હમણાં પ્રધાનમંત્રી મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને અંતિમ દિવસે મોરબી પહોંચીને પુલ અક્સ્માત સ્થળની તથા દવાખાનામાં ઘાયલોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન PM મોદીની એક રેલીનો વિડીયો ખુબ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ મોદી જે સભાસ્થળમાં સંબોધન કરી રહ્યા છે તેના પાયા અને રેલિંગના સ્ક્રુ નીકળતો જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રી મોદી સોમવારે (31 ઓક્ટોબર) જયારે પોતાના બનાસકાંઠા પ્રવાસ પર હતા ત્યારે તેમણે થરાદમાં એક જાહેર સભા સંબોધી હતી. આ સભા માટે બેઠક વ્યવસ્થા માટે ખુબ મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. અને આ મંડપને ટેકો આપવા માટે અનેક પાયાઓ ઉભા કરવામાં આવ્યા હતા.
This is a very serious matter
— Vijay Patel🇮🇳 (@vijaygajera) November 1, 2022
This video is said to be of yesterday’s PM Rally.
Need to investigate this @GujaratPolice @sanghaviharsh
pic.twitter.com/7qyP5jBGKZ
વાઇરલ થતા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ખુબ જ સફાઈપૂર્વક એટલે કે કોઈને શંકા ન જાય એ રીતે PM મોદીની સભામંડપના પાયાઓમાંથી સ્ક્રૂ-બોલ્ટ કાઢતો નજરે પડ્યો હતો. તેણે ધીમે ધીમે હાથ વડે એક પછી એક એમ બે સ્ક્રૂ બોલ્ટ કાઢી લીધા હતા અને બાદમાં કાંઈ થયું ના હોય એમ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો હતો.
ગઈકાલનો વીડિયો છે પીએમ મોદી બનાસકાંઠા આવ્યા હતા ત્યારનો
— રાષ્ટ્રવાદી સાયબર યોદ્ધા 🇮🇳 (@RWGujarat) November 1, 2022
મોટો અકસ્માત થાય તો જવાબદારી કોની??????
મોરબીમાં પૂલ અકસ્માત પણ આવા બેજવાબદાર લોકોને કારણે જ થયો છે pic.twitter.com/L5RiAC6wFk
સ્વાભાવિક વાત છે કે આના કારણે સભામંડપના પાયાની તાકાત ઓછી થાય. અને તેનાથી નીચે બેસેલા લોકો પર મંડપ તૂટી પડવાની અને મોટી જાનહાની થવાનો ખતરો ઉભો થયો હતો. આ વ્યક્તિ એકલો હતો કે એના જેવા અન્ય લોકો અન્ય જગ્યાએ આ જ કામ કરી રહ્યા હતા એ હજુ જાણી શકાયું નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ તો આ એક મોટું કાવતરું હોવાનું માલુમ પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ વિષયની યોગ્ય તપાસ થાય એ માટે સતત ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને ટેગ તથા મેંશન કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ વિડીયો જે દિવસનો છે એના આગલા દિવસે જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી જેમાં લગભગ 140 લોકોના મૃત્યુ થયા હતા. જાણકારો આ દુર્ઘટના પણ માનવસર્જિત હોવાનું કહી રહ્યા છે અને પોલીસ પણ બધી દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે હમણાં સુધી 9 લોકોની શંકાના આધારે ધરપકડ પણ કરી છે.