DMK સરકારના મંત્રી અનીતા રાધાકૃષ્ણને વડાપ્રધાન મોદીને અભદ્ર ગાળ આપી છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ જોવા મળી રહી છે. પાર્ટીએ DMK અને તેના મંત્રી રાધાકૃષ્ણનની આકરી આલોચના કરીને તેને એક ઘૃણાસ્પદ કૃત્ય કહ્યું છે. બીજી તરફ તામિલનાડુ ભાજપે પણ કહ્યું છે કે વિપક્ષી ગઠબંધનની અંતરાત્મા મરી પરવારી છે.
તામિલનાડુના મત્સ્ય તેમજ પશુપાલન મંત્રી અનિતા રાધાકૃષ્ણને ચૂંટણી અનુલક્ષીને યોજાયેલી રેલીમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વોટ મેળવવા માટે સરદાર વલ્લભાઇ પટેલ અને કામરાજ જેવા નેતાઓને સન્માનિત કર્યા છે. તેમણે કહ્યું, “પટેલ સમુદાયના મત મેળવવા માટે સરદાર વલ્લભાઈ પટેલની પ્રતિમા બનાવી. આવી ઘૃણિત રણનીતિનો ઉપયોગ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવે છે.”
વડાપ્રધાન મોદીને મા પર ગાળ
ડીએમકે નેતાએ ગયા અઠવાડિયે તમિલનાડુના સેલમ ખાતે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા ભાષણ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “સેલમમાં બોલતી વખતે તે (પીએમ મોદી) કામરાજાર વિષે એવી રીતે બોલી રહ્યા હતા જાણે કામરાજારે તેમને ગળે ન લગાડ્યા હોય. મા***દ, અમે જાણીએ છીએ કે તમે લોકોએ શું કર્યું છે. જ્યારે તે દિલ્હીમાં હતા, ત્યારે તમે તેને મારવાનો પ્રયત્ન કરેલો.”
આ નિવેદન સામે ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંઘ ઠાકુરે કહ્યું છે કે, “અમે તમિલનાડુના મંત્રી દ્વારા દેશની 140 કરોડ જનતાના પ્રધાનમંત્રી વિરુદ્ધ પોતાની પાર્ટીની મહિલા સાંસદની સામે કરેલા નિવેદનોનો સખત વિરોધ કરીએ છીએ. લોકશાહીમાં આવી ભાષાને કોઈ સ્થાન નથી. આ ઘૃણાસ્પદ અને નિંદનીય છે. I.N.D.I ગઠબંધને માફી માંગવી જોઈએ.”
DMKના મહિલા નેતા પણ હતા મંચ પર
પાર્ટીએ તેની X પોસ્ટમાં લખ્યું છે, “આકરી નિંદા! DMKના મંત્રી અનિતા રાધાકૃષ્ણને આપણા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઘૃણાસ્પદ વાત કરી છે, જેઓ સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને તેમણે પોતાનું આખું જીવન ભારતના લોકો માટે સમર્પિત કરી દીધું છે. ડીએમકે સાંસદ કનિમોઝી આ ઘૃણાસ્પદ કૃત્યના સાક્ષી છે! પણ એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી!”
Strong Condemnation!
— BJP Tamilnadu (@BJP4TamilNadu) March 23, 2024
DMK Minister Thiru @ARROffice has spoken disgustingly about our beloved Prime Minister Thiru @narendramodi avl who hails from a humble background and has dedicated his entire life for the people of India, and DMK MP Tmt. @KanimozhiDMK has stood witness to… pic.twitter.com/woD298TNn3
ભાજપે આગળ કહ્યું કે, “ખરેખર, આ અધમ અને અભદ્ર રાજકીય સંસ્કૃતિ ડીએમકેના ડીએનએમાં છે! આનાથી ખરાબ બીજું શું હોઈ શકે? આ અભદ્ર નિવેદનની નિંદા કર્યા વિના કનિમોઝી સ્ટેજ પર ભાષણનો આનંદ માણે છે. આ વર્તન તેમના સ્યુડો-ફેમિનિઝમનો પર્દાફાશ કરે છે! લોકો ડીએમકે અને ઇન્ડી ગઠબંધનને પાઠ ભણાવશે. કાયદો પણ પોતાનું કામ કરશે! આ વખતે ‘ઉગતો સૂર્ય’ (ડીએમકેનું ચૂંટણી ચિહ્ન) ક્ષિતિજથી નીચે ચાલ્યો જશે!”
મુદ્દાને ચૂંટણી પંચ અને DGP સુધી લઇ જવામાં આવશે- ભાજપ
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેઓ આ મામલાને ચૂંટણી પંચ અને ડીજીપી પાસે લઈ જશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરશે. તેમણે કહ્યું કે ડીએમકેના નેતાઓ પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ અને અક્ષમ્ય જાહેર નિવેદનો કરીને તેમના આચરણના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. તેમની પાસે ટીકા કરવા જેવું કંઈ નથી, તેઓ એટલા નિમ્ન સ્તરે પહોંચી ગયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, “ડીએમકેના સાંસદ શ્રીમતી કનિમોઝી મંચ પર હાજર હતા અને તેમણે તેમના સહયોગીને રોકવાની જરા પણ તસ્દી ન લીધી. તમિલનાડુ ભાજપ આ મામલો ચૂંટણી પંચ અને તમિલનાડુ રાજ્ય પોલીસના ડીજીપી સમક્ષ લઈ જઈ રહ્યો છે. અમે ડીએમકે મંત્રી અનિતા રાધાકૃષ્ણન સામે કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ.”
DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl.
— K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024
When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir
તામિલનાડુના ભાજપના નેતા કાર્તિક ગોપીનાથે પણ ડીએમકેના નેતાના અભદ્ર નિવેદનોની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, “તામિલનાડુના રાજ્ય મંત્રી અનિતા રાધાકૃષ્ણન વડાપ્રધાનને અપશબ્દો બોલે છે અને રાજ્યની પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. આવા અપરાધીને મુખ્યમંત્રી સ્ટાલિને પદથી બહાર કરી દેવા જોઈએ.”
તેમણે અગાઉની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં વિપક્ષના નેતાઓ દ્વારા વડા પ્રધાનનું અપમાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમણે આકરા શબ્દોમાં પૂછ્યું હતું કે, “હું તમને પૂછવા માગું છું કે શું તમે આવા લોકોનું રક્ષણ કરી રહ્યા છો?”