આસામમાં આવેલ ભયાવહ પૂર અંતર્ગત બરાક નદીના પાળાને તોડવા બદલ આસામના કચર જિલ્લામાં કાબુલ ખાન અને મિથુ હુસૈન સમેત 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમના કારણે સિલ્ચર શહેરમાં વિનાશક ‘માનવસર્જિત પૂર’ આવ્યું હતું. આ માનવસર્જિત પૂરમાં હમણાં સુધી 173 લોકોના મૃત્યુ થયા છે.
આસામ પોલીસે જણાવ્યું કે, બેથકુંડી વિસ્તારના રહેવાસી કાબુલ ખાનને શુક્રવારે રાત્રે તેના ઘરેથી પકડવામાં આવ્યો હતો, જ્યારે મિથુ હુસૈનને શનિવારે પકડવામાં આવ્યો હતો બાકીના બે નાઝીર હુસૈન અને નિપોન ખાનને તે પછી પકડવામાં આવ્યા હતા. આરોપીઓએ કથિત રીતે પાળા તોડવાનો વિડિયો પણ શૂટ કર્યો હતો.
Mithu Hussain Laskar, Kabul Khan, Nazir Hussain Laskar, Ripon Khan, four Papi arrested by @cacharpolice in connection with the breach of an embankment of Barak river which eventually led to a massive flood in Silchar city, devastating life & property of lakhs of people. #Assam pic.twitter.com/s7Zz9OCCrb
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) July 4, 2022
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સ્થાનિક લોકોને આ વિડીયો બતાવ્યો હતો અને વિડિયોમાંના વ્યક્તિઓ કોણ છે એ જાણવાનો પ્રયત્ન કરો હતો. સરમાએ લોકોને વીડિયોમાં અવાજો ઓળખવા કહ્યું હતું, ત્યારબાદ કાબુલ ખાન અને તેના સાથીઓની ઓળખ થઈ હતી.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અગાઉ કહ્યું હતું કે આ પૂર એ ‘માનવસર્જિત પૂર’ છે અને આ આપત્તિ ઊભી કરનાર બદમાશોને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. એવું જાણવા મળ્યું છે કે પાળા તોડવા માટે છ વ્યક્તિઓ મુખ્યત્વે જવાબદાર હતા, જેમાંથી 4 ની ધરપકડ થઈ છે અને બીજાઓની શોધ ચાલુ છે.
આસામ પૂરની હાલની પરિસ્થિતી
આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ છે. છેલ્લા 24 કલાકમાં 14 નવી જાનહાનિ સાથે, આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 173 થયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે 30 જિલ્લાઓમાં 29.7 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે.
આસામમાં બ્રહ્મપુત્રા સહિત રાજ્યની અનેક મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. દરમિયાન, એક અધિકૃત પ્રકાશન અનુસાર, મુલાકાત લેતી ઇન્ટર-મિનિસ્ટરીયલ સેન્ટ્રલ ટીમ (IMCT) પૂરથી પ્રભાવિત કેટલાક જિલ્લાઓમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા ગઈ હતી.
બે જૂથોમાં ટીમના સભ્યોએ સાત જિલ્લાઓની મુલાકાત લીધી અને સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કચર જિલ્લામાં પૂરને કારણે મૃત્યુ પામેલા 24 લોકોમાંથી 10ના નજીકના સંબંધીઓને ચાર લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાનું વિતરણ કર્યું હતું. અન્ય મૃતકોના પરિવારજનોને રાહત આપવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવશે.