Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: અડધી રાત્રે નિર્વસ્ત્ર અવસ્થામાં ફરતી મહિલા બની ભયનું કારણ, CCTVમાં લોકોનાં...

    યુપી: અડધી રાત્રે નિર્વસ્ત્ર અવસ્થામાં ફરતી મહિલા બની ભયનું કારણ, CCTVમાં લોકોનાં ઘરના દરવાજા ખખડાવતી જોવા મળી- વિડીયો વાયરલ

    આ વીડિયો આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. લોકોમાં ગભરાટનું વાતાવરણ છે, તેમને ખબર નથી કે આ મહિલા કોણ છે, તે ક્યાંથી આવી છે અને ક્યાં ગઈ હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના રામપુરમાં શિયાળાની સૂમસામ રાત્રિમાં એક મહિલા રસ્તા અને ગલીઓમાં નિર્વસ્ત્ર અવસ્થામાં ચાલતી હોય તેવા વીડિયોએ લોકોમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે. અડધી રાત્રે નિર્વસ્ત્ર ફરતી આ મહિલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે, જેમાં આ તે ઘરની બહાર જઇને કોઈના ઘરનો દરવાજો ખખડાવતી જોવા મળી રહી છે. આ વીડિયો રામપુરના દૂધ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જે વસ્તીમાં રહેતા લોકોના ઘરમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. કોઈને ખબર નથી કે આ સ્ત્રી ક્યાંથી આવી, ક્યાં ગઈ.

    અહેવાલો અનુસાર નિર્વસ્ત્ર ફરતી મહિલાનો વિડીયો મિલક નગરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેમાં શિયાળાની નિર્જન રાતમાં એક મહિલા પોતાના વાળ ખુલ્લા રાખીને ગલીઓમાં નિર્વસ્ત્ર અવસ્થામાં ચાલતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે 1થી 3 વાગ્યાની વચ્ચે લોકોના ઘરની ડોરબેલ વગાડે છે, પરંતુ ડરના માર્યા કોઇ દરવાજો નથી ખોલી રહ્યા.

    આ વીડિયો આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. લોકોમાં ગભરાટનું વાતાવરણ છે, તેમને ખબર નથી કે આ મહિલા કોણ છે, તે ક્યાંથી આવી છે અને ક્યાં ગઈ હતી. તે રાત્રે કપડાં વગર કેમ ફરે છે? હાલ તો આ સમગ્ર બાબત પોલીસ માટે પણ ગાઢ રહસ્ય બનીને રહી ગઇ છે. હાલ પોલીસ પણ આ રહસ્યને ઉકેલવાની પૂરી કોશિશ કરી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ મહિલાની નજરમાં આવે તો તેની મદદ કરે. હાલ સમગ્ર વિસ્તારમાં નિર્વસ્ત્ર અવસ્થામાં ફરતી મહિલાનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

    - Advertisement -

    પોલીસે મહિલાની મદદ માટે અપીલ કરી

    અહેવાલો મુજબ મિલક નગરના સર્કલ ઓફિસર રવિ ખોકરે જણાવ્યું હતું કે, “જો કોઇ આવી મહિલાને જુએ તો સૌ પ્રથમ તો તેને માનવતાની દ્રષ્ટીએ તેની મદદ કરો અને કપડાં પહેરવો. આ મહિલા સાથે ગેરવર્તણૂંક ન કરો અને તાત્કાલિક 112 પર પોલીસને બોલાવો અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા મારી ઓફિસને જાણ કરો જેથી આગળની કાર્યવાહી થઈ શકે.”

    મહિલાએ ઘરની ડોરબેલ વગાડી હોવાના મામલે મળેલી ફરિયાદ પર સર્કલ ઓફિસર રવિ ખોકરે એમ પણ જણાવ્યું કે, “29-30 જાન્યુઆરીની રાતનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક ઘરની સામે એક નિર્વસ્ત્ર મહિલા એક ઘરની ડોરબેલ વગાડે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. હવે આ મહિલા શું ઇચ્છે છે તેની તપાસ તમામ ટેકનિકલ પદ્ધતિઓની મદદથી કરવામાં આવી રહી છે. આખા શહેરના સીસીટીવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે, તે ક્યાંથી આવી હતી અને ક્યાં ગઈ હતી, તેના પર નજર રાખવામાં આવી રહી છે, જેથી બધું જ સ્પષ્ટ થઈ શકે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં