Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સાથીઓ ઉર્જાથી કામ નથી કરી રહ્યા, મારા માટે દુઃખદ બાબત’: પાર્ટીના વોટ્સએપ...

    ‘સાથીઓ ઉર્જાથી કામ નથી કરી રહ્યા, મારા માટે દુઃખદ બાબત’: પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં ‘ગોપાલ ઇટાલિયા’એ ઠાલવી હૈયાવરાળ, કથિત સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ 

    એક દિવસ પહેલાં જ કતારગામ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના કાર્યકર રાજુ દિયોરા અને અન્યોએ ગોપાલ ઇટાલિયાને આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા અને કહ્યું કે તેઓ કાર્યકરોનું સાંભળતા પણ નથી.

    - Advertisement -

    કતારગામ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે કાર્યકરોએ મોરચો માંડ્યાના સમાચાર સામે આવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ શૅર થઇ રહ્યો છે. જેમાં પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં ‘ગોપાલ ઇટાલિયા’ કાર્યકર્તાઓ કામ ન કરી રહ્યા હોવાની હૈયાવરાળ ઠાલવતા જોવા મળે છે. 

    આ સ્ક્રીનશોટ ‘કતારગામ સંકલન કમિટી’ નામના વોટ્સએપ ગ્રુપનો છે. જેમાં ત્રણ યુઝરો વચ્ચેની વાતચીત જોવા મળે છે. જેમાંથી એક નામ ‘ગોપાલ ઇટાલિયા’ પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર યુઝરો માની રહ્યા છે કે આ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કતારગામ બેઠક પરના ઉમેદવાર જ છે. જોકે, ઑપઇન્ડિયા સ્વતંત્ર રીતે આ બાબતની પુષ્ટિ કરી શક્યું નથી.

    @RWGujarat હેન્ડલ ધરાવતા યુઝરે આ સ્ક્રીનશોટ અપલોડ કરીને લખ્યું કે, ‘ગોપાલ ઇટાલિયાપી વોટ્સએપ યુનિવર્સીટીમાં પીડા છલકી. પોતાની સીટ પણ હારી રહ્યા છે.’

    - Advertisement -

    સ્ક્રીનશોટ અનુસાર, ગોપાલ ઇટાલિયા લખે છે કે, ‘અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે મોટાભાગના સાથીઓ પૂરી ઉર્જાથી કામ નથી કરી રહ્યા. જે કામ કરી રહ્યા છે તે કરે છે અને બાકીના મિત્રો કામ ન કરવા માટેના કારણો શોધી રહ્યા છે.’ તેઓ આગળ લખે છે કે, ‘મારા માટે ખૂબ દુઃખદ બાબત છે, પણ કાંઈ નહીં, થોડો વધુ સંઘર્ષ કરીશ. છેલ્લે તેઓ ‘ઈશ્વર સૌને સુખી રાખે’ તેમ કહે છે. 

    ત્યારબાદ અલ્કેશ કણસાગરા નામના યુઝર ગોપાલ ઇટાલિયાના મેસેજને ક્વોટ કરીને દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે, ગોપાલભાઈને આવું દુઃખ સાથે કહેવું પડે તો કતારગામની ટીમને દુઃખ સાથે વિચારવું પડે. તેઓ એમ પણ લખે છે કે, તેઓ રાત-દિવસ એક કરવા માટે તૈયાર છે. 

    જોકે, ત્યારબાદ ધર્મેશ મકવાણા નામના યુઝર તેમને ક્વોટ કરીને કહે છે કે, ‘તમે બે દિવસથી દેખાતા નથી, પહેલાં એનું કંઈ કરો.’ 

    આમ આદમી પાર્ટીના ગ્રુપનો આ સંવાદ સોશિયલ મીડિયામાં લીક થઇ ગયો હતો. જોકે, આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ઑપઇન્ડિયાએ અલ્કેશ કણસાગરાનો સંપર્ક કર્યો તો તેમણે આ સ્ક્રીનશોટ એડિટેડ હોવાનું ગણાવ્યું હતું. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે કાર્યકરોમાં નારાજગી હતી પરંતુ કહ્યું કે, તેનું સમાધાન કરી દેવામાં આવ્યું છે. 

    આ સ્ક્રીનશોટ કોણે લીધો હતો અને કઈ રીતે વાયરલ થયો તેની જાણકારી મળી શકી નથી. 

    ઉલ્લેખનીય છે કે શનિવારે (20 નવેમ્બર 2022) કતારગામ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના કાર્યકર રાજુ દિયોરા અને અન્યોએ ગોપાલ ઇટાલિયાને આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા અને કહ્યું કે તેઓ કાર્યકરોનું સાંભળતા પણ નથી. 

    કાર્યકરોએ એમ પણ કહ્યું હતું કે, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 90 ટકા બેઠકો પર અન્યાય કરવામાં આવ્યો છે. ઉપરાંત, તેમણે આજે નારાજ કાર્યકર્તાઓનું એક સંમેલન યોજવા માટેની પણ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક જીતવા દેશે નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં