એક તરફ જ્યાં ડાબેરી લિબરલો અને કેટલાક રાજકીય પક્ષો PM મોદીની ડિગ્રી બાબતે એવો દાવો કરે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘અભણ વ્યક્તિ છે જે દેશ ચલાવી શકતા નથી’, પીઢ પત્રકાર શીલા ભટ્ટે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીની ડિગ્રી બાબતે કેટલીક વાતો કહી હતી અને ઉમેર્યું હતું કે મોદીએ વર્ષ 1981-82માં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને તે ખૂબ જ અભ્યાસુ વિદ્યાર્થી હતા.
12 જુલાઈ, 2023ના રોજ પત્રકાર શીલા ભટ્ટનો ANI એડિટર સ્મિતા પ્રકાશ સાથે એક ઇન્ટરવ્યૂ પ્રસારિત થયો હતો. જેમાં તેઓ આ વિશે વાત કરતાં જોવા મળે છે. તેમણે જણાવ્યું કે, મોદી જ્યારે MA કરતા ત્યારે તેઓ (ભટ્ટ) તેમને મળ્યાં હતાં. શીલા ભટ્ટે પીએમ મોદીના મેન્ટરનું નામ પણ લીધું અને કહ્યું કે, પ્રવીણ શેઠ તેમના મેન્ટર હતા. આગળ કહ્યું કે, “મોદી MA ભાગ 2નો અભ્યાસ કરતા હતા અને પ્રોફેસર શેઠના અભ્યાસી શિષ્ય હતા જેઓ મારા પણ માર્ગદર્શક પણ હતા. હું તેમની એક સહાધ્યાયીને પણ જાણું છું જે હવે વકીલ છે. જ્યારે કોંગ્રેસ અને AAP એ દાવો કરવાનું શરૂ કર્યું કે મોદી અભણ છે, ત્યારે મેં તેમને બોલવાનું કહ્યું હતું પરંતુ તેમણે મૌન રાખવાનું પસંદ કર્યું.”
Here it is!
— Abhishek (@AbhishBanerj) July 13, 2023
The end of all the lies.
Journalist Sheela Bhatt had met Narendra Modi back when he was doing his MA
She even names his professor
Imagine how many lies have been spread about this pic.twitter.com/mb8GAUQ8OX
આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી પહેલાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ અભિયાન શરૂ કર્યાના મહિનાઓ બાદ એક નવું કેમ્પેઈન શરૂ કર્યું અને દાવો કર્યો હતો કે ભારતને પીએમ મોદી જેવા ‘અભણ’ની નહીં પણ ‘શિક્ષિત’ વડાપ્રધાનની જરૂર છે.
સ્મિતા પ્રકાશ સાથે શીલા ભટ્ટની આખી ચર્ચા
આ રહી સ્મિતા પ્રકાશ સાથે પત્રકાર શીલા ભટ્ટની આખી ચર્ચા, જેમાં તેઓએ અન્ય વિષયોની સાથે સાથે મોદીની ડિગ્રી બાબતે પણ વાત કરી હતી.
વિરોધીઓ સતત PM મોદીની ડિગ્રીનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે
આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન ‘પર્યાપ્ત રીતે શિક્ષિત’ ન હોવાથી તેમનામાં નીતિ ઘડતરનો અભાવ જોવા મળે છે અને દેશને તેના કારણે નુકસાન જઈ રહ્યું છે. AAP ચીફે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટને પણ નકલી ગણાવ્યા હતા. ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે “વડાપ્રધાન કાર્યાલય (PMO)એ PM મોદીની બનાવટી BA ડિગ્રી પ્રકાશિત કરી હતી અને દિલ્હી યુનિવર્સિટી પાસે પોલિટિકલ સાયન્સ કોર્સનો કોઈ રેકોર્ડ નથી જે નરેન્દ્ર મોદીએ 1978માં ભણ્યો હતો.”
બાદમાં કોંગ્રેસ પણ ડિગ્રી વિવાદમાં જોડાઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની શૈક્ષણિક લાયકાતના મુદ્દે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેમની સરકાર આ મામલે ‘રીઢી ગુનેગાર’ (habitual offender) છે. કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ પીએમ મોદીની શૈક્ષણિક લાયકાતને લઈને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
વર્ષ 2016માં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ડિગ્રી પ્રમાણપત્રો મુજબ, પીએમ મોદીએ વર્ષ 1978-79માં દિલ્હી યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું અને તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 1981-82માં તેમની પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કરી હતી. ત્યારે બીજેપીએ એમ પણ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જુઠ્ઠાણું ફેલાવીને અને દેશને બદનામ કરવાનું પાપ કરીને વધુ એક સ્તર નીચે ઉતર્યા છે.
12 જુલાઈના રોજ પીઢ પત્રકાર શીલા ભટ્ટે જણાવ્યું કે તેમના માર્ગદર્શક પ્રોફેસર પ્રવિણ શેઠ અને તેમની પત્ની તેમને તેમની પુત્રી માને છે અને તેઓ તેમના ઘરે અવારનવાર જતા હતા. તેમણે ઉમેર્યું કે પ્રોફેસર શેઠ પીએમ મોદીના પણ માર્ગદર્શક હતા અને તેમણે તેમને (મોદીને) ઘણી વખત જોયા હતા. તેમણે કહ્યું કે, “તેઓ ઘણો અભ્યાસ કરતા હતા અને ખૂબ જ એકાગ્ર હતા. હું આ જાણું છું કારણ કે અમે એક જ માગર્દર્શક નીચે ભણ્યા હતા. હું તેમના એક સહાધ્યાયીને પણ ઓળખું છું જે આજે વકીલ છે.”
Friends,
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) July 12, 2023
Sharing here some events and anecdotes of my life which was never easy. I spoke to @smitaprakash .
I speak on how I met @narendramodi in 1981/82 when he was a studious disciple of my mentor Prof. Pravin Sheth. I also express dislike for ‘labelling’ media by anyone…
શીલા ભટ્ટ લગભગ 44 વર્ષથી પત્રકારત્વના વ્યવસાયમાં છે. તેઓ વર્ષ 1979થી કામ કરી રહ્યાં છે અને ઇન્ડિયન એક્સપ્રેસ અને દૈનિક ભાસ્કર સહિત અનેક મીડિયા આઉટલેટ્સ સાથે કામ કરી ચૂક્યાં છે. હાલમાં તેઓ ગલ્ફ ન્યૂઝ અને ધ પ્રિન્ટમાં કોલમ લખે છે.