Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણNDA 400 પાર, ભાજપ 350+, ગુજરાતમાં 26/26: ‘ત્રીજી વાર મોદી સરકાર’ પર...

    NDA 400 પાર, ભાજપ 350+, ગુજરાતમાં 26/26: ‘ત્રીજી વાર મોદી સરકાર’ પર મહોર મારતા ઓપિનિયન પોલ, INDI ગઠબંધન માત્ર 100નો આંકડો પાર કરી શકશે

    ઓપિનિયન પોલ અનુસાર, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ બનાવેલું INDI ગઠબંધન 105 બેઠકો સુધી જઈ શકે છે. જેમાં કોંગ્રેસને 49 બેઠકો મળી શકે છે. જે 2019 કરતાં ઓછી પણ 2014 કરતાં વધારે હશે. 2014માં માત્ર 44 બેઠકો મળી હતી, જે પાર્ટીનું આજ સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024ની લોકસભા ચૂંટણીમાં NDA માટે 400 પારનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. હાલના તબક્કે ભાજપ અને સહયોગી પાર્ટીઓ આ લક્ષ્યાંક પાર કરી લેશે તેમ જણાઇ રહ્યું છે. આ બાબત ન્યૂઝ18ના મેગા ઓપિનિયન પોલમાં સામે આવી છે. જે અનુસાર ચૂંટણીમાં NDA 411 બેઠકો જીતી શકે છે. જ્યારે વિરોધી INDI ગઠબંધન 100 પણ પાર કરી શકશે કે કેમ તે પ્રશ્ન છે. 

    ન્યૂઝ18એ એક સરવે કર્યો. જેમાં જાણવા મળ્યું કે NDA 411 જેટલી બેઠકો મેળવી શકે તેમ છે. જેમાંથી 350 બેઠકો ભાજપ એકલે હાથે જીતી શકે. બાકીની 61 બેઠકો જેડીયુ, TDP, શિવસેના વગેરે જીતીને આંકડો 411 સુધી પહોંચાડશે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભાજપ આ ચૂંટણીમાં પણ જંગી બહુમતી મેળવશે તેવું પોલમાં જાણવા મળ્યું છે. તો બીજી તરફ દક્ષિણમાં જ્યાં હાલ ભાજપની બેઠકો નથી ત્યાં પણ ખાતું ખુલશે અને જ્યાં ઓછી છે ત્યાં નોંધપાત્ર વધારો જોવા મળશે. 

    સરવેનું માનવામાં આવે તો ગુજરાત ત્રીજી વખત 26માંથી 26 લોકસભા બેઠકો પીએમ મોદીની ઝોળીમાં નાખવા જઈ રહ્યું છે. 23 વર્ષથી ગુજરાત અને નરેન્દ્ર મોદી વચ્ચેનું જોડાણ એવું છે કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ હતી. ત્રીજી વખત વડાપ્રધાન મોદી ચૂંટણી માટે ઉતરી રહ્યા છે ત્યારે તેમનું ગૃહરાજ્ય આ વખતે પણ સમર્થન કરવામાં પીછેહઠ નહીં કરે તેવું અનુમાન છે. 

    - Advertisement -

    સરવે અનુસાર, ઉત્તર પ્રદેશમાં NDA 80માંથી 77 બેઠકો જીતી શકે છે. મધ્ય પ્રદેશમાં 28, છત્તીસગઢમાં 1૦, બિહારમાં 38 અને ઝારખંડમાં 12 બેઠકો જીતવાનું અનુમાન છે. ઓડિશામાં 13 અને બંગાળમાં 25 બેઠકો સુધી પહોંચી શકે છે. જોકે બંગાળમાં ભાજપ એકલો જ લડે છે, ગઠબંધન નથી. તેલંગણામાં પાર્ટી 8 બેઠકો મેળવી શકે છે જ્યારે આંધ્રપ્રદેશમાં NDA ગઠબંધન 18 સુધી પહોંચી શકે છે. 

    તમિલનાડુ અને કેરળમાં ભાજપની બેઠકો નથી, પરંતુ અહીં પણ ખાતું ખુલી શકે છે અને અનુક્રમે 5 અને 2 બેઠકો મેળવી શકે છે. કેરળની તિરુવનંતપુરમ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર લડી રહ્યા છે. 

    ઉત્તર પ્રદેશ (8૦ બેઠકો) બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકસભા બેઠકો (48) છે. સરવેનું માનીએ તો 48માંથી NDA 41 બેઠકો જીતી શકે છે અને મહાવિકાસ આઘાડીના ભાગે માત્ર 7 બેઠકો આવી શકે એમ છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં NDAમાં ભાજપ સાથે શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજીત જૂથ) છે જ્યારે મહાવિકાસઆઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને NCP (શરદ જૂથ)નો સમાવેશ થાય છે. 

    કોંગ્રેસ 49, INDI ગઠબંધન 105 સુધી પહોંચશે

    ઓપિનિયન પોલ અનુસાર, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ બનાવેલું INDI ગઠબંધન 105 બેઠકો સુધી જઈ શકે છે. જેમાં કોંગ્રેસને 49 બેઠકો મળી શકે છે. જે 2019 કરતાં ઓછી પણ 2014 કરતાં વધારે હશે. 2014માં માત્ર 44 બેઠકો મળી હતી, જે પાર્ટીનું આજ સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન છે. આ સિવાય અન્ય પાર્ટીઓ જે ગઠબંધનમાં નથી તેઓ મળીને 27 બેઠકો જીતી શકે છે. આ પાર્ટીઓમાં એઆઈએડીએમકે, બીએસપી, બીઆરએસ, વાયએસઆરસીપી, બીજેડી વગેરેનો સમાવેશ થાય છે. જોકે, ભાજપ અને બીજેડી ગઠબંધન કરી શકે તેવી શક્યતાઓ હજુ નકારી શકાય એમ નથી. જો ગઠબંધન થાય તો NDA વધુ મજબૂત થશે.

    આ સરવે 12 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે અને 95 ટકા લોકસભા બેઠકોને આવરી લેવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં