Saturday, November 23, 2024
More
    હોમપેજદેશરાજસ્થાનના CM પદ માટે ચર્ચામાં નામ, મહંત યોગી બાલકનાથે સોશિયલ મીડિયા પર...

    રાજસ્થાનના CM પદ માટે ચર્ચામાં નામ, મહંત યોગી બાલકનાથે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, કહ્યું- PM મોદીના માર્ગદર્શનમાં….

    યોગી બાલકનાથે X પર કરેલી આ પોસ્ટ બાદ અનેક ચર્ચાઓ ઉઠી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં વિશેષજ્ઞોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે યોગી બાલકનાથ પોતે જ મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર થઇ ગયા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે ધારાસભ્ય પક્ષની બેઠક મળ્યા બાદ જ મુખ્યમંત્રી કોણ બનશે તે જાણી શકાશે.

    - Advertisement -

    રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો જાહેર થયા બાદ હવે મુખ્યમંત્રીનું નામ જાહેર થાય તેની રાહ જોવામાં આવી રહી છે. ત્રણેય રાજ્યોમાં CMનાં નામ માટે અનેક નામો ચર્ચામાં છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં મહંત યોગી બાલકનાથ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત અનેક નામો સામે આવી રહ્યાં છે. CMનું નામ નક્કી કરવા માટે આગામી સોમવાર (11 ડિસેમ્બર, 2023)ના રોજ ધારાસભ્ય પક્ષની બેઠક મળી શકે છે, તેવામાં રાજસ્થાનના મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવતા મહંત યોગી બાલકનાથે X પર કરેલી પોસ્ટ હાલ ચર્ચાનો વિષય બની છે.

    સોમવારે ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક મળવાની સંભાવનાઓ વચ્ચે યોગી બાલકનાથે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “પાર્ટી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જનતા-જનાર્ધને પ્રથમ વાર સાંસદ તેમજ ધારાસભ્ય બનાવીને રાષ્ટ્રસેવાનો અવસર આપ્યો છે. ચૂંટણી પરિણામો બાદથી મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ પર ધ્યાન પર ન લેવી. મારે હજુ પ્રધાનમંત્રીજીના માર્ગદર્શનમાં અનુભવ પ્રાપ્ત કરવાનો છે.”

    પોસ્ટ બાદ અનેક તર્ક-વિતર્ક

    યોગી બાલકનાથે X પર કરેલી આ પોસ્ટ બાદ અનેક ચર્ચાઓ ઉઠી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં વિશેષજ્ઞોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે યોગી બાલકનાથ પોતે જ મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર થઇ ગયા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે ધારાસભ્ય પક્ષની બેઠક મળ્યા બાદ જ મુખ્યમંત્રી કોણ બનશે તે જાણી શકાશે. નોંધનીય છે કે શુક્રવારે (8 ડિસેમ્બર, 2023)ના રોજ યોગી બાલકનાથ દિલ્હીમાં કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા, જે બાદ તેમની આ પોસ્ટ અનેક સંકેત આપી રહી છે.

    - Advertisement -

    હાલ પૂરતું તેમ માની લેવામાં આવે કે યોગી બાલકનાથ જો મુખ્યમંત્રી બનવાની રેસમાંથી આઉટ થઇ ગયા છે, તો પ્રશ્ન તે પણ ઉભો થાય છે કે રાજસ્થાનમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે? જોકે આ પ્રશ્નનો જવાબ તો ધારાસભ્ય પક્ષની બેઠક બાદ જ મળી શકશે, પરંતુ એક વાત નક્કી છે કે આ વાતનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેશે. હાલ વસુંધરા રાજે, અશ્વિની વૈષ્ણવ, દિયા કુમારી, કિરોડીલાલ તેમજ રાજવર્ધન સિંઘ રાઠોડના નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઈ રહ્યાં છે.

    BJPએ જાહેર કર્યા નિરીક્ષકોનાં નામ

    બીજી તરફ ભાજપે ત્રણ રાજ્યોમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી માટે પોતાના નિરીક્ષકોનાં નામ પણ જાહેર કરી દીધાં છે. જેમાંથી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંઘ, રાજ્યસભા સાંસદ સરોજ પાંડે અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને રાજસ્થાનમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    બીજી તરફ મધ્ય પ્રદેશ માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કે. લક્ષ્મણ અને રાષ્ટ્રીય સચિવ સુશ્રી આશા લાકડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્રીય જનજાતિય મંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ અને રાષ્ટીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમને છત્તીસગઢના નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં