Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટNCP સાથે ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યું, આયાતી ઉમેદવારો પર નેતાઓ...

  NCP સાથે ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યું, આયાતી ઉમેદવારો પર નેતાઓ વિફર્યા, ગઠબંધન તોડવા 12 કલાકનું અલ્ટીમેટમ

  અહેવાલો અનુસાર આ ગઠબંધનથી નારાજ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ NCP સાથે ગઠબંધન તોડવા કોંગ્રેસને 12 કલાકનું અલ્ટીમેટમ આપતા કોંગ્રેસની મુંજવણ વધી છે, ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા છે.

  - Advertisement -

  અગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં એવા એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે આ પહેલા ક્યારેય નથી જોવા મળ્યાં. ક્યાંક વર્ષો જુના મોટા ગજાના નેતાઓ પાર્ટીથી નારાજ થઇ રહ્યા છે તો ક્યાંક આખેઆખું પરિવાર એક બીજા સામે ચૂંટણીનો જંગ ખેલવા તૈયાર થઈ ગયા છે. તેવામાં NCP સાથે ગઠબંધન કર્યા બાદ તે જાણે કોંગ્રેસ પાર્ટી માટે માથાનો દુખાવો બની ગયું છે, પાર્ટીના કાર્યકર્તાઓએ NCP સાથે ગઠબંધન તોડવા કોંગ્રેસને 12 કલાકનું અલ્ટીમેટમ પણ આપી દીધું છે.

  અહેવાલો અનુસાર આ ગઠબંધનથી નારાજ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ NCP સાથે ગઠબંધન તોડવા કોંગ્રેસને 12 કલાકનું અલ્ટીમેટમ આપતા કોંગ્રેસની મુંજવણ વધી છે, ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા છે.

  આણંદની ઉમરેઠ, દાહોદની દેવગઢબારિયા, અને અમદાવાદની નરોડા બેઠક પર એનસીપી તેમના ઉમેદવારોને ઉભા રાખશે અને કોંગ્રેસ તેમના ઉમેદવારો નહીં ઉતારે તેવી સહમતીને કારણે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ વિફર્યા હતા, અહેવાલો મુજબ ઉમરેઠનાતો નાણા મોટા તમામ કાર્યકર્તાઓ તેમના આગેવાનો સાથે આખી બસ ભરીને કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કાર્યાલય પર ધામા નાખ્યા હતા.

  - Advertisement -

  અન્ય અહેવાલો મુજબ આ અંગે કોંગ્રેસ નેતા ચૌહાણે કહ્યું કે, 12 કલાકમાં ગઠબંધન તોડવામાં નહિ આવે તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને 300 જેટલા હોદ્દેદાર અને કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. ગોહિલે કહ્યું કે, કેન્દ્રિય નેતૃત્વ સુધી લાગણી પહોંચાડવામાં આવશે. ભૂતકાળમાં એનસીપીએ ગઠબંધનના નિયમનું પાલન કર્યું ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.

  NCP ના એક માત્ર ધારાસભ્ય પણ રાજીનામું આપી ચુક્યા છે

  આ દરમ્યાન NCPમાં પણ બધું બરોબર નથી ચાલી રહ્યું. ગુજરાત વિધાનસભાના NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી છોડી દીધી છે. ગઈ કાલે તેમણે પાર્ટીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને પત્ર લખીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવા અંગે જણાવ્યું હતું. કાંધલ જાડેજાએ કહ્યું કે, તેઓ 2012 થી કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને 2014માં એનસીપી તરફથી લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, સતત બે ટર્મથી તેમણે કુતિયાણા બેઠક પરથી પાર્ટીને જંગી બહુમતીએ વિજય અપાવીને વફાદાર રહ્યા હતા. પરંતુ તેમ છતાં પાર્ટીએ આ ચૂંટણીમાં વિધાનસભાની ટિકિટ ન આપતાં રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસે અહીંથી નાથાભાઈ ઓડેદરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

  રેશમા પટેલ પણ રિસાયા, NCP માંથી રાજીનામું

  તો બીજી તરફ કોંગ્રેસ અને NCPએ ગઠબંધન કર્યા બાદ રેશ્મા પટેલની ટીકીટ કપાતા તેમણે પાર્ટી માંથી રાજીનામું આપી દીધું હતું, અહેવાલો અનુસાર કોંગ્રેસ સાથે ગઠબંધન બાદ રેશ્મા પટેલને ગોંડલ ખાતેથી ચૂંટણી લડવાની તીવ્ર ઈચ્છા હતી, તેમણે ગોંડલ ખાતેથી ટીકીટ માટે દાવેદારી પણ કરી હતી, પરંતુ તેમને ટીકીટ ન ફળવાતા તેઓ પાર્ટીના હોદ્દેદારો અને પોતાના સમર્થકો સાથે મળીને પાર્ટીને રાજીનામાં ધરી દીધા હતા, રેશ્મા પટેલે જણાવ્યું હતું કે ગોંડલમાં ભાજપના ઉમેદવારને હરાવવા હું સક્ષમ હતી, પરંતુ કોંગ્રેસ NCPના ગઠબંધન બાદ હું ચૂંટણી લડી શકું તેમ નથી, જેથી હું પક્ષમાંથી રાજીનામું આપી રહી છું.

  હાલ બંને પક્ષના નાનામાં નાણા કાર્યકર્તાથી માંડીને મોટા ગજાના નેતાઓ આ ગઠબંધનથી નાખુશ છે, પરંતુ બંને પાર્ટીઓ હજુ સુધી પોતાના નિર્ણય પર અડગ ઉભી છે. પણ હાલ જે પ્રમાણેનો માહોલ ઉભો થઇ રહ્યો છે તે જોતા પાર્ટી પોતાના લોકોને મનાવવા પ્રયત્નો કરશે ખરા, પણ તે પ્રયત્નો કેટલી હદે કારગર નીવડશે તે જોવું રહ્યું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં