આજે સંસદમાં ચાલી રહેલી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં પોતાની વાત કહીને રાહુલ ગાંધી નીકળી ગયા હતા. તેના ઉત્તરમાં સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું તે સાંભળવા માટે તેઓ સદનમાં હાજર નહોતા. જ્યારે રાહુલ ગાંધીએ ‘મણિપુરમાં ભારત માતાની હત્યા’ અને ‘હનુમાને લંકા નહોતી સળગાવી’ જેવી વાતો કરી હતી, ત્યારે જ સ્મૃતિ ઈરાનીએ તેમને જવાબ આપતા કાશ્મીરમાં ગિરિજા ટિકકૂ અને બેંગલોરમાં સ્નેહલતા રેડ્ડી સાથે થયેલી ક્રૂરતાની યાદ અપાવી હતી. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને મહિલા વિરોધી પણ ગણાવી દીધા હતા.
‘રાહુલ ગાંધી મહિલા વિરોધી છે’ : નામ લીધા વગર સ્મૃતિ ઈરાનીએ સાધ્યું નિશાન
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “જેને આજે મારી પહેલા વક્તવ્ય આપવાનો અધિકાર આપવામાં આવ્યો, તેમણે જતાં-જતાં એક અભદ્ર લક્ષણના દર્શન કરાવ્યા. તે એક મહિલા વિરોધી વ્યક્તિ છે, જે સંસદમાં ફ્લાઈંગ કિસ આપી શકે, એ પણ ત્યાં કે જ્યાં 6 મહિલા સાંસદો બેઠી હોય. આવું ગરિમાવિહીન આચરણ આ સંસદમાં ક્યારેય જોવા નથી મળ્યું. આ તેમના ખાનદાનના લક્ષણ છે, તે આજે સદનમાં દેશ જાણી ગયો છે. પણ તેઓ જ્યાં ગયા છે, ત્યાં શું પરિસ્થિતિ છે?”
લોકસભામાં આજે રાહુલ ગાંઘીએ ફલાઈંગ કિસ કરતા વિવાદ સર્જાયો: ભાજપ મહિલા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી #RahulGandhi #FlyingKiss #Parliament #Smritiirani #Bjpmla #loksabha #breakingnews #navguajaratsamay pic.twitter.com/6fc5IvOqb6
— NavGujarat Samay (@navgujaratsamay) August 9, 2023
જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી સંસદમાં પોતાનું ભાષણ પૂરું કરીને સીધા રાજસ્થાન ગયા હતા, ત્યાં તેઓ એક ટ્રાઈબલ રેલીમાં સામેલ થવાના હતા. સ્મૃતિ ઈરાનીએ રાજસ્થાનની મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ત્યાંની કોંગ્રેસ સરકાર દેશની તિજોરીમાંથી પૈસા લૂંટી રહી છે. સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, “તેમની સરકાર મહિલા સશક્તિકરણ માટે નથી, મહિલાઓ વિશે તેઓ શું વિચારે છે એ તેમના નેતાએ જતાં-જતાં કહી દીધું છે.”
#NoConfidenceMotion: 'While leaving the parliament, Rahul Gandhi gave a flying kiss. Only a mysogynist man can do that in a house full of women. This is their family's culture,' Smriti Irani launched a scathing attack on Gandhi family#SmritiIrani #RahulGandhi #MonsoonSession pic.twitter.com/IMJQoFsrCI
— News18 (@CNNnews18) August 9, 2023
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસ નેતાને ચીન સાથે હિતસંબંધ છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતા ચીનમાં ઘણો રસ દાખવે છે. તેમણે એ દરમિયાન જણાવ્યું કે, ચીનમાં આયોજિત ’31st યુનિવર્સિટી ગેમ્સ’માં ભારતને આ વખતે 26 (11સ્વર્ણ, 5 રજત પદક) મેડલ મળ્યા હતા અને આ રેકોર્ડ હિંદુસ્તાનના બાળકોએ સ્થાપીત કર્યો છે. 1959 થી લઈને હમણાં સુધી માત્ર 18 મેડલ જ મળ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારત માતાના ટુકડાઓ માટે તાળીઓ પાડવાવાળા, ભારતની ઉપલબ્ધીઓ માટે તો તાળીઓ પાડી દે.
સંસદમાં સ્મૃતિ ઈરાનીનો વળતો પ્રહાર
સંસદમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ભારતમાતાની હત્યા પર કોંગ્રેસે તાળીઓ પીટીને બતાવી દીધું છે કે ગદ્દારી કોના મનમાં છે. તેમણે કહ્યું- મણિપુર ખંડિત નથી, દેશનું અંગ છે. વધુંમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના ગઠબંધન સાથી ડીએમકેના નેતા દ્વારા ભારત પર આપેલા નિવેદનનું ખંડન કરે, કાશ્મીર પર રેફરેન્ડમની વાત કરવાવાળા કોંગ્રેસ નેતાની નિંદા કરે. તેમણે આગળ કહ્યું કે “તમે ભારત નથી, કેમ કે તમે ભ્રષ્ટાચાર અને અયોગ્યતાનું પ્રતિક છો.” સ્મૃતિ ઈરાનીના કહ્યા અનુસાર, યુપીએના નેતાએ તમિલનાડુમાં ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.
તેમણે યાદ અપાવ્યું કે કાશ્મીરમાં રાહુલ ગાંધી તેમના પરિવાર સાથે બરફથી રમી રહ્યા હતા, એ એટલા માટે શક્ય બન્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370 ને નાબૂદ કરી દીધી હતી. તેમણે આગળ કહ્યું કે એના કારણે જ કાશ્મીરની દીકરીઓને દહેજ માટે પ્રતાડીત કરવામાં આવતી હતી અને કોઈ કાયદાનો સહારો પણ નહોતો મળી શકતો. તેમણે કહ્યું કે પ્રદેશની બહાર પરણાવવા પર એ દીકરીઓને પૈતૃક સંપતિ પર અધિકાર પણ મળતો નહોતો. 14 વર્ષથી નાની બળકીઓના લગ્ન થતાં હતા તો તેને કાયદા દ્વારા સંરક્ષણ પણ નહોતું મળી શકતું.
સ્મૃતિ ઈરાનીએ આ દરમિયાન કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને ગિરિજા ટિકકૂ સાથે બનેલી ઘટનાને પણ યાદ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સદનમાંથી નીકળીને રાજસ્થાન માટે રવાના થઈ ગયા હતા. સ્મૃતિ ઈરાનીએ યાદ અપાવ્યું હતું કે, કાશ્મીરમાં કઈ રીતે ગિરિજા ટિકકૂને આરી વડે કાપી નાખવામાં આવ્યા હતા, રાજસ્થાનના ભીલવાડામાં બાળકી સાથે ગેંગરેપ કરીને તેને ભઠ્ઠીમાં નાખી દેવાઈ હતી. તેમણે કહ્યું કે આજે જે જોર-જોરથી બરાડા પાડી રહ્યા છે, તેમણે ત્યારે ન્યાયની માંગણી નહોતી કરી જ્યારે પશ્ચિમ બંગાળમાં 60 વર્ષની મહિલાનું ગેંગરેપ કરવામાં આવ્યું હતું.