તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નયાધીશ સૂર્યકાંત અને પાટડીવાળાના નુપુર શર્મા પર દુર્ભાગ્યપૂર્ણ અને વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં 15 જેટલા સેવા નિવૃત્ત ન્યાયાધીશ 77 નિવૃત્ત અધિકારીઓ અને 25 સેવાનિવૃત્ત સેના અધિકારીઓએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આ ઉપરાંત એડવોકેટ જયા સુકીને AG KK વેણુગોપાલને નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટના મૌખિક અવલોકનો પરના નિવેદનો માટે જસ્ટિસ (નિવૃત્ત) SN ઢીંગરા, વરિષ્ઠ વકીલ અમન લેખી અને રામા કુમાર સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની સંમતિ માટે પત્ર લખ્યો છે.
117 concerned citizens including 15 Retired Judges, 77 rtd. bureaucrats (including me) and 25 rtd. Armed Forces Officers have expressed deep concern over the transgression of judicial propriety by J. Suryakant and J. Pardiwala in the Nupur Sharma petition.
— Sanjay Dixit ಸಂಜಯ್ ದೀಕ್ಷಿತ್ संजय दीक्षित (@Sanjay_Dixit) July 5, 2022
RT if you agree. pic.twitter.com/O9dT1ZAqp8
થોડા સમય અગાઉ સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો દ્વારા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ઝાટકણી કરતા મૌખિક નિવેદન આપવામાં આવ્યું હતું કે હાલ દેશમાં જે પરિસ્થિતિઓનું નિર્માણ થઇ રહ્યું છે તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પારડીવાળાએ ઉદયપુરના કન્હૈયાલાલ ની ક્રૂર હત્યા માટે નુપુર શર્માને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે નૂપુર શર્માની બેફામ વાણીએ આખા દેશને ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે.
આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને પારડીવાળાની ટિપ્પણીઓ પર 15 રિટાયર્ડ જજ 77 નિવૃત્ત અધિકારીઓ અને 25 સેવા નિવૃત અન્ય અધિકારીઓ દ્વારા ખુલ્લુ નિવેદન જાહેર કરાયું છે. તેમના દ્વારા અપાયેલા નિવેદનમાં તેઓ લખે છે કે “અમે દેશના જવાબદાર નાગરિક ના રૂપમાં વિશ્વાસ કરીએ છીએ કે કોઈપણ દેશનું લોકતંત્ર ત્યાં સુધી જ ટકી રહે છે જ્યાં સુધી તમામ સંસ્થાઓ સંવિધાન મુજબ પોતાના કર્તવ્યોનું પાલન કરે. સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશોની તાજેતરની ટિપ્પણીઓ એ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે, અને અમને આ નિવેદન આપવા મજબુર કર્યા છે.
પોતાના નિવેદનમાં વધુમાં તેઓ કહે છે કે બંને નાયયાધીશો દ્વારા ઘરમાં આવેલી ટિપ્પણીથી દેશ-વિદેશમાં લોકો આહત થયા છે. આ મુદ્દાને એક સાથે બધા સમાચાર ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. જે યોગ્ય નથી ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો નથી.
BREAKING: 15 retired judges, 77 retired bureaucrats and 25 retired armed forces officers issue an open statement against the “unfortunate and unprecedented” comments by Justice Surya Kant & Justice Pardiwala while the Supreme Court was hearing the petition by Nupur Sharma.
— Nalini (@nalinisharma_) July 5, 2022
નોંધનીય છે કે નૂપુર શર્માએ પોતાના જીવન પર જોખમ હોવાને લઈને સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ દાખલ થયેલા અલગ અલગ રાજ્યોના કેસને દિલ્હી સ્થળાંતર કરવાની અરજી દાખલ કરી હતી જેના ઉપર જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાળા સુનાવણી કરી રહ્યા હતા, દરમિયાન તેઓએ નુપુર શર્મા ની વિવાદિત ટિપ્પણીને લઇને અલગ-અલગ રાજ્યોમાં દાખલ થયેલી ફરિયાદો અને દિલ્હી સ્થળાંતરિત કરવાની મનાઈ સાથે કહ્યું હતું કે, નૂપુર શર્માએ પોતાના પ્રચાર અથવા તો રાજનૈતિક એજન્ડા માટે મહંમદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી.
તો બીજી તરફ ઓપઇન્ડીયાના નુપુર જે શર્મા અને AG ને નિવૃત્ત જસ્ટિસ ઢીંગરા અને અન્ય બે સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. એડવોકેટ જયા સુકીને AG KK વેણુગોપાલને નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટના મૌખિક અવલોકનો પરના નિવેદનો માટે જસ્ટિસ (નિવૃત્ત) SN ઢીંગરા, વરિષ્ઠ વકીલ અમન લેખી અને રામા કુમાર સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની સંમતિ માટે પત્ર લખ્યો છે.
BREAKING: Advocate Jaya Sukin writes to AG KK Venugopal for consent to initiate criminal contempt proceedings against Justice (retd) SN Dhingra, Senior Advocates Aman Lekhi and Rama Kumar for the statements on #SupremeCourt’s oral observations in #NupurSharma’s case.
— LawBeat (@LawBeatInd) July 5, 2022
અગાઉ ટીએમસી નેતા સાકેત ગોખલે એ પણ ઑપઇન્ડિયાના ચીફ એડિટર નુપુર શર્મા વિરુદ્ધ કોર્ટની અવમાનના બદલ કેસ કરવાની AG વેણુગોપાલને અરજી કરી હતી.