વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે (27 જુલાઈ, 2023) રાજકોટમાં એરપોર્ટ સહિત 2 હજાર કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન તેમણે સભા પણ સંબોધી. સંબોધનમાં વડાપ્રધાને વિકાસને લગતી વાતો કહી તો સાથે વિપક્ષી પાર્ટીઓને પણ આડેહાથ લીધી. તાજેતરમાં વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને બનાવેલા ‘I.N.D.I.A’ ગઠબંધનને લઈને તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ પોતાનું જમાતનું નામ બદલી નાખ્યું છે.
PM મોદીએ કહ્યું, “દેશ આગળ વધી રહ્યો છે ત્યારે અમુકને પરેશાની થવી સ્વાભાવિક છે. જેમને દેશની જનતાની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓ સાથે કોઈ નિસબત ન હતી તેઓ આજે દેશની જનતાનાં સપનાં પૂરાં થતાં જોઈને અકળાઈ રહ્યા છે. આજે ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ પોતાની જમાતનું નામ પણ બદલી નાંખ્યું છે. ચહેરા એ જ, તૌર-તરીકે પણ એ જ છે, ઈરાદા પણ એ જ છે પણ જમાતનું નામ નવું કરી નાંખ્યું છે.”
Watch | Today, when the country is moving ahead, some people who did not care about the aspirations and needs of the people are jittery about it. These corrupt and dynastic people have changed their name, but their intentions remain the same: PM takes in Rajkot pic.twitter.com/e5xKHYAM1B
— DeshGujarat (@DeshGujarat) July 27, 2023
આગળ PM મોદીએ કહ્યું, “તેઓ સત્તામાં હતા ત્યારે મોંઘવારીનો દર 10 ટકા સુધી પહોંચાડી દીધો હતો, અમારી સરકારે કાબૂમાં લીધી ન હોત તો ચીજવસ્તુઓના ભાવ આજે આસમાન આંબી રહ્યા હોત. કોરોના અને રશિયા-યુક્રેન યુદ્ધ છતાં અમારી સરકારે મોંઘવારી કાબૂમાં રાખી છે. પાડોશી દેશોમાં 25થી 30 ટકાના દરે મોંઘવારી વધી રહી છે, પરંતુ ભારતમાં મોંઘવારી કાબૂમાં છે અને તે માટે અમે સતત પ્રયાસો કરતા રહીશું.
बीते 9 वर्षों में केंद्र सरकार ने समाज के हर वर्ग, हर क्षेत्र के जीवन को आसान बनाने के लिए काम किया है: PM @narendramodi pic.twitter.com/Eb1XIQrogJ
— PMO India (@PMOIndia) July 27, 2023
નવ વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલાં કામોનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે, “આ વર્ષોમાં કેન્દ્ર સરકારે દરેક વર્ગ અને સમાજના જીવનને સરળ બનાવવાનું કામ કર્યું છે. અમારી સરકારના પ્રયાસોથી દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. 5 વર્ષમાં સાડા તેર કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. અમારી સરકારની પ્રાથમિકતાઓમાં મધ્યમ વર્ગ પણ છે. 2014 પહેલાં કનેક્ટિવિટીને લઈને મધ્યમ વર્ગની ફરિયાદ રહેતી. બહારની દુનિયા જોઈને તેમને લાગતું હતું કે આપણા દેશમાં આવું ક્યારે થશે? અમે છેલ્લાં 9 વર્ષમાં આ પરેશાની દૂર કરવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો છે. 2014માં માત્ર 4 શહેરોમાં મેટ્રો નેટવર્ક હતાં. આજે 20થી વધુ શહેરોમાં મેટ્રો નેટવર્ક પહોંચી ચૂક્યું છે. 25 રૂટ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. 2014માં 70 એરપોર્ટ હતાં, આજે તેની સંખ્યા બમણી થઇ છે. ભારતનાં એરલાઇન્સ સેક્ટરને નવી ઊંચાઈ મળી છે અને નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં પણ વિમાન બનતાં થઇ જશે.”