Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'35 ટુકડાઓમાં કપાયો શ્રદ્ધાનો વિશ્વાસ': દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યા કેસ પર રાજસ્થાનની...

    ’35 ટુકડાઓમાં કપાયો શ્રદ્ધાનો વિશ્વાસ’: દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યા કેસ પર રાજસ્થાનની એક દીકરીની કવિતા – જુઓ વાઇરલ વિડીયો

    જોવા મળે છે. કવિતામાં યુવતી મર્ડર કેસમાંથી શીખ લઇને માતા-પિતાની વાત સાંભળવાનું કહે છે. વીડિયોમાં યુવતી કહે છે, "હાલમાં, થોડા દિવસો પહેલા એક છોકરી શ્રદ્ધા સાથે એક દર્દનાક ઘટના બની હતી, તે ઘટનાથી આપણે શીખીએ છીએ કે આપણે આપણા માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ."

    - Advertisement -

    દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસની ચર્ચા આખા દેશમાં જોરશોરથી ચાલી રહી છે. આરોપી પ્રેમી આફતાબ અમીન પૂનાવાલાએ શ્રધ્ધા વોકરની હત્યા કરી, તેના શરીરના અનેક ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આ કિસ્સાએ દેશમાં એક અલગ પ્રકારની ચર્ચા જગાવી છે. આ મામલાની વાત કરીએ તો રાજસ્થાનની એક શાળાની વિદ્યાર્થિનીની કવિતા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

    વીડિયોમાં બાળકી શ્રદ્ધા હત્યા કેસ પરથી શીખ આપતી જોવા મળે છે. કવિતામાં યુવતી મર્ડર કેસમાંથી શીખ લઇને માતા-પિતાની વાત સાંભળવાનું કહે છે. વીડિયોમાં યુવતી કહે છે, “હાલમાં, થોડા દિવસો પહેલા એક છોકરી શ્રદ્ધા સાથે એક દર્દનાક ઘટના બની હતી, તે ઘટનાથી આપણે શીખીએ છીએ કે આપણે આપણા માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. શ્રધ્ધા સાથે જે પણ થયું તે ઘટનાને હું મારી કવિતા સાથે રજૂ કરી રહી છું, કવિતાનું શીર્ષક છે શ્રદ્ધા.”

    કવિતાના શબ્દો આ મુજબ છે,

    ‘बहकों मत न बेटियों, कुल को मसझो खास, 35 टुकड़ों में कटा श्रद्धा का विश्वास ।

    भरोसा मत न कीजिए सब पर आंखें मीच, स्वर्ण म्रिग के भेष में आ सकता मारीचि ।

    मां-बाप के हृदय से गर निकलेगी आह, कभी सफल होगा नहीं ऐसा प्रेम विवाह ।

    आधुनिकता के समर्थन को इतना रखना याद, बिन मर्यादा आचरण बिगड़ेगी औलाद ।

    जीवन स्वतंत्र आपका करिए फैसला आप पर ऐसा कुछ न कीजिए मुंह छिपाए मां-बाप ।

    घर आंगन की गौरैया कुल की इज्जत आप, सावधान रहना जरा, षड्यंत्रों को भाप ।

    बॉलीवुड की गंदगी खत्म किए संस्कार, जालसाज अच्छा लगे बुरा लगे परिवार |

    जब कभी तन पर चढ़े अंधा इश्क खुमार, इस दरिंदगी को याद तुम कर लेना एक बार ।

    नारी तुम श्रद्धा रहो न घर उपयोगी चीज, फिर किसकीऔकात जो काट रखे उन्हें फ्रीज ।

    યુવતીની કવિતાના શબ્દો
    - Advertisement -

    કોણ છે આ યુવતી

    વાયરલ વીડિયોમાં દેખાતી યુવતીનું નામ આર્ય દીપક ડોસી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી આર્ય બાંસવાડા જિલ્લાના બગીદૌરાની રહેવાસી છે. તે આચાર્ય વિદ્યાસાગર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. એવું કહેવામાં આવ્યું છે કે આર્યને સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસ છે. આર્યના પિતા વ્યવસાયે શિક્ષક છે. જ્યારે, માતા એલઆઈસી એજન્ટ છે.

    આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને કર્યા હતા 35 ટુકડા

    આફતાબ આમીન પૂનાવાલા નામના ઈસમે હિંદુ યુવતી શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને પાણી વડે ધોઈને સાફ કરીને ભરવા માટે એક ફ્રિજ પણ લાવ્યો હતો. ત્યારબાદ તે દરરોજ રાત્રે 2 વાગ્યે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો.

    જેમ-જેમ આ કેસની તપાસ આગળ ચાલી રહી છે તેમ નવા અને ચોંકાવનારા ખુલાસા પણ થઇ રહ્યા છે. જેમાં આફતાબ શ્રદ્ધાની હત્યા બાદ પણ અનેક યુવતીઓને તેના ફ્લેટ પર લાવ્યો હોવાનું અને શ્રદ્ધા સાથે અગાઉ પણ મારપીટ કરી ચૂક્યો હોવા સહિત અનેક મોટા ખુલાસા થયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં