આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થશે. આ કાર્યક્રમ માટે કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે કે અધીર રંજન ચૌધરી હાજર નહીં રહે. પાર્ટીએ કારણ એવું આપ્યું કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ કાર્યક્રમને રાજકીય બનાવી રહ્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વેટિકનના પૉપને લખ્યો હતો.
આ પત્રમાં તારીખ લખવામાં આવી છે 30 ઓગસ્ટ, 2016ની. તે સમયે સોનિયા ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં. કોંગ્રેસે પોતાના અધિકારિક X અકાઉન્ટ પરથી આ પત્ર પોસ્ટ કર્યો હતો અને સાથે લખ્યું હતું કે, “મધર ટેરેસના કેનનાઈઝેશન પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીનો પૉપ ફ્રાન્સિસને પત્ર.” કેનનાઈઝેશન એટલે ખ્રિસ્તી પરંપરા અનુસારનો એક પ્રસંગ, જેમાં સ્વર્ગસ્થ વ્યક્તિને અધિકારિક રીતે સંતની (Saint) ઉપાધિ આપવામાં આવે છે.
Congress President Smt. Sonia Gandhi's letter to Pope Francis on Canonization Ceremony of Mother Teresa pic.twitter.com/cCk3Yn12I1
— Congress (@INCIndia) August 30, 2016
આ પત્રમાં શું લખવામાં આવ્યું હતું તે જોઇએ. પૉપ ફ્રાન્સિસને સંબોધીને સોનિયા ગાંધી કહે છે કે, ‘પૉપ અને કેથલિક ચર્ચ દ્વારા મધર ટેરેસાની માનવતા પ્રત્યે સેવાની નોંધ લેવા બદલ 2 કરોડ ખ્રિસ્તીઓ સહિત દરેક ભારતીય અત્યંત ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે.’ તેઓ આગળ લખે છે કે, ‘દરેક ભારતીય માટે મધર ટેરેસાનો આ કેનનાઈઝેશન પ્રસંગ તેમણે આ ધરતીનાં જરૂરિયાતમંદો અને ગરીબોની કરેલી સેવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવાનો અવસર છે. આ પ્રસંગ તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો અને રોજબરોજના જીવનમાં કઈ રીતે સંવેદના અને કરુણાને સ્થાન આપી શકાય તે શીખવાનો છે.
મધર ટેરેસાને ભારતનાં સૌથી લોકપ્રિય અને આદર પામેલાં વ્યક્તિત્વો પૈકીનાં એક ગણાવીને સોનિયા ગાંધી આગળ લખે છે કે, તેમના આ ગુણોએ જ તેમને ભારત રત્ન જેવો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર અપાવ્યો હતો.
ત્યારબાદ સોનિયા ગાંધી માર્ગારેટ આલવા અને લુઈનો ફ્લેરોનો ઉલ્લેખ કરીને કહે છે કે તેઓ બંને આ પ્રસંગે કોંગ્રેસ તરફથી પ્રતિનિધિત્વ કરશે. સાથે એમ પણ કહ્યું હતું કે, જો તેમની તબિયત નાદુરસ્ત ન હોત તો તેઓ પણ આ ‘પવિત્ર પ્રસંગ’નો હિસ્સો બન્યાં હોત.
Here is the statement of Shri @Jairam_Ramesh, General Secretary (Communications), Indian National Congress. pic.twitter.com/JcKIEk3afy
— Congress (@INCIndia) January 10, 2024
હવે જો આ પત્રની સરખામણી કોંગ્રેસના તાજેતરના નિવેદન સાથે, જેમાં તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો, કરીએ તો વિરોધાભાસ નજરે પડે છે. 2016માં મધર ટેરેસા સંબંધિત એક ધાર્મિક પ્રસંગ દેશ માટે ગૌરવનો વિષય હતો, પરંતુ હવે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા તેમના માટે BJP/RSSનો રાજકીય પ્રસંગ બની ગયો છે. કોંગ્રેસે આ નિવેદનમાં એવું પણ કહ્યું કે, ધર્મ એક વ્યક્તિગત બાબત છે અને ભાજપ/RSS તેનાથી રાજકીય લાભ લઇ રહ્યા છે.
બીજી તરફ, મધર ટેરેસા અને તેમનાં કામો અંગે પણ અવારનવાર પ્રશ્નો ઉઠતા રહ્યા છે. મે, 2022માં એક ડોક્યુમેન્ટરી આવી હતી, જેમાં તેમના જીવનની બીજી બાજુ દર્શાવવામાં આવી હતી અને કોલકાત્તામાં તેમણે સ્થાપેલા NGO ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ વિશે પણ ઘણા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. વર્ષો સુધી તેમની ઉપર ફ્રોડ હોવાના આરોપો લાગતા રહ્યા છે.