મોહમ્મદ તન્વીર નામના કહેવાતા મુસ્લિમ પત્રકારે ટ્રેનમાં ભજન ગાતા હિંદુઓની તુલના મુજરા સાથે કરી હતી. તેની આ ટીપ્પણી બાદ અન્ય લોકો પણ સોશિયલ મીડિયા પર તન્વીર સાથે જોડાયા હતા. જેઓએ ‘ભજન’ અને ‘જાહેર સ્થળોએ નમાઝ’ વચ્ચે ખોટી તુલના કરવાનું શરૂ કર્યું હતું. તનવીરે પોતાના ટ્વીટમાં હિંદુ શ્રદ્ધાળુઓનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે અને તેણે રેલવે મંત્રાલયને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી રહ્યા છે.
મુસ્લિમ પત્રકારે ટ્રેનમાં ભજન ગાતા હિંદુઓની તુલના મુજરા સાથે સરખાવતા ટ્વીટ કરીને લખ્યું હતું કે, “નમસ્તે રેલવે મંત્રાલય, ઈન્દોરથી અયોધ્યા જતી આ ટ્રેનમાં ભજન કીર્તન કેમ કરવામાં આવી રહ્યું છે? આ જગ્યા પર જો કોઈ મુસલમાને માત્ર પાંચ મિનિટ સુધી નમાજ પઢી હોત તો અત્યાર સુધીમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હોત. જો ટ્રેનમાં નમાઝ પઢવી એ ખોટું છે, તો પછી ભજન કીર્તન કેવી રીતે યોગ્ય છે? હેલો અશિની વૈષ્ણવ, શું આની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે?”
ત્યાર પછીના એક ટ્વિટમાં તેણે સાવ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે, “ખાદી વાળો વ્યક્તિ જે ભજન કીર્તનમાં ભાગ લઈ રહ્યો છે તે ઈન્દોરના કોંગ્રેસના અગ્રણી નેતા છે. તે લોકોને મફતમાં અયોધ્યા લઈ જઈ રહ્યા છે અને ટ્રેનમાં મુજરા કરાવી રહ્યા છે.” નોંધનીય છે કે મુજરો એ મુઘલ શાસકો અને નવાબો માટે મુઘલયુગ દરમિયાન તવાયફ દ્વારા કરવામાં આવતા નૃત્યનું એક સ્વરૂપ છે.
એટલું જ નહિ તનવીરે રિપોર્ટ લુક માટે જે કઈ પણ લખ્યું તેમના આ ટ્વીટને પત્રકાર રોહિણી સિંહે રિટ્વીટ કર્યું હતું.
જામિયા ટાઇમ્સના અન્ય એક પત્રકાર અહેમદ ખબીરે પણ આ બાબતે લખ્યું હતું કે, “જો ટ્રેનમાં નમાજ પઢવી એ ગુનો છે, તો આ બધું શું છે?”
સોશિયલ મીડિયાના કહેવાતા એક્ટિવિસ્ટ શાહનવાઝ અન્સારીએ પણ આ બાબતે ઝેર ઓકતા જણાવ્યું હતું કે, “ઈન્દોરથી અયોધ્યા જઈ રહેલા રામ ભક્તોનો આ વીડિયો છે. તેમના માટે ટ્રેનમાં આ બધું સામાન્ય છે. પણ જો કોઈ મુસ્લિમ ટ્રેનમાં દસ મિનિટ સુધી નમાજ અદા કરે તો તેના વીડિયો વાયરલ થઈ જાય છે અને તેની સામે એફઆઈઆર નોંધવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ ઇસ્લામોફોબિયા વાળા કોઢના દર્દીઓ તેના પર ડીબેટ કરે છે. “
કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાએ આ યાત્રાનું આયોજન કર્યું હતું
આ વીડિયોને સૌથી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાએ શેર કર્યો હતો. તેઓ દર વર્ષે શ્રદ્ધાળુઓ માટે અયોધ્યાની ધાર્મિક યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ તેમની સાથે ઈન્દોરથી 600 શ્રદ્ધાળુઓ આવ્યા હતા. અયોધ્યા યાત્રામાં ટિકિટ, રોકાવા અને દર્શન કરવા સુધીની તમામ વ્યવસ્થા શુક્લાએ કરી હતી.
ઓપઇન્ડિયા સાથે વાત કરતા શુક્લાએ જણાવ્યું હતું કે, “આ તેમની માનસિકતા છે. હું તેના પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. હું મારી ફરજો નિભાવી રહ્યો છું. તેઓ જે ઇચ્છે તે કહી શકે છે. મને જે યોગ્ય લાગે છે તે હું કરી રહ્યો છું. હું આ બધું ધર્મ માટે કરું છું. અને અગામી સમયમાં પણ કરતો રહીશ.”
राम भजन में मन लगा,,, 🚩
— Sanjay Shukla (@SanjayShuklaINC) February 4, 2023
प्रभु श्री राम के दर्शन हेतु इंदौर रेलवे स्टेशन से अयोध्या के लिए प्रस्थान से पहले सभी श्रद्धालु जय जय सियाराम के जयकारों के साथ ढोल नगाड़ों की ताल पर झूम उठे।
जय जय सियाराम 🚩🙏 pic.twitter.com/B1oS8oM1Ml
મોહમ્મદ તનવીર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
આ તમામ વિવાદો વચ્ચે એડવોકેટ વિકાસ પરીકે તનવીરની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તેઓ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ પત્રકાર સામે એફઆઈઆર નોંધાવશે. પારિકે યુપી સાયબર ક્રાઇમ યુનિટને ટેગ કરીને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “‘ભજન કીર્તન’ માટે મુજરા જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન માત્ર હિન્દુ સમુદાયોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, પરંતુ મહિલાઓની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. કૃપા કરીને ગુનાની નોંધ લો અને ગુનેગાર સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે. “
અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે, “જેમને લાગે છે કે ‘@TanveerPost’ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી થવી જોઈએ, કૃપા કરીને સંબંધિત પોલીસને ટેગ કરીને ફરિયાદ કરે. તમે તમારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી શકો છો. અને કોઈ અન્ય ગુનેગાર અન્ય કોઈ ધર્મને ધર્મને કરવાની હિંમત ન કરે તે સુનિશ્ચિત કરો. તેમને જડબાતોડ જવાબ આપો. “
Those who feel appropriate legal action be taken against @TanveerPost , please write a complaint tagging respective police. You may even file an FIR at your respective Police Station.
— Vikas Pareek (@Capt_Pareek) February 6, 2023
Make sure that no other criminal dares to offend any other religion.
Give him a befitting reply
ઓપઇન્ડિયા સાથે વાત કરતા પારિકે કહ્યું, “હું તે મુસ્લિમ પત્રકાર સામે એફઆઈઆર દાખલ કરવા માંગુ છું. તેણે જે પ્રકારની ટિપ્પણીઓનો ઉપયોગ કર્યો હતો તે ખુબ અપમાનજનક હતો. “