દેશ અને રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદ અને અન્ય ધર્માંતરણના કિસ્સાઓ વધી રહ્યા છે, તેવામાં વડોદરાના પાદરા ખાતે તૌફીક મલેક નામના મુસ્લિમ યુવકે ધાક ધમકીઓ આપી લવ જેહાદ આચરી હિંદુ યુવતીને ભગાવી જતા સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેને લઈને સંગઠનોની આગેવાનીમાં હિંદુ સમાજે પાદરામાં લવ જેહાદ વિરુદ્ધ પ્રચંડ જનઆક્રોશ રેલી યોજીને મામલતદાર સહીત પોલીસ તંત્રને આવેદન પત્ર પાઠવ્યો હતો.
મળતા અહેવાલો અનુસાર તૌફીક મલેક નામના યુવકે હિંદુ યુવતીને ફસાવીને લવ જેહાદ આચરતા પાદરામાં લવ જેહાદ વિરુદ્ધ પ્રચંડ જનઆક્રોશ રેલી યોજાઈ હતી, આ રેલીમાં પીડિત પરિવાર સાથે વિશાળ સંખ્યામાં હિંદુ સમાજ જોડાયો હતો વિવિધ હિંદુ સંગઠનોની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં હિન્દુ દીકરીને પરત લાવવા માટે પાદરા મામલતદાર અને પાદરા પોલીસ મથકે પીઆઈને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
પરિવારનું તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ
નોંધનીય છે કે પાદરા ખાતે લવ જેહાદની અનેક ઘટનાઓ ઘટી છે તેવામાં તૌફીક મલેકે ધાક ધમકી આપી બળજબરીથી હિંદુ યુવતીને ઉપાડી જતા જૂની ઘટનાઓનો આક્રોશ પણ આ વખતે જોવા મળ્યો હતો. જે યુવતી લવ જેહાદનો શિકાર બની તેના પરિવારજનોએ અને હિન્દુ સંગઠનો દ્વારા યુવતીને પરત લાવવા માટે તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. દીકરી પરીવારને પરત નહીં સોંપવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ જનઆક્રોશ રેલીમાં સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ હાજરી આપી હતી,
શું હતી આખી ઘટના
મળતા અહેવાલો મુજબ પાદરામાં હિન્દુ દીકરીને પાદરાના ડભાસા ગામનો રિક્ષા ચાલક મુસ્લિમ યુવક તૌફીક મલેક ધાક ધમકીઓ આપી ગત 21 ડિસેમ્બરે ભગાડી ગયો હતો. જેની જાણ પોલીસ સ્ટેશનમાં કર્યા છતાં પણ આજદિન સુધી યુવતી પરતના ફરતા કે તેની કોઈ જ ભાળ ના મળતા તમામ હિન્દુ સંગઠન અને હિંદુ સમાજ દ્વારા આક્રોશ રેલી યોજી પાદરા મામલતદાર અને પાદરા પીઆઈને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ તમામનો આક્ષેપ હતો કે મુસ્લિમ યુવકો માંગેલી બાઈકો અને ઉધારના કપડા લાવી હિંદુ યુવતીઓને ફસાવે છે અને લવ જેહાદ આચરે છે.
નોંધનીય છે કે પાદરામાં છેલ્લા એક વર્ષમાં લવ જેહાદના અસંખ્ય બનવાથી હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાદરા હિન્દૂ યુવતીને તોફીક મલેક નામના મુસ્લિમ યુવક દ્વારા ભગાડી જવાના બનાવ સામે પીડિત પરિવાર સાથે પાદરામાં વિવિધ સંગઠનો દ્વારા આક્રોશ રેલી કાઢીને લવ જેહાદમાં દોષિતોને આકરામાં આકરી સજા કરવાની માંગ કરવામાં આવી હતી.