કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કારમી હાર તરફ આગળ વધી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વારંવાર વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમને ‘પનોતી’ તરીકે પણ વર્ણવવામાં આવ્યા હતા. જ્યારે ભારત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું ત્યારે પણ દોષનો ટોપલો પીએમ મોદી પર નાખવામાં આવ્યો, કારણ કે તેઓ સ્ટેડિયમમાં હાજર હતા. હવે સોશિયલ મીડિયા પર લોકો રાહુલ ગાંધીને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ‘રાહુલ ગાંધી પનોતી છે’ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. દિલ્હી બીજેપી મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ વૈશાલી પોદ્દારે એક ફોટો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધીએ હૂડી પહેરી છે જેના પર ‘પનોતી’ લખેલું છે. ઉલ્લેખનીય છે કે આ એક એડિટેડ તસવીર છે, પરંતુ લોકો તેને લઈને ખૂબ ટ્રોલિંગ કરી રહ્યા છે.
एमपी गया।
— Vaishali Poddar (@PoddarVaishali) December 3, 2023
छत्तीसगढ़ गया।
राजस्थान गया।#राहुल_गाँधी_पनौती_है pic.twitter.com/oL9ieGLYwV
સમ્રાટ જીતેન્દ્ર સિંહ નામના વ્યક્તિએ સંસદમાં રાહુલ ગાંધીની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ લમણે હાથ રાખીને ઉદાસ બેઠા છે. તેમણે લોકોને કહ્યું કે જો તમે બધા રાહુલ ગાંધીને પનોતી માનો છો તો આ ટ્વીટને રીટ્વીટ કરો.
RT If You Also Agree #राहुल_गाँधी_पनौती_है pic.twitter.com/FV9tbgf5Se
— सम्राट जीतेन्द्र सिंह (@SamratJsingh) December 3, 2023
હાર્દિક ઢેબર નામના યુઝરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધોતીમાંની તસવીર શેર કરી છે. સાથે લખ્યું કે હવે કાચની જેમ સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી એક પનોતી છે, ભલે કોંગ્રેસના લોકો તેને સ્વીકારવા તૈયાર ના હોય. તેમણે એમ પણ લખ્યું કે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં માત્ર મોદીની ગેરંટી કામ કરે છે.
#राहुल_गाँधी_पनौती_है now it’s absolutely crystal clear to everyone but @INCIndia is in denial as always!!!! @RahulGandhi emerging leader forever 😂😂. Only guarantee that works and the name that resonates with Bharat 🇮🇳 and across the globe @narendramodi pic.twitter.com/r4aLlvQrBP
— Hardik Dhebar 🇮🇳 (@Dhebar_Hardik) December 3, 2023
ચંદન શર્મા નામના યુઝરે લખ્યું કે હવે એમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધી પનોતી છે. તેણે રાહુલ ગાંધીની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે ખુરશી પર ઉદાસ બેઠેલા છે.
इसमें कोई शक नहीं है कि #राहुल_गाँधी_पनौती_है
— Chandan Sharma (@ChandanSharmaG) December 3, 2023
अगर आप सहमत है और आपको लगता है कि राहुल गांधी पनौती है तो ज्यादा से ज्यादा लाइक और रिपोस्ट कीजिए
Like and Repost 😎 pic.twitter.com/XOzqNVhlEv
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ 161 સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસને માત્ર 67 સીટો મળી રહી છે. જો રાજસ્થાનની વાત કરીએ તો ભાજપ 115 અને કોંગ્રેસ 69 સીટો જીતતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટી 36 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે બીજેપી 54 સીટો સાથે બહુમતી મેળવતી દેખાઈ રહી છે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. ત્યાં તે 64 બેઠકો પર આગળ છે, જ્યારે સત્તારૂઢ BRS 40 પર છે.