Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'ખ્રિસ્તી બની જાઓ… બીમારી મટી જશે': લાલચ અને છેતરપીંડીથી આદિવાસી લોકોનું થયું...

    ‘ખ્રિસ્તી બની જાઓ… બીમારી મટી જશે’: લાલચ અને છેતરપીંડીથી આદિવાસી લોકોનું થયું હતું ધર્માંતરણ, 2 વર્ષ બાદ કરી ઘરવાપસી

    આદિવાસી સમાજના લોકોએ ફરી સનાતન ધર્મમાં આવવાની ઈચ્છા જાહેર કરી હતી. ત્યાર બાદ હિંદુ જાગરણ મંચ ઝારખંડના સહયોગથી ઘરવાપસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગ્રામ દેવતાની પૂજા કરીને લોકોની ઘરવાપસી કરાવવામાં આવી હતી.

    - Advertisement -

    ઝારખંડમાં લાલચ અને છેતરપીંડીથી ધર્માંતરણ કરાયેલા આદિવાસી લોકોની 2 વર્ષ બાદ ઘરવાપસી કરાવવામાં આવી હતી. ગુમલા જિલ્લામાં ધર્માંતરણનો શિકાર બનેલા 20 લોકોને હિંદુ વિધિઓ અને પૂજાઓ બાદ ફરી હિંદુ ધર્મમાં પરત લાવવામાં આવ્યા છે. આદિવાસી સમાજથી આવતા આ લોકો 2 વર્ષ પહેલા ખ્રિસ્તી મિશનરીઓના ઝાંસામાં આવીને ઈસાઈ બની ગયા હતા, તેવામાં હવે આ લોકોએ ફરી પોતાના મૂળ ધર્મમાં પરત ફર્યા છે.

    મીડિયા અહેવાલો મુજબ ઝારખંડમાં આદિવાસી લોકોની ઘરવાપસી કરાવવાનો આ પ્રસંગ જિલ્લાના બસિયા પ્રખંડ અંતર્ગત આવતા કુમ્હારી ઝાપાટોલી ગામનો છે. ખ્રિસ્તી મિશનરીઓએ ત્યાના ભોળા આદિવાસીઓને બીમારીના ઇલાજના નામે ધર્માંતરણના રેકેટમાં ફસાવ્યા હતા. આ તમામ લોકો 2 વર્ષ પહેલા હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી બની ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મિશનરી દ્વારા લાલચ અને છેતરપીંડીથી આ ધર્માંતરણકાંડ આચર્યો હતો.

    મોટાપાયે ધર્માંતરણની માહિતી મળ્યા બાદ વનવાસી કલ્યાણ કેન્દ્ર દ્વારા સંચાલિત જનજાતિ હિત રક્ષા આયામના જિલ્લા સંયોજક સેનામની ઉરાંવ અને સભ્ય દિનેશ લકડાએ ખ્રિસ્તી બનેલા આદિવાસી લોકોને જાગૃત કરવાનું શરુ કર્યું હતું. જે બાદ આદિવાસી સમાજના લોકોએ ફરી સનાતન ધર્મમાં આવવાની ઈચ્છા જાહેર કરી હતી. ત્યાર બાદ હિંદુ જાગરણ મંચ ઝારખંડના સહયોગથી ઘરવાપસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ગામના બુદ્ધેશ્વર પહાન દ્વારા હિંદુ રીત રીવાજ મુજબ ગ્રામ દેવતાની પૂજા કરીને લોકોની ઘરવાપસી કરાવવામાં આવી હતી.

    - Advertisement -

    ‘ચંગાઈ સભા’માં સારવારની લાલચ આપી હતી

    ધર્માંતરણની માયાજાળમાં ફસાયેલા લક્ષ્મણ ઉરાંવ, બિરસા ઉરાંવ અને મુન્ની ઉરાંવનું કહેવું છે કે તેમના ઘરમાં રોજ કોઇને કોઇ બીમાર રહેતું હતું. આ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આ લોકોને બીમારીનો ઇલાજ કરવા અને “ચંગાઈ સભા”માં સારવાર આપવાની લાલચ આપવામાં આવી હતી. બાદમાં આ લાલચમાં ફસાયેલા તેમના પરિવારના સભ્યોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.

    જોકે તેમના ખ્રિસ્તી બન્યા પછી પણ કોઈનો ઇલાજ કે સારવાર કરવામાં આવી ન હતી. આ પછી ધર્માંતરિત લોકો સમજી ગયા કે આ બધી અંધશ્રદ્ધા છે. અને હવે તેઓ ફરી પોતાના ધર્મ અને સમાજમાં પાછા આવીને ખૂબ જ ખુશ છે. પહેલા તેઓ રસ્તો ભટકી ગયા. પરંતુ હવે તેઓ ધર્મના માર્ગે પાછા ફર્યા છે.

    જનજાતિ હિત રક્ષા સમિતિના જિલ્લા સંયોજક સોનામની ઉરાંવનું કહેવું છે કે, “આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ મોટા પાયે સક્રિય છે અને ગુમલા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ આદિવાસી પરિવારોને લાલચ આપી ખ્રિસ્તી બનાવી રહ્યા છે. જનજાતિ રક્ષા આયામ ધર્માંતરણ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. તેમજ ધર્માંતરણનો ભોગ બનેલા લોકોની ઓળખ કરી તેમની ઘરવાપસી કરાવવામાં આવશે. ઘરવાપસી કર્યા બાદ આદિવાસી પરિવારો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં