Tuesday, September 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બાળક બુદ્ધિ, રાજનીતિમાં ફ્રોડ, ભાગલાવાદી રાજકારણ રમવાનો પ્રયાસ’: ‘મિસ ઇન્ડિયા’ વિજેતાઓની યાદીમાં...

    ‘બાળક બુદ્ધિ, રાજનીતિમાં ફ્રોડ, ભાગલાવાદી રાજકારણ રમવાનો પ્રયાસ’: ‘મિસ ઇન્ડિયા’ વિજેતાઓની યાદીમાં જાતિ શોધતા રાહુલ ગાંધી પર ભાજપ નેતાઓના પ્રહાર

    રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ કહેનારાઓમાં ભાજપમાં લઘુમતી મામલાના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને ભાજપ આઈટી સેલના નેશનલ ઇન્ચાર્જ અમિત માલવિયાનો સમાવેશ થાય છે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ એક બે વર્ષ જૂનો વિડીયો મુકીને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મિસ ઇન્ડિયા(Miss India) સુંદરતા પ્રતિયોગિતા જેવી બિનરાજકીય બાબતમાં જાતિવાદ ઘૂસાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમણે મિસ ઇન્ડિયાનું લિસ્ટ જોયું પરંતુ તેમાં તેમને એક પણ દલિત, OBC કે આદિવાસી ન જોવા મળ્યા. જોકે, તેમની આ વાત પર પહેલાં જ સોશિયલ મીડિયાએ તેમને જાહેરમાં ઉઘાડા પાડી દીધા હતા, પરંતુ હવે આ મામલે ભાજપ નેતાઓએ રાહુલ ગાંધીને (Rahul Gandhi) ઘેર્યા છે અને તેમની આ હરકત પર તેમને બાળક બુદ્ધિ ગણાવ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ કહેનારાઓમાં ભાજપમાં લઘુમતી મામલાના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને ભાજપ આઈટી સેલના નેશનલ ઇન્ચાર્જ અમિત માલવિયાનો સમાવેશ થાય છે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ એક બે વર્ષ જૂનો વિડીયો મુકીને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

    શું હતી ભાજપ નેતાઓની પ્રતિક્રિયા?

    સહુથી પહેલા વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) પોતાના આધિકારિક X હેન્ડલ પર એક પોસ્ટ કરીને રાહુલ ગાંધીને ઘેર્યા હતા. તેમણે લખ્યું કે, “હવે તેમને મિસ ઇન્ડિયા પ્રતિયોગિતા, ફિલ્મો અને સ્પોર્ટ્સમાં પણ આરક્ષણ જોઈએ છે. તે માત્ર ‘બાળ બુદ્ધિ’ની તકલીફ નથી, પરંતુ તે તમામ પણ એટલા જ જવાબદાર છે, જેઓ તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. બાળક બુદ્ધિ મનોરંજન માટે સારી હોય શકે છે, પરંતુ તેઓ પોતાની વિભાજનકારી ચાલોમાં અમારા પછાત વર્ગોની મજાક ન બનાવે.”

    - Advertisement -

    ભાજપ નેતા અમિત માલવિયાએ (Amit Malviya) પણ પોતાના આધિકારિક X હેન્ડલ પર રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ કહ્યા હતા. તેમણે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના તે X પોસ્ટ પર રીએક્શન આપ્યું હતું જેમાં કોંગ્રેસના મોટા-મોટા નેતાઓ સાથે રાહુલ ગાંધીના ફોટા મુકવામાં આવ્યાછે. અમિત માલવિયાએ લખ્યું કે, “આમાં એક પણ SC, ST કે પછી OBCનો વ્યક્તિ નજરે પડી રહ્યો છે? કોંગ્રેસ માટે સામાજિક સમરસતા અને બંધારણના રોદણાં રોવા એ માત્ર વોટ મેળવવાની કવાયદ છે. દાયકાઓ સુધી OBC સમાજને વંચિત રાખ્યો, તેમને મૂર્ખ કહ્યા, દલિતો પર અત્યાચાર કર્યા, જનજાતીય સમાજની ઉપેક્ષા કરી અને મુસ્લિમોને વોટ બેંકની જેમ વાપર્યા, બાળક બુદ્ધિની રાજનીતિ ફ્રોડ છે.”

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ (Pradip Bhandari) તો તાજેતરમાં જ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતેલી ઝારખંડની યુવતીની માહિતી આપીને રાહુલ ગાંધીને ઉઘાડા પાડી દીધા. તેમણે એક વિડીયો શેર કર્યો છે, જેમાં એક યુવતી મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી હોવાનું નજરે પડી રહ્યું છે. વિડીયોમાં યુવતી પોતે પોતાના વિશે માહિતી આપી રહી છે. આ પોસ્ટમાં તેઓ લખે છે કે, “હમણાં જ બે વર્ષ પહેલાં જ છત્તીસગઢની એક આદિવાસી યુવતી, મિસ રિયાએ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. રાહુલ ગાંધીની યોજના વિભાજનકારી અને જુઠ્ઠાણાઓથી ભરેલી છે.”

    ‘મિસ ઇન્ડિયાના લિસ્ટમાં એક પણ દલિત, આદિવાસી, OBC નહીં’: રાહુલ ગાંધી

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (Prayagraj UP) આયોજિત ‘સંવિધાન સંમેલન’માં રાહુલ ગાંધીએ સુંદર મહિલાઓ માટેની સ્પર્ધા ‘મિસ ઇન્ડિયા’ને લઈને દાવો કર્યો હતો. તેમણે ત્યાં પણ જાતિવાદ ઘૂસાડી દેતાં કહ્યું હતું કે, “90% લોકો સિસ્ટમનો ભાગ નથી, હું તો મિસ ઇન્ડિયાનું લિસ્ટ જોઈ રહ્યો હતો, તેમાં કોઈ જ દલિત, OBC, આદિવાસી નથી.”

    સૌંદર્ય પ્રતિયોગિતામાં પણ જાતિવાદ ઘૂસાડતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “90 ટકા લોકો સિસ્ટમનો હિસ્સો નથી. લઘુમતીઓ પણ તેમાં આવે છે. તેમની પાસે દરેક પ્રકારની પ્રતિભા છે, પરંતુ તેમ છતાં તેઓ સિસ્ટમ સાથે જોડાયા નથી. આ જ કારણ છે કે અમે જાતિ જનગણનાની માંગ કરી રહ્યા છીએ.” તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં અનેક યુઝરોએ તેમની વાતને ખોટી સાબિત કરતા પૂરાવાઓ આપીને તેમને ટ્રોલ કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં