic.twitter.com/S62dbNMXaa
— Gujarat Congress (@INCGujarat) November 24, 2022
આ વિડીયોમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કહી રહ્યા છે કે, “હું ડૉ રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપું છું કે, તમારી પાર્ટીની ગુજરાતમાં એકપણ સીટ નહીં આવે. તમે ભાજપની બી ટીમ છો. કેજરીવાલજી આપનું ગુજરાતમાં ખાતુ પણ નહીં ખુલે. કેજરીવાલજી હું તમને લેખિત પણ ચેલેન્જ આપું છે કે, ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવે…”
મજાની વાત તો તે છે કે ગુજરાતની જનતાને રીઝવવા અને પોતાના પક્ષને જીતાડવા માટે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને AAPના કેજરીવાલ બંનેને ગુજરાતી ન આવડતું હોવા છતાં ગુજરાતનો જંગ ખેલવા ગુજરાતીમાં જ વાકયુદ્ધ કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અગાઉ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસેની હાર થશે તેવું નિવેદન પણ અરવિંદ કેજરીવાલ આપી ચુક્યા હતા. જેને લઈને આજે રઘુ શર્માએ પણ ગુજરાતી ભાષા બોલતા ન આવડતી હોવા છતાં ગુજરાતી ભાષામાં વીડિયો બનાવીને અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપી હતી.
સામ-સામા દાવાઓથી દુર સરવે શું કહે છે?
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામ સામએ પોતાની પાર્ટીની સરકાર બનતી હોવાના દાવાઓ કરી રહ્યા છે, પણ તાજેતરમાં થયેલા સરવે તો કઈક અલગજ મિજાજ બતાવી રહ્યા છે. તાજેતરમાં ટાઈમ્સ નાઉ નવભારતે કરેલા સરવે મુજબ ગુજરાતમાં ભારતીજ જનતાની પ્રચંડ જીત થઇ રહી છે. સરવે અનુસાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 125 થી 131 બેઠકો જીતશે તેવી સંભાવના છે. કોંગ્રેસને ફાળે 29 થી 33 બેઠકો જ્યારે આમ આદમી પાર્ટીને 18 થી 22 બેઠકો મળતી હોવાનું જણાવવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ 38થી 42, કોંગ્રેસ 25થી 29 અને આમ આદમી પાર્ટીને 0 થી 1 બેઠકો મળતી બતાવાઈ છે. ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 જ્યારે હિમાચલમાં 35 છે.
આ પહેલાં એબીપી-સી વોટરનો પણ એક ઓપિનિયન પોલ સામે આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીને 135 થી 143, કોંગ્રેસને 36થી 44 અને આમ આદમી પાર્ટીને 0 થી 2 બેઠકો મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તેવામાં કોંગ્રેસના રઘુ શર્માએ આપેલું લેખિત ફરફરિયું અને અરવિંદ કેજરીવાલે હાથ પછાડીને કરેલા દાવાઓ કેટલા સાચા સાબિત થાય છે તે ચૂંટણીના પરિણામો જણાવશે