Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં ગોપાલ ઈટાલીયાએ ભાજપના ધારાસભ્યોને આતંકવાદી કહ્યાનો ઈશારો, તો રેશ્મા પટેલના NCPથી...

    સુરતમાં ગોપાલ ઈટાલીયાએ ભાજપના ધારાસભ્યોને આતંકવાદી કહ્યાનો ઈશારો, તો રેશ્મા પટેલના NCPથી રિસામણા, ટીકીટ ન મળતા 15 હોદ્દેદારો સાથે આપ્યા રાજીનામાં

    અહેવાલો અનુસાર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે વધુ એક વિવાદિત નિવેદન આપતા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ગરમાટો આવી ગયો છે, સુરતના કતારગામ ખાતે એક સભાને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ગોપાલ ઈટાલીયાએ ભાજપના ધારાસભ્યોને આતંકવાદી કહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હવે માથે છે, દરેક પાર્ટીઓ જીતવા માટે કમર કસી રહી છે, આમ આદમી પાર્ટી સત્તાનું સપનું જોઇને ઠેકઠેકાણે પ્રચાર કરવામાં કોઈ કચાશ નથી રાખી રહી, પણ વિવાદ અને AAP એક સિક્કાને બે બાજુ હોય તેમ કોઈ ને કોઈ રીતે પાર્ટી વિવાદોમાં આવી જ જાય છે, અને આ વખતે પણ તેનો શ્રેય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના માથે જાય છે, વાત એમ છે કે ગોપાલ ઈટાલીયાએ ભાજપના ધારાસભ્યોને આતંકવાદી કહ્યા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે વધુ એક વિવાદિત નિવેદન આપતા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ગરમાટો આવી ગયો છે, સુરતના કતારગામ ખાતે એક સભાને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ગોપાલ ઈટાલીયાએ ભાજપના ધારાસભ્યોને આતંકવાદી કહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કતારગામમાં પોતાના જ ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એવું નિવેદન આપ્યું હતું કે ચૂંટણી આવે એટલે આતંકવાદીઓ આવી જાય છે. એ આ આતંકવાદીઓને કેવી રીતે ખબર પડે છે કે ચૂંટણી આવી. મને એમ થાય કે છે કે આતંકવાદીઓની વાત કરે છે કે ભાજપના ધારાસભ્યોની.

    વાસ્તવમાં ગોપાલ ઈટાલીયા પોતાની સીટ કતારગામ ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, આ દરમિયાન એમણે સભાને સંબોધતી વખતે કહ્યું હતું કે “દર ચૂંટણી આવે એટલે વોટ્સએપમાં અંદર ગરમી પકડી જાય છે. બોર્ડર પર આવી ગયા છે. એ જાણે બિસ્ત્રા પોટલા લઈને તૈયાર જ બેઠા હોય છે. ચૂંટણી આવેને તરત આવે. દર ચૂંટણીએ આવે આતંકવાદીઓ. આપણને એમ થાય કે આને ભાડે લાવતા હશે. ટીવીમાં આવે આઈબીનો રિપોર્ટ- ચાર આતંકવાદીઓ આવી ગયા હોય. ઘણીવાર એવુ લાગે કે આ ભાજપના ધારાસભ્યોની વાત કરે છે કે ખરેખર આતંકવાદીઓના વાત કરે છે.”

    - Advertisement -

    ગોપાલ ઈટાલીયાના આ વિવાદિત નિવેદન પર હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હસતા જોવા મળ્યા હતા, પરંતુ તેમના આ નિવેદન ભાજપ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું, જોકે આ પહેલા પણ ગોપાલ ઈટાલીયા અનેક વખત એવા નિવેદનો આપી ચુક્યા છે જેનાથી આમ આદમી પાર્ટીને નુકસાન થયું હોય.

    રેશમા પટેલ રિસાયા, NCP માંથી રાજીનામું

    તો બીજી તરફ કોંગ્રેસ અને NCPએ ગઠબંધન કર્યા બાદ રેશ્મા પટેલની ટીકીટ કપાતા તેમણે પાર્ટી માંથી રાજીનામું આપી દીધું હતું, અહેવાલો અનુસાર કોંગ્રેસ સાથે ગઠબંધન બાદ રેશ્મા પટેલને ગોંડલ ખાતેથી ચૂંટણી લડવાની તીવ્ર ઈચ્છા હતી, તેમણે ગોંડલ ખાતેથી ટીકીટ માટે દાવેદારી પણ કરી હતી, પરંતુ તેમને ટીકીટ ન ફળવાતા તેઓ પાર્ટીના હોદ્દેદારો અને પોતાના સમર્થકો સાથે મળીને પાર્ટીને રાજીનામાં ધરી દીધા હતા,

    રાજીનામાં આપનારાઓમાં રાજકોટ જીલ્લા પ્રમુખ સાથે મળીને 15 જેટલાં સભ્યોનો સમાવેશ થાય છે. NCP માંથી રાજીનામાં બાદ રેશ્મા પટેલે જણાવ્યું હતું કે ગોંડલમાં ભાજપના ઉમેદવારને હરાવવા હું સક્ષમ હતી, પરંતુ કોંગ્રેસ NCPના ગઠબંધન બાદ હું ચૂંટણી નથી લડી શકું તેમ, જેથી હું પક્ષમાંથી રાજીનામું આપી રહી છું, પણ હું ભાજપને હરાવવા માટે મારા પૂરતા પ્રયત્નો કરીશ, જોકે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં