પાડોશી દેશ પાકિસ્તાન ભલે ખસ્તાહાલ થઈ ગયો હોય પણ તે છતાં પોતાના કારસ્તાનોમાંથી ઉંચો નથી આવી રહ્યો. ભારતમાં સતત આતંકવાદી ગતિવિધિઓ ચાલુ રાખવાના નવા-નવા કીમિયા પાકિસ્તાન અપનાવતું રહે છે. તેવામાં જમ્મુ કાશ્મીરના કુલગામ સેક્ટરમાં સુરક્ષાદળોએ એક મોટી આતંકવાદી ગતિવિધિ થાય તે પહેલાં જ તેને ડામી દેવામાં સફળતા મળી છે. કુલગામમાં હથિયારો સાથે જૈશ-એ-મોહમ્મદના 6 આતંકવાદી ઝડપાયા બાદ હાલ ભારતની સુરક્ષા એજન્સીઓએ તેમના અન્ય સાથીઓને શોધી કાઢવાની કવાયદ હાથ ધરી છે.
અહેવાલો અનુસાર, કુલગામમાં હથિયારો સાથે જૈશ-એ-મોહમ્મદના 6 આતંકવાદી ઝડપાયા તે પહેલા કુલગામ પોલીસને વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરતાં સુરક્ષાદળોએ કુલગામ ખાતે જૈશ મોડ્યુલનો ભાંડો ફોડીને 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આ તમામ આતંકવાદીઓ પાસેથી ભારે પ્રમાણમાં એડવાન્સ હથિયાર અને દારૂગોળો પણ સુરક્ષા દળોએ જપ્ત કર્યો છે.
Kulgam, J&K | Security forces bust a Jaish-e-Mohammad module with the arrest of six persons and recovery of a huge cache of arms and ammunition pic.twitter.com/pAWGpDQTLl
— ANI (@ANI) February 3, 2023
કુલગામ પોલીસ અને 9 રાષ્ટ્રીય રાયફલ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલા આ ઓપરેશન બાદ આ મોટી સફળતા મળી હતી. આતંકીઓ પાસેથી મળી આવેલાં હથિયારોમાં 4 UBGL ગોળા, M4 રાયફલના 446 રાઉન્ડ, 30 AK-47 રાયફલના રાઉન્ડ, 2 મોર્ટાર શેલ્સ, ઉપરાંત હેન્ડ ગ્રેનેડ સહિત અનેક ઘાતક સામગ્રીનો સમાવેશ થાય છે. હાલ આતંકીઓ વિરુદ્ધ ભારતીય ધારા ધોરણ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે વર્ષ 2019માં પુલવામા ખાતે થયેલા આત્મઘાતી હમલામાં પણ આ જ આતંકવાદી સમૂહનો હાથ હતો.
J&K | Kulgam Police and 9 Rashtriya Rifles recovered a huge cache of arms and ammunition and arrested six JeM terrorist associates. Recovered arms and ammunition include 4 UBGL shells, 446 M4 rounds, 30 AK-47 rounds, 2 mortar shells and other incriminating materials pic.twitter.com/Ct53ccSDaP
— ANI (@ANI) February 3, 2023
પરફ્યુમ બોમ્બનું કાવતરું નિષ્ફ્ળ
નોંધનીય છે કે આ પહેલાં ગુરુવારે (2 જાન્યુઆરી 2023)ના રોજ પોલીસે અન્ય એક આતંકવાદીને પરફ્યુમ બોમ્બ સાથે ઝડપી લીધો હતો. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની મોડસઓપરેન્ડી પ્રથમ વખત જોવા મળી છે જેમાં આતંકવાદી પાસેથી પરફ્યુમ આઈઈડી મળ્યું હોય.
નોંધનીય છે કે પરફ્યુમ બોમ્બ ખુબજ ઘાતક હોય છે, બજારમાં મળતા સામાન્ય પરફ્યુમની બોટલ જેવો જ લગતો આ બોમ્બ હાથ લગાવતાં જ ફાટી જાય છે અને વિનાશ વેરે છે. આતંકવાદીઓ એક ખાસ પ્રકારના લીક્વીડને આ અત્તર જેવી લગતી સ્પ્રે બોટલમાં રાખતા હોય છે, જેમાં સ્પ્રે કરવા માટે ઠેસી પણ હોય છે.