વિધાન સભા ચૂંટણીઓ હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો જ દુર છે, તેવામાં આમ આદમી પાર્ટીના વિવાદોની હારમાળા પૂરું થવાનું નામ નથી થઇ રહી. વારંવાર અરવિંદ કેજરીવાલ ગુજરાત ધક્કા ખાઈને આપના વિવાદોના વમળોને શાંત કરવાની કોશિશ કરતા જોવા મળે છે તેવામાં AAP નેતા કનુ ગેડિયાનો સૌરાષ્ટ્રને ગુજરાતથી વિખૂટું પાડવાની ઈચ્છા બતાવતી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થતા AAP ફરી વિવાદોના ચક્રવ્યુહમાં ફસાતી જોવા મળી રહી છે.
વાસ્તવમાં હાલ સેમી બ્લોગીંગ સાઈટ ટ્વીટર પર AAP નેતા કનુ ગેડિયાના ટ્વીટનો એક સ્ક્રીનશોટ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કનુ ગેડિયા દ્વારા તથાકથિત રીતે લખાયેલું છે કે “મારા મતે સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પરિવર્તન જરૂરી છે. સૌરાષ્ટ્ર – એક અલગ રાજ્ય…” આ પોસ્ટમાં આગળ ભૂતકાળમાં ભાગલા પડેલા ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણાના નામ ઉદાહરણના રૂપે લખવામાં આવ્યાં છે.
આ સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં ગુજરાતીઓ રોષે ભરાયા હોવાનું નજરે પડી રહ્યું છે. લોકો આમ આદમી પાર્ટી અને તેમના નેતા કનુ ગેડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે, તેમાંથી કેટલાક યુઝર્સની પ્રતિક્રિયાઓ અમે અહી ટાંકી રહ્યા છીએ.
કૃણાલ પટેલ નામના યુઝર કનુ ગેડિયાના નામ વાળા આ સ્ક્રીનશોટને ટ્વીટર પર શેર કરીને AAP પર ખુબ આક્રમક વલણ દાખવ્યું હતું, પોતાની પોસ્ટમાં આમ આદમી પાર્ટી, ગોપાલ ઈટાલીયા, અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદિયાને ટાંકીને તેઓ લખે છે કે “નીચ આપિયા જૂઓ ગુજરાતને બે ટુકડામાં તોડવાની વાત કરે છે. મને લાગે છે ઈશુ અને ગોપુના ઝઘડાનું સોલ્યુશન કેજરીવાલે એવી રીતે આપ્યું હશે કે બે ટુકડો કરી દઈએ પછી બંન્ને ને એક એક સોંપી દઈશુ.
નીચ આપિયા જૂઓ…🤬
— Krunal Patel (@KrunalPatel1981) September 27, 2022
ગુજરાતને બે ટુકડામાં તોડવાની વાત કરે છે. 😡
મને લાગે છે ઈશુ અને ગોપુના ઝઘડાનું સોલ્યુશન કેજરીવાલે એવી રીતે આપ્યું હશે કે બે ટુકડો કરી દઈએ પછી બંન્ને ને એક એક સોંપી દઈશુ.@AapKaGopalRai @msisodia @ArvindKejriwal @kanugedia @AamAadmiParty @SanjayAzadSln @AAPDelhi pic.twitter.com/KGnXKHg20I
અન્ય એક પંકજ સાવલિયા નામના યુઝર ગોપાલ ઈટાલીયાએ એક નેતાને આપેલા જવાબમાં ગોપાલ ઈટાલીયાને અવળે હાથે લેતા નજરે પડે છે, તેઓ પોતાના ટ્વીટમાં લખે છે કે “તમારા નેતા કનું ગેડિયા ની પોસ્ટ માં પણ કોમેન્ટ આપો ગોપાલભાઈ , બીજા ની પોસ્ટ માં થુકવાની ટેવ તો બોવ છે.”
તમારા નેતા કનું ગેડિયા ની પોસ્ટ માં પણ કોમેન્ટ આપો ગોપાલભાઈ , બીજા ની પોસ્ટ માં થુકવાની ટેવ તો બોવ છે. pic.twitter.com/UgTPkfTysd
— Pankaj Savaliya (@PankajSavaliy87) September 27, 2022
કનુ ગેડિયાના નામનો સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ ભાજપ આઈટી સેલ પણ હરકતમાં આવ્યું હોવાનું નજરે પડે છે, ભાજપના મનન દાણીએ આમ આદમી પાર્ટીને આ સ્ક્રીનશોટના માધ્યમથી ઘેરવાની કોશિશ કરી હતી, તેમણે AAP ને ઘેરતા પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે “ટુકડે ટુકડે ગેંગના સમર્થક કેજરીવાલ સત્તાની લાલસામાં આ ગેંગ ગુજરાતમાં સક્રિય કરી અને રાજ્યને અસ્થિર કરવા માંગે છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ગુજરાતના બે ટુકડા કરવાની માંગ કરી.”
ટુકડે ટુકડે ગેંગના સમર્થક કેજરીવાલ
— Manan Dani (@MananDaniBJP) September 27, 2022
સત્તાની લાલસામાં આ ગેંગ ગુજરાતમાં સક્રિય કરી અને રાજ્યને અસ્થિર કરવા માંગે છે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ગુજરાતના બે ટુકડા કરવાની માંગ કરી.@abpasmitatv @tv9gujarati @bbcnewsgujarati @sandeshnews @GSTV pic.twitter.com/QEUyA2iAxx
મનન દાણીએ કરેલી ટ્વીટના જવાબમાં પણ કેટલાક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, આ જ શ્રેણીમાં જાગૃતિ C નામના યુઝર લખે છે કે ” જો કેજરીવાલ ગુજરાતના ભાગલા પાડવા જશે તો તેઓ ચોક્કસથી ગુજરાતમાં હારશે, કારણકે સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતના અવિભાજ્ય અંગ હતા, છે, અને રહેશે જ”
If kejriwal is going to divide gujarat then definitely he will completely lose in Gujarat.
— Jagruti C. views are personal. proud Indian 🇮🇳 (@cjagruti319) September 27, 2022
Because Saurashtra n Kutch r the part of Gujarat.. and it will be the same..
આ શ્રેણીમાં જ આગળ લગધીર રબારી નામના યુઝર આમ આદમી પાર્ટી અને કેજરીવાલને ખાલિસ્તાની માનસિકતા સાથે સરખાવતા લખે છે કે, “ખાલિસ્તાની મોડેલ લાગે છે, ગુજરાત ની પથારી ફેરવવા આવ્યાં છે આ લોકો”
ખાલિસ્તાની મોડેલ લાગે છે, ગુજરાત ની પથારી ફેરવવા આવ્યાં છે આ લોકો
— Lagdhir Rabari (@LagdhirRabari1) September 27, 2022
અન્ય એક રાષ્ટ્રદૂત નામનું હેન્ડલ આ શ્રેણીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા વક્ફ બોર્ડને સમર્થન આપીને એક ખ્યાતનામ ઉધ્યોગકારના ઘરને તોડી પડવાની પેરવી કરતા વાયરલ વિડીયોને શેર કરીને અરવિંદ કેજ્રીવાલની હિંદુ વિરોધી માનસિકતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
— राष्टदूत (@Blackperl_89) September 27, 2022
અમે વાયરલ થઇ રહેલા આ સ્ક્રીનશોટ બાબતે AAP નેતા કનુ ગેડિયાનો ટેલીફોનીક સંપર્ક કર્યો, અને અમારી આશા બહાર તેમણે ફોન ઉપાડ્યો પણ ખરો, પણ આ પોસ્ટ અને પોસ્ટ વાયરલ થયા બાદ સર્જાયેલા વિવાદો વિષે પૂછતાં તેમણે આ પ્રકારની પોસ્ટ કર્યું હોવાનું નકારી કાઢ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓ અટપટા કામ કરીને વિવાદોની પાઘડીઓ પહેરતા જોવા મળી રહ્યા છે, તેમના દ્વારા ફેલાયેલા રાય્તાને સાફ કરવા AAP સુપ્રિમો દિલ્હીના આમ આદમી અરવિંદ કેજરીવાલને ખાનગી ચાર્ટર પ્લેનમાં બેસીને લાખો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં ધક્કા ખાવા પડે છે. તેવામાં જન્મેલા આ નવા વિવાદને જોતા અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી ગુજરાતીઓને ગુજરાતની અખંડીતતા જાળવી રાખવાનું ગેરેંટી કાર્ડ આપે છે કે કેમ તે પણ જોવું રહ્યું.